Abtak Media Google News

રંગીલા રાજકોટવાસીઓના સુખ અને વૈભવના સંગમ સમાન એરપોર્ટથી ૮૦૦ મીટર દુર એરપોર્ટ રોડ પર પેટ્રીયા સ્યુટસ નુ આગામી રક્ષાબંધનના દિવસે લોકાર્પણ રાખવામાં આવેલ છે. આ ‘પેટ્રીયાસ્યુટસ’ નું નિર્માણ સ્વપ્ન દ્રષ્ટા કલ્પકભાઇ મણિયારના દોરી સંચારથી એન.આર.આઇ. લોકોને દેશ સાથે જોડવા માટે ૧૦૦ એન.આર. આઇ. ના રોકાણ દ્વારા કરવામાં આવ્યું છે. જેને બનાવવા માટે મોહિતભાઇ અને મિહિરભાઇએ અથાક મહેનત કરી છે. આ અંગે વિગતવાર માહીતી કલ્પકભાઇએ પત્રકાર પરિષદ અંતર્ગત આપી હતી.પેટીયા સ્યુટસ માત્ર રહેણાંક કે હોટલ નથી તેના દ્વારા એન.આર.આઇ. લોકો હોટલ જેવી સુવિધાથી આવે ત્યારે રહી શકે છે. અને જયારે ન હોય ત્યારે તેનો ભાડે આપીને કમાણી પણ મેળવી શકે છે. આ ઉપરાંત રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને વિદેશી જેવી સુખ સાહસબી ઘર આંગણે મળી રહેશે.આ એક એવું સ્થળ છે કે જયાં અમેરિકા, ઇગ્લેન્ડ, ફાર ઇસ્ટ, મીડલ ઇસ્ટ કે આફ્રિકા ફરવા માટે જનાર વ્યકિતને જે અનુભુતિ થાય છે તે તમામ આહલાદક અનુભુતિ ત્યાં વગર ઘર બેઠા પેટ્રીયા સ્યુટસ પ્રાપ્ત થાય છે. પેટ્રીયા સ્યુટસ એ એનઆરઆઇ માટેનું એવું ઘર છે કે જેમાં તેમને મળે વૈભવી હોટલની સુવિધા સામાજીક અને કૌટુંબિક મેળાવડા તથા વ્યકિતના જીવનની મજા માણવા મળશે. એક બેડ‚મ તથા ગ્રાન્ડ-ત્રણ બેડ‚મ એવા ત્રણ પ્રકારના સ્ટુયસ છે. કિચન અને ડાયનીંગ ટેબલ લીવીંગ ‚મની સગવડતા છે.પેટ્રીયા સ્યુટસ ખાતેની અન્ય સગવડતાઓ જોઇએ તો સૌ પ્રથમ વખત ગુજરાતમાં સાઉથ આફ્રિકાના વાર્મ બાથ જેવી મજા કરાવતો એકવા મસાજ (જાકુઝી) કોન્ફરન્સ હોલ, ‚ફટોપ રેસ્ટોરન્ટ, બોર્ડરુમ, સ્વીમીંગ પુલ, જીમ અને ફિસનેસ સેન્ટર, સ્પા, અત્યાધુનિક પર્સનલ થિયેટર તથા ગેમઝોનની સુવિધા ઉપલબ્ધ છે.આખી હોટેલ સેન્ટ્રલી એ.સી. લાઇટો મોબાઇલ થકી ઓપરેટ થાય તેવી છે. લોબી લેબલ રેસ્ટારન્ટ અને ‚ફટોપ કેફે કે જે એરપોર્ટ રન-વે ફેસીંગ છે. બીઝનેસ મીટીંગને અનુકુળ ૧પ વ્યકિત માટેનો અતિ આધુનિક બોર્ડરુમ જેમાં અનુવાદની સેવાઓ, મલ્ટીમીડીયા તથા વિડીયો કોન્ફરન્સથી સજજ છે. ૨૦૦ વ્યકિતને સમાવી શકે તેવો વૈભવી કોન્ફરન્સ હોલ, ૫૦૦ વ્યકિતને સમાવી શકે તેવા નૈસગિક વાતાવરણમાં આવેલ કોટ યાર્ડ પ્રસંગને દિપાવી દેશે એવું તેમણે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.