Abtak Media Google News

મંગળવારથી સતત એક સપ્તાહ સુધી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને સાંસ્કૃતિ સહિતના અનેકવિધ કાર્યક્રમો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી સ્વાતંત્ર પર્વની ઉજવણી શહેરના વોર્ડ નં.૧માં કરવામાં આવશે. આગામી મંગળવારથી સતત એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરાશે.આ અંગે વધુ માહિતી આપતા સમાજ કલ્યાણ સમીતીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ૮મીએ સ્વચ્છતા અભિયાન તથા આંગણવાડીનું લોકાર્પણ, ૯મીએ સર્વરોગ નિદાન કેમ્પ,બાળ તંદુરસ્તી હરીફાઈ અને લોક ડાયરો, ૧૦મીએ પેવીંગ બ્લોકનું ખાતમુહૂર્ત, બહેનો માટે વિવિધ હરીફાઈ, ૧૧મીએ ફાયર રેલી, લોકડાયરો, ૧૨મીએ પેવરકામનું ખાતમુહૂર્ત, પેવીંગ બ્લોકનું ખાતમુહૂર્ત અને ડીઆઈ પાઈપ લાઈનનું ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોની ઉજવણી મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, અંજલીબેન ‚પાણી, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મિરાણી, ઉદયભાઈ કાનગડ, ગોવિંદભાઈ પટેલ અને દેવાંગભાઈ માંકડ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.