Abtak Media Google News

ગુજરાતનાં ગરબા અને રાષ્ટ્રપ્રેમનો મંત્રમુગ્ધ કરતો સમન્વય

સમગ્ર દેશમાં હર ઘર તિરંગા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન બાદ દેશની દરેક વ્યક્તિ પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં દેવ ગ્રુપ દ્વારા અનોખી રીતે ગરબા પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું.

Advertisement

Whatsapp Image 2023 08 14 At 5.01.02 Pm

દેશ ભક્તિના રંગમાં ખેલૈયાઓને રંગવામાં આવ્યા હતા. શહેરીજનો ત્રિરંગો હાથમાં રાખી ગરબે ઘૂમ્યા હતા. દેવ ગ્રુપના સંચાલક હિમા પટેલ તેમજ ખેલૈયાઓએ જણાવ્યું હતું કે માત્ર સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જ નહીં પરંતુ દરેક દિવસ અને પળેપળ દેશ પ્રત્યે જુનુન હોવું જોઈએ.તમામ એક બનીને રહીએ નેક બનીને રહીએ.

આમ દેશ પ્રત્યેની લાગણીને અનેકવિધ રીતે દર્શાવતા હોઈએ છીએ ત્યારે ગુજરાતનાં ગરબા અને દેશભક્તિનો સમન્વય અહી જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.