Abtak Media Google News

વિદેશ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન વી. મુરલીધરને લોકસભામાં પ્રશ્નોત્તરીના સમયગાળામાં જણાવ્યું હતું કે હવે ૧૧ દિવસની અંદર પાસપોર્ટ મળી જાય છે. સામાન્ય સંજોગોમાં હવે ફક્ત ૧૧ દિવસમાં પાસપોર્ટ મળી જાય છે. અગાઉ કરતા સમયગાળો ઘણો ઘટી ગયો છે.તત્કાળ કેટેગરીમાં પાસપોર્ટ એકાદ દિવસમાં ઈસ્યૂ થાય છે. અરજદારોના પોલીસ વેરીફિકેશન માટે ૭૩૧ પોલીસ ડિસ્ટ્રિક્ટમાં વ્યવસ્થા કરાઈ છે,

જેથી ભ્રષ્ટાચાર અને વિલંબ ઘટશે. કોંગ્રેસના મનીષ તિવારીએ પ્રશ્ર્‌ન કર્યો હતો કે લોકો પાસપોર્ટ મેળવવામાં કેમ તકલીફ ભોગવે છે? પ્રધાને કહ્યું હતું કે દેશમાં ૩૬ પાસપોર્ટ આૅફિસ, ૯૩ પાસપોર્ટ સેવાકેન્દ્ર અને ૪૧૨ પોસ્ટ આૅફિસ પાસપોર્ટ સેવાકેન્દ્ર છે. આ કેન્દ્ર માટે કોઈ ખાનગી કંપ્નીને કામ અપાયું નથી એવી સ્પષ્ટતા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.