Abtak Media Google News
  • મેળો પૂરો કરી ભાવિકો સતાધાર, પરબ, તુલસીશ્યામ ,વિરપુર સોમનાથ થી લઈ દ્વારકા ભણી રવાના
  • ૧૧ લાખથી વધુ ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું

ધર્મનગરી જૂનાગઢના પવિત્ર ગિરનાર ની તળેટીમાં ભગવાન ભોળાનાથ ના ગગન ભેદી શિવનાદ સાથે મહાવદ નોમ થી શરૂ થયેલા શિવરાત્રી મેળાનું ગઈકાલે મધ રાત્રે પરંપરાગત રીતે નાગા અવધૂત સાધુઓની શાહી રવાડી બાદ મુર્ગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો વિધિવત રીતે પૂર્ણ થયો હતો આ વખતે મેળામાં 11 લાખ ભક્તોએ પુણ્યનું બાંધવું ભાત ભાથું બાંધ્યું હતું .

The Maha Shivratri Mela Concludes With A Royal Bath Of Avadhuta Sadhus At Bhavnath
The Maha Shivratri Mela concludes with a royal bath of Avadhuta sadhus at Bhavnath

શિવરાત્રીના મેળામાં આ વખતે ધર્મની સાથે સાથે ગિરનારની અસ્મિતા અને પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો . વહીવટી તંત્ર દ્વારા ગોઠવાયેલી  વ્યવસ્થા છતાં પ્લાસ્ટિકનો ઉપયોગ થયો હતો પરંતુ પ્રમાણમાં ખૂબ જ ઘટાડો આવ્યો છે.

The Maha Shivratri Mela Concludes With A Royal Bath Of Avadhuta Sadhus At Bhavnath
The Maha Shivratri Mela concludes with a royal bath of Avadhuta sadhus at Bhavnath

દર વર્ષે ની જેમ આ વર્ષે પણ, પરંપરાગત રીતે મહાવદ નોમ થી ભવનાથમાં શિવરાત્રીનો મેળો શરૂ થયો હતો, અલબત્ત દશામાંનો ક્ષય હોવાથી મેળો ચોથા દિવસે પૂરો થયો હતો ઐતિહાસિક શહેર જૂનાગઢ મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી ભવનાથ મેળા દરમિયાન વાઇબ્રન્ટ રંગો, આનંદી ધૂનો અને આધ્યાત્મિક ઉત્સાહનું કેન્દ્ર બની રહ્યો હતો આ વર્ષે પણ. સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ચાર દિવસ સુધી ગિરનાર તળેટીમાં ધર્મમય માહોલમાં શિવમય બન્યા હતા

ભવનાથના મેળાના ગ્રાઉન્ડમાં ગઈકાલે બપોરથી જ શાહી  રવાડી ના દર્શન માટે ભાવિકોની ભીડ ઉમટી પડી  હતી પરંપરાગત રીતે  ભવનાથ મહાદેવની પૂજા અર્ચના સમયે દિગંબર સાધુઓની રવાડી નીકળી હતી આ વખતે સંતોએ બગીમાં બેસવાના બદલે ટ્રેક્ટરમાં બેસીને ભક્તોને દર્શન આપ્યા હતા. 250 થી વધુ અલગ અલગ ધુણા અને અખાડાઓના હજારો સાધુઓએ હેરત અંગેજ અંગ કસરત તલવાર બાજી અને લાઠી દાવ સાથે ભાવિકોને દર્શન આપી અત્યારે ત્યારે ભવનાથનું મંદિર પરિસર અને મેળાનું ગ્રાઉન્ડ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું

The Maha Shivratri Mela Concludes With A Royal Bath Of Avadhuta Sadhus At Bhavnath
The Maha Shivratri Mela concludes with a royal bath of Avadhuta sadhus at Bhavnath

શિવભક્તો સાધુઓની એક ઝલક જોવા માટે તલીન બન્યા હતા અને મુર્ગીકુંડમાં શાહી સ્નાન કરીને મેળો સમાપન જાહેર કરવામાં આવ્યું હતું.

The Maha Shivratri Mela Concludes With A Royal Bath Of Avadhuta Sadhus At Bhavnath
The Maha Shivratri Mela concludes with a royal bath of Avadhuta sadhus at Bhavnath

મેળામાં ભીડ અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત તેના કરવામાં આવ્યો હતો રાતના 12 ના ટકોરે જ્યારે મુગીકુળમાં શાહી સ્નાન સમાપન થયા બાદ લાખો ભાવિકો જુનાગઢ ભણી વળ્યા હતા. અને માનવ મહેરામણ ના ઘોડાપૂર આવ્યા હોય હોય તેવો ઘાટ સર્જાયો હતો. રેલવે સ્ટેશન. બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં મધરાતે મેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. જુનાગઢ શિવરાત્રી મેળાની પરંપરા મુજબ આ વર્ષે પણ જુનાગઢ નો મેળો પૂર્ણ કરીને ભાવિકો વીરપુર સતાધાર તુલસીશ્યામ પરબ સોમનાથ થી લઈ દ્વારકા ભણી રવાના થયા હતા. આ વર્ષે મેળામાં 11 લાખથી વધુ ભાવિકોએ શિવભક્તિનો લાભ લીધો હતો 250 થી વધુ ઉતારા અન્ ક્ષેત્ર મા લાખો ભાવિકોને સતત ચાર દિવસ સુધી ભાવતા ભોજનનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો શિવરાત્રીનો મેળો સુખરૂપ સંપન્ન થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યું છે જિલ્લા કલેકટર અનિલ રાણાવાસીયા ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર એ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી

શિવરાત્રીનો મેળો પૂરો થયા બાદ આજે ભવનાથના બદલે જાણે કે જુનાગઢ શહેરમાં મેળો ભરાયો હોય તેમ સવારથી ઉપરકોટ સકરબાગ સહિતના ફરવા લાયક સ્થળોએ ભારે ભીડ જામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.