Abtak Media Google News

આપનાં લોકપ્રિય અખબાર અબતકે સફળતા પૂર્વક 10 વર્ષ પુરાં કર્યા છે અને લોકશાહીની ચોથી જાગીર એવા અખબારી સ્વાતંત્ર્યને જાળવી રાખીને વખતો-વખત વાચકોને તેમનો માહિતીનો અધિકાર પુરો પાડવામાં સિંહફાળો આપ્યો છે.  આ ઉમદા ઉત્સવની ઉજવણી વખતે અમે વાચકોને 10 પગલાં આકાશમાં અર્થાત ભવિષ્યમાં ડોકિયું કરવાનો અને 10 પગલા પાતાળમાં અર્થાત ઇતિહાસમાં ઉંડે જઇને જુની હકિકતો ઉજાગર કરવાનો નિર્ણય કર્યો છે.

આઝાદીનો અમૄત મહત્સવ ઉજવી રહેલા ભારતની આર્થિક સ્થિતી છેલ્લા એક દાયકામાં કેવી રહી અને આગામી એક દાયકામાં ભારતની ઇકોનોમી ક્યા મુકામ પર હોઇ શકે તેની જો ચર્ચા કરવી હોય તો દેશના અર્થતંત્રનાં બેરો મીટર સમાન શેરબજાર, ફોરેક્ષ રિઝર્વ જી.ડી.પી., વ્યાજ દર, ડોલર સામે રુપિયાની કિમત, આયાત-નિકાસ, માથાદિઠ કર્જ, ટેકનોલોજીનો વિકાસ, પેટ્રોલ-ડિઝલ તથા ગેસનાં ભાવ જેવા મુદ્દાઓની વિગતો ઘણી ઉપયોગી સાબિત થતી હોય છૈ.

“અબતક” દશકાની ઉજવણીમાં વાંચકો માટે 10 પગલા આકાશમાં અને
10 પગલા પાતાળમાં: ઈતિહાસના ઉંડે જઈ ભવિષ્યમાં ડોકિયું કરવાનો પ્રયાસ

આંકડા જોઇએ તો સંકેત મળે છે કે એક દાયકામાં ભારતની ઇકોનોમીમાં ઘણુ બદલાયું છે. વિકાસ ઘણો થયો છે આમછતાં વિકાસ દર નીચો રહ્યો છે. ખાસ કરીને મહામારીના દોઢ વર્ષનાં ગાળામાં દેશના વિકાસને વિપરીત અસર પડી છે. પણ સાથે જ કૄષિ ક્ષેત્રે નિકાસની ઉભી થયેલી નવી તકો, ભારતનાં ફોરેક્ષ રિઝર્વમાં થયેલો વધારો દેશની વૈશ્વિક શાખ માટે ફાયદા રૂપ થઇ શકે.

આ ઉપરાંત છેલ્લા એક દાયકામાં  ઇ-કોમર્સે કારોબારની દિશા બદલી નાખી છે. આંકડા બોલે છે કે 2011 ના વર્ષમામ બારતનું ઇ-કોમર્સ માર્કેટ 28500 કરોડ રૂપિયાનું એટલે કે 6.3 અબજ ડોલરનું  હતું જે 2020 માં આઠ ગણું વધીને 50 અબજ ડોલરે પહોંચ્યું છે. વર્ષ 2025 સુધીમાં તે વધીને 188 અબજ ડોલરે પહોંચવાનું અનુમાન મકાયું છે.  2020 નાં આંકડા બોલે છે કે દેશના કુલ રિટેલ માર્કેટનો માંડ ત્રણ ટકા હિસ્સો ઇ-કોમર્સ સગ્મેન્ટ પાસે છે જે 2021 કે 2022 નાં અંત સુધીમાં સાત થી 10 ટકા સુધી પહોંચવાનું અનુમાન છે.

