Abtak Media Google News

સુરતમાં રાજ્યની આઠેય મહાપાલિકાના હોદ્ેદારો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠકમાં વિકાસ કામોના વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરાયા

લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયું છે. રાજ્યની આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્ેદારો સાથે આજે સુરતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેરેથોન બેઠક યોજી હતી. અંદાજે ત્રણ કલાકથી પણ વધુ ચાલેલી આ બેઠકમાં તમામ મહાપાલિકાના મેયર પાસેથી તેઓની કામગીરીના રિપોર્ટ માંગવામાં આવ્યા હતા. સાથોસાથ અલગ-અલગ મુદ્ાઓ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામને ચૂંટણી પહેલા હોમ વર્ક પકડાવી દેવામાં આવ્યું છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સહિત રાજ્યની કુલ આઠ મહાપાલિકાના મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા ઉપરાંત ધારાસભ્યો અને મહાનગરના પ્રમુખ અને મહામંત્રીઓ સાથે સુરત ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ત્રણ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. જેમાં તમામ મહાનગરોમાં હાલ ચાલતા વિકાસકામોની સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તે તમામ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થઇ જાય તે માટે પણ તાકીદ કરાઇ છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે તમામ આઠેય મહાપાલિકાઓમાં હાલ ચાલતા મોટા પ્રોજેક્ટ અને વિકાસકામો ઝડપથી પૂર્ણ થઇ જાય તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. મહાપાલિકાના તમામ મુખ્ય પદાધિકારીઓ પાસેથી તેઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો. નબળી કામગીરી કરનારને સામાન્ય ઠપકો પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બેઠકમાં ધારાસભ્યોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે સંકલનમાં રહી ઝડપથી વિકાસકામો પૂર્ણ થાય તે દિશામાં કામ કરવા માટે જરૂરી સૂચના અપાઇ હતી. જ્યારે સંગઠનના હોદ્ેદારોને લોકસભાની ચૂંટણી પૂર્વે સંગઠન વધુ મજબૂત બને તે વાત પર ભાર મૂકવા જણાવવામાં આવ્યું હતું.

સુરત ખાતે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથેની બેઠકમાં ધારાસભ્યો રમેશભાઇ ટીલાળા ઉપરાંત મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મહામંત્રી જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર ઉપરાંત નવનિયુક્ત પ્રદેશ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા. સતત ત્રણ કલાકથી પણ વધુ ચાલેલી આ બેઠકમાં અલગ-અલગ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તમામ ધારાસભ્યો, સંગઠનના હોદ્ેદારો અને મહાપાલિકાના પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી લક્ષી હોમ વર્ક પકડાવી દેવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેની પણ આછેરી માહિતી આપવામાં આવી હતી.

પુષ્કર પટેલે પાંચ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપ્યું

આજે સુરત ખાતે યોજાયેલી આઠેય મહાનગરપાલિકાઓની બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા વતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે અલગ-અલગ પાંચ પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. સુરત મહાપાલિકા દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની કામગીરીનું વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામ મહાપાલિકાના પ્રતિનિધિઓને તેઓની વિશેષ કામગીરી રજૂ કરવા માટે તક આપવામાં આવી હતી.

જેમાં રાજકોટ વતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇએ અલગ-અલગ પાંચ મુદ્ાઓ રજૂ કર્યા હતા. જેમાં રેસકોર્સ સંકુલમાં એક જ સ્થળોએ તમામ સ્પોર્ટ્સની સુવિધા શહેરીજનોને પુરૂં પાડનાર રાજકોટ માત્ર ગુજરાત જ નહિં પરંતુ સમગ્ર ભારતનું એકમાત્ર શહેર છે. ભગવાન રામના જીવન પ્રસંગોને આવરી લેતા રામવનનું નિર્માણ, આરએમસી ઓન વોટસએપ્પ સેવા, અલગ-અલગ વોર્ડમાં કોર્પોરેશન દ્વારા યોજાતા આયુષ્યમાન ભારત કેમ્પ તથા કાઉન્સીલર્સ મોનિટરીંગ એપ જેવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેની સરાહના પણ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.