Abtak Media Google News

જખૌ ગામઅરબી સમુદ્રનાં પશ્ચિમ કિનારે વસેલું છે. નલીયાથી ૧૩ કિલોમીટરનાં અંતરે આવેલા જખૌ ગામનાં મઘ્યે ભાગમાં મુળ નાયક મહાવીર સ્વામીનું જૈન જિનાલય આવેલું છે. આ જિનાલય ‘રત્ન ટુંક’ તરીકે ઓળખાય છે. સવંત ૧૯૦૫ મહાસુદ-પ ના જિનાલયની પ્રતિષ્ઠા થયેલ. નિર્માણ અને પ્રતિષ્ઠાકર્તા શેઠ જીવરાજ રતનશી હતા. પ.પૂ. આચાર્ય મુકિતસાગરસુરીશ્ર્વરજી મ.સા. એ પ્રતિષ્ઠામાં નિશ્રા આપેલ.

પ.પૂ. આ દેવ મુકિતસાગર સુરીશ્ર્વરજી મ.સા. ના ઉપદેશથી કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિના શેઠ જીવરાજ રતનશીએ જગતનાં જીવોનાં આત્મકલ્યાણની ભાવનાથી પ્રેરાઇને ભવ્ય જિનાલયનું નિર્માણ આ ગામની અંદર કરાવેલ. જિનાલયને શેઠ જીવરાજ રતનશીએ તેમનાં પિતાના નામથી રત્નટુંક તરીકે ઓળખાવી હતી. અહીં અતિથિગૃહ તથા કાયમી ભોજનશાળા ઉપલબ્ધ છે. જિનાલયનું ર્જીણોઘ્ધાર કાર્ય ચાલુ છે તેવું પ્રબોધ મુનવરે જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.