10 પગલાં પાતાળમાં

 

  1. દેશના અર્થતંત્રના વિકાસની ધરોહર ગણાતા શેરબજારો એ સમયે આજનાં સુચકાંકથી ઘણા છેટે હતાં. ઇજઊ સેન્સેક્સ 20000 થી 21000 ની રેન્જમાં ટ્રેડ થતો હતો.
  2. 2010 ના વર્ષમાં ભારત ટેલિકોમ્યુનિકેશનમાં 3 જી નેટવર્ક સાથે જોડાયેલું હતું દેશનો મોટો હિસ્સો સાદા ફોન વાપરતો હતો.
  3. એક દાયકા પહેલાં ભારતનું ફોરેક્ષ ર્રઝર્વ 300 અબજ ડોલરથી ઓછું એટલે કે 297 અબજ ડોલરે હતું. એ સમયે જાપાન તથા રશિયાનું રિઝર્વ અનુક્રમે 1120 અબજ ડોલર તથા 479.40 અબજ ડોલર હતું.
  4. ભારત જ્યારે આઝાદ થયું ત્યારે ઐક ડોલરની કિંમત એક રૂપિયા સમાન હતી. 2010 ના વર્ષમાં એક ડોલરની કિંમત 45 થી 46 રૂપિયા વચ્ચે ચાલતી હતી.
  5. વર્ષ 2010 નાં અંતે ભારતનું વિદેશી દેવું 297.50 અબજ ડોલર હતું. જે માર્ચ-10 નાં અંતે 261.20 અબજ ડોલર હતું. મતલબ કે નવ મહિનાનાં ગાળામાં આપણું વિદેશી દેવું 13.9 ટકા જેટલું વધ્યું હતું. જેના માટે 2008-09 ની મંદી પછીની અસર જવાબદાર હોઇ શકે છે.
  6. એક દાયકા પહેલાં એટલે કે 2010-11 માં ભારતનું કાચામાલનું ઇમ્પોર્ટ 123682 મિલીયન અમેરિકન ડોલર હતું. જ્યારે ઇન્ટરમિડીયેટ ગુડ્ઝ ઇમ્પોર્ટ 124778 મિલીયન ડોલર હતું. સામા પક્ષે દેશનું ઇન્ટરમિડિયેટ ગુડ્ઝ એક્સપોર્ટ 76862 ડોલર હતું.
  7. 2010નાં દાયકા સુધી ભારતનો જી.ડી.પી. 1.50 લાખ કરોડ ડોલરની રેન્જમાં હતો. 2009 માં તે 1.34 લાખ કરોડ ડોલર જ્યારે 2010 માં 1.68 લાખ કરોડ ડોલર રહ્યો હતો. એ વખતે ભારતની ઇકોનોમી બ્રાઝિલ, તથા ઇટાલી જેવા દેશો કરતા પણ પાછળ અને વિશ્વમાં નવમા ક્રમે હતી. ઐક દાયકા પહેલા આપણે અક કે બે ટ્રિલિયન ડોલરની ઇકોનોમીમાં સ્થાન ધરાવતા હતા.
  8. આ એક એવો દાયકો હતો જ્યારે ભારતનો વિકાસ કદાચ ધીમો પણ મક્કમ ગતિઐ આગળ વધી રહ્યો હતો. કારણ કે ત્યારે જીડીપીનો વૄધ્ધિદર 2010 માં 13.3 ટકા જેટલો ઉંચો આવ્યો હતો.
  9. ભારતમાં ઓક્ટોબર-09 માં પેટ્રોલના લિટર દિઠ ભાવ 44 થી 46 રૂપિયાની રેન્જમાં હતા જ્યારે ડિઝલનાં ભાવ લિટર દિઠ 30 થી 32 રૂપિયા હતા. એ સમયે વૈશ્વિક બજારમાં ક્રુડતેલનાં ભાવ 65 થી 70 ડોલરની રેન્જમાં હતા. છતામ પણ ભાવ આટલી નીચી રેન્જમાં હવા પાછળનું મુખ્ય કારણ હતું ઓઇલ કંપનીઓને સરકાર તરફથી મળતી રાહત હતી. એટલે સરકારી તિજોરી ઉપર આયાત બિલ ઉપરાંત સ્થાનિક રાહતોનો મોટો બોજ રહેતો હતો.
  10. એકદાયકા પહેલા સોનાનાં ભાવ 10 ગ્રામ દિઠ 18000 રૂપિયા થી 21000 રૂપિયાની રેન્જમાં હતા. એ વખતે પણ લોકોને સોનાની ખરીદી બહુ મોંઘી પડતી હતી. 2008-0 ની વૈશ્વિક મંદીમાં સોના તથા ચાંદીનાં ભાવોમાં મોટી અફડાતફડી જોવા મળી હતી. એવું કહેવાતું હતું કે બીએસઇ સુચકાંક જ્યારે 10000 થી નીચે ગયો ત્યારે ચર્ચા હતી કે શેરબજાર જો 5000 અંકે પહોંચે તો સોનાનાં ભાવ 50,000 રૂપિયા થઇ જશે. પરંતુ બજારની દિશા બદલાઇ અને શેરબજાર ઉંચકાયુ ત્યારે સોનું સ્થિર થયું હતું.

 

10 પગલાં આકાશમાં

 

  1. દેશના વિકાસમાં છેલ્લા એક દાયકામાં શેરબજારનો અહમ હિસ્સો રહ્યો છે. ઓક્ટોબર-21 માં ઇજઊ સેન્સેક્સ 60000 અંકની સપાટી વટાવી ગયો છે. જો આજ ગતિ જળવાઇ રહે તો આગામી 10 વર્ષમાં સેન્સેક્સ 1,50,000 થઇ શકે છે.
  2. આજે ભારતમાં આશરે 75 કરોડ નાગરિકો સ્માર્ટફોન વાપરે છે, જેઓ ઇન્ટરનેટ તથા વોટ્સઍપ સાથે જોડાયેલા છૈ. કોમ્યુનિકેશન એટલું આગળ નીકળ્યું છે કે આગામી ગણતરીનાં મહિનાઓમાં 5 જી નેટવર્ક સ્થાન લેશૈ જેનાથી પ્રિન્ટીંગ, ટ્રાન્સ્પોર્ટ, બેંકિંગ, મનોંરજન, ન્યુઝ તથા માહિતી પ્રસારણ જેવા ક્ષેત્રોમાં આમુલ પરિવર્તન જોવા મળશે.
  3. ભારતનું ફોરેક્ષ રિઝર્વ એક દાયકામાં બમણાથી વધીને 642 અબજ ડોલરે પહોંચ્યું છે. જ્યારે જાપાનનું અનુક્રમે 1298 અબજ ડોલરે અને રશિયાનું 615. અબજ ડોલરે પહોંચ્યું છે. આમ વિદેશી હુંડિયામણની બાબતમાં ભારતે અન્ય દેશો કરતા વધારે ઝડપી પ્રગતિ કરી છે.
  4. એક દાયકા બાદ આજે એક ડોલર માટે આપણે 75 ભારતીય રૂપિયા ચુકવવા પડે છે. છેલ્લા ત્રણ વર્ષથી ડોલર સામે ભારતીય રૂપિયાની કિમત 70 થી 75 ની રેન્જમાં રહે છે. જેમ ફોરેક્ષ રિઝર્વ વધે, અયાત ઘટે તથા નિકાસ વધે એમ ડોલરની કિંમત કંટ્રોલમાં રહે તેવી ઇકોનોમિસ્ટોની ગણતરી હોય છે. આવા સંજોગોમાં આગામી દાયકામાં ભારત પોતાની કરન્સીને વધુ ધોવાતી અટકાવીને અર્થતંત્ર સુદ્રઢ કરી શકે છે.
  5. સપ્ટેમ્બર-21 માં રિઝર્વ બેંકે જાહેર કરેલા આંકડા પ્રમાણે ભારત ઉપર 571.30 અબજ ડોલરનું કર્જ છે. જે જુન-21 નાં અંત સુધીની ગણતરી પ્રમાણે છૈ. માર્ચ21 નાં અંતે કર્જ 570 અબજ ડોલર હતું અને માર્ચ-2020 નાં અંતે તે 558.40 અબજ ડોલર હતું અને જુન-2020 નાં અંતે 554.50 અબજ ડોલર હતું. આ ઘટાડા માટે મૂખ્યત્વે લોકડાઉનનાં કારણે ક્રુડતેલના ભાવ અને ખપતમાં ઘટાડાને જવાબદાર ગણવામાં આવે છે. અહીં એક ખાસ અવલોકન છે કે 2008-09 ની મંદી બાદ 2010 માં ભારતનું વિદેશી દેવું સતત વધી રહ્યું હતું. જ્યારે 2020માં તેમાં ઘટાડો જોવા મળ્યો છૈ.
