Abtak Media Google News
  • મતદાન મથકનો ગઇ કાલે જ પોલીસે કબ્જો સંભાળી લીધો: મતદાન મથક નજીકના ચૂંટણી પ્રચારના બેનરો હટાવાયા
  • રાજકીયપક્ષોના મતદાન મથકના ટેબલ 200 મીટરની ત્રીજ્યાની બહાર કરાવ્યા

રાજકોટ શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ લોકશાહીના પર્વની ભાવભેર ઉજવણી થઈ રહી છે. શહેર અને જિલ્લાભરમાં લોકો સવારથી જ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. પોલીસે ગઇ કાલથી જ મતદાન મથકની કબ્જો સંભાળી લીધો છે. પ્રચારના બેનરો અને રાજકીય પક્ષોના ટેબલના મતદાન બુથથી 200 મીટરની ત્રિજ્યા બહાર રાખવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ લોકશાહી પર્વની ઉજવણીમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે કેટલાક દિવસથી રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાની સૌથી હાઈવોલ્ટેજ બેઠક ગોંડલ પર પણ સૌથી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તો બીજી તરફ રાજકોટ શહેરમાં પણ ચૂંટણી મતદાન શાંતિપૂર્ણ રહે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ઝળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ખાસ દેખરેખ રાખવામાં આવી છે. સાત સેકશનમાં ગોઠવવામાં આવેલા પોલીસ અને જવાનોના બંદોબસ્ત વચ્ચે આજે શહેરભરમાં મતદાન થઈ રહ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી રાજકોટ શહેરમાં કોઈ પણ અનિચ્છનિય બનાવ સામે આવ્યો નથી. પોલીસ દ્વારા ગઇ કાલથી જ મતદાન મથકનો કબ્જો લઈ લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ મતદાન મથકો પાસેથી રાજકીયપક્ષો ટેબલને 200 મીટરની ત્રિજયાથી બહાર રાખવામાં આવ્યા છે અને ચૂંટણી પ્રચારને લાગતા બેનરો પણ હતવવામાં આવ્યા છે.

અશક્ત વૃદ્ધના મતદાનને લઈ અનિરુદ્ધસિંહ આગબુલા

Untitled 2 Recovered Recovered Recovered Recovered 1

વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પાંચ દ્વારા સૌપ્રથમ વખત અશક્ત વયોવૃદ્ધ મતદારો માટે ઘરે બેઠા મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે વ્યવસ્થા મતદાનના ત્રણ દિવસે પૂર્વે જ કરવામાં આવી હતી. પરંતુ રાજકોટ જિલ્લાની હાઈ વોલ્ટેજ ગણાતી બેઠક પર ચૂંટણીપંચ અને પોલીસ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. રીબડા ગામના અશક્ત વૃદ્ધ મતદારોના પરિવારજનોએ ઘર બેઠા મતદાