Abtak Media Google News

ટાયર-ટયુબની આડમાં છુપાવેલો  1476 શરાબ મળી રૂ.15 લાખનો મુદામાલ કબ્જે

ધ્રાંગધ્રા-વિરમગામ ધોરી માર્ગ પર આવેલી માલવણ ચોકડીપાસે  ટ્રકમાં ટાયર-ટયુબની આડમાં રૂ.2.12 લાખની કિંમતનો  વિદેશી દારૂ બીયર સાથે   રાજસ્થાની શખ્સની ધરપકડ કરી  રૂ.15 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ઝાલાવડ પંથકમાંથી મોટાપાયે  વિદેશી દારૂની હેરાફેરી  થતી હોવાની રાજકોટ રેન્જના  વડા અશોકકુમાર   યાદવએ  આપેલીસુચનાને  પગલે સુરેન્દ્રનગરના ઈન્ચાર્જ એસ.પી. એચ.પી.દોશીએ દારૂ બંધીનો કડક અમલ કરવાના પગલે પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.જે.ઝાલા સહિતના સ્ટાફે  પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.

વિરમગામ-ધ્રાંગધ્રા હાઇવે પર માલવણ ચોકડી પાસે છટકું ગોઠવી અચાનક દરોડો પાડ્યો હતો.

ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલી રાજસ્થાન પાસીંગની ટ્રકને આંતરીને સઘન તલાશી લેવામાં આવતા આ ટ્રકમાં ટાયર ટ્યુબની આડમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર રાજસ્થાનથી ઝાલાવાડ પંથકમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવાનો પર્દાફાશ કર્યો હતો.

જેમાં ટ્રક ચાલક દીનેશ સાજરામ બિશ્નોઇ ( ઉંમર વર્ષ- 32, રહે- જાનીવાલ ધોરા, તાલુકો અને જીલ્લો- જોધપુર ( રાજસ્થાન ) બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાં ટાયર અને ટ્યુબની આડમાં જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ- 1188 તથા બીયર નંગ- 288 મળી કુલ બોટલો નંગ- 1476, કિંમત રૂ. 2,12,400, ટરબો ટ્રક કિંમત રૂ. 5,00,000, ટાયર ટ્યુબની કિંમત રૂ.7,80,507, મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. 5000 મળી કુલ રૂ. 14,97,907નો મુદામાલ ઝબ્બે કર્યો હતો. બજાણા પોલીસના આ દરોડામાં પી.એસ.આઇ. ડી.જે.ઝાલા, ક્રિપાલસિંહ જશવંતસિંહ, રોહિતકુમાર સુમનચંદ્ર અને યશપાલસિંહ ઘનશ્યામસિંહ સહિતનો બજાણા પોલીસનો સ્ટાફ સાથે હાજર હતો.

પાટડી પંથકમા  1 મહિનામા  39.23 લાખનો શરાબ પકડાયો

દસાડા શંખેશ્વર હાઇવે પર વિદેશી દારૂની 105 બોટલો સાથે રૂ. 3.09 લાખના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા

પાટડીના સલી ગામ પાસેથી વિદેશી દારૂની 288 બોટલો સાથે રૂ. 2.08 લાખના મુદામાલ સાથે પીકઅપ ગાડી ઝડપાઇ

દસાડા શંખેશ્વર હાઇવે પર વિદેશી દારૂની 804 બોટલો સાથે રૂ. 7.04 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સો સાથે બે કાર ઝડપાઇ

પાટડી ફાટક પાસેથી વિદેશી દારૂની 3573 બોટલો સાથે રૂ. 18.73 લાખના મુદામાલ સાથે પાંચ શખ્સો ત્રણ ગાડીઓ સાથે ઝડપાયા

બજાણા પુલ પરથી વિદેશી દારૂની 350 બોટલો સાથે રૂ. 3.57 લાખના મુદામાલ સાથે અકસ્માતગ્રસ્ત કાર ઝડપાઇ

જૈનાબાદ હાઇવે પરથી વિદેશી દારૂની 720 બોટલો સાથે રૂ. 4.72 લાખના મુદામાલ સાથે કાર ઝડપાઇ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.