  6. વર્ષ 2020-21 નાં લોકડાઉનનાં સમયમાં પણ ભારતનું એક્સપોર્ટ 228.04 અબજ ડોલર જે 2019-20 નાં એજ સમયગાળામાં 264.13 અબજ ડોલર હતું. સામાપક્ષે ઇમ્પોર્ટ 41.99 અબજ ડોલર હતું. અત્રે ખાસ નોંધનીય છે કે 2021-22 નાં નાણાકિય વર્ષમાં ભારતનું એક્સપોર્ટ પ્રથમ છ મહિનામાં જ વધીને 197.11 અબજ ડોલરે પહોંચ્યું છે. જે 2020 કરતાં 57 ટકાનો અને 2019 નાં કોવિડ વિનાનાં સામાન્ય વર્ષ કરતાં 19 ટકાનો વધારો દેખાડે છૈ. કદાચ આજ કારણ છે કે ભારત સરકાર વર્ષે 400 અબજ ડોલરની નિકાસનાં સપનાં દેખાડે છે.
  7. લોકડાઉન પહેલા એટલે કે 2019 માં ભારતનો જી.ડી.પી. 2.87 લાખ કરોડ અમેરિકન ડોલર રહ્યો હતો. જે 2020 માં લોકડાઉનનાં કારણે ઘટીને 2.62 લાખ કરોડ ડોલર રહ્યો છે. જે 2021 નાં અંતે 9.1 ટકા નાં દરે વધવાની ધારણા મુકવામાં આવી છે. જો અંદાજીત આંકડા સાચા પડે તો 2021 નાં અંતે ભારતનો જી.ડી.પી. 3.05 લાખ કરોડ ડોલરનો આંકડો વટાવી જશે. કદાચ આજ કારણ છે કે સરકાર ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સપના દેખાડી રહી છે. 1990 ના દાયકાના આર્થિક સુધારા બાદ 25 વર્ષમાં ભારતનાં જીડીપી માં 700 ટકાનો વધારો જોવા મળ્યો છે. એક દાયકામાં આપણી ઇકોનોમી વિશ્વમાં નવમાં સ્થાનેથી પાંચમા સ્થાને આવી રહી છે.
  8. બે શક જીડીપી ના વિકાસ દરની જ્યાં વાત આવે છે ત્યાં આંકડા ઉલ્ટા દેખાય છે. કારણ કે 2019 નાં સપ્ટેમ્બર મહિના સુધી એટલ કે લોકડાઉન પહેલાં પણ જીડીપી નો વૄધ્ધિ દર 6.3 ટકા નો એટલે કે દાયકાનો સૌથી ઓછો નોંધાયો હતો. ત્યારબાદ તો મહામારીનાં કારણે આંકડા માઇનસમાં જતા રહ્યા હતા.
  9. આજે ક્રુડતેલનાં બેરલ દિઠ ભાવ 80 ડોલર થી 85 ડોલરની રેન્જમાં છે. તથા સ્થાનિક પેટ્રોલ તથા ડિઝલનાં ભાવ 100 રૂપિયાની સપાટી વટાવી ચુક્યા છે. સામાપક્ષે સરકારી તિજોરી પર બોજ હળવો થયો છે.
  10. લોકડાઉનનાં સમયે 10 ગ્રામ દિઠ 55000 રૂપિયાની સપાટી દેખાડનાર સોનું હાલમાં 47000 થી 48000 રુપિયાની રેન્જમા છે. જે ઇકોનોમી સ્થિર થઇ રહી હોવાના સંકેત ગણી શકાય

 

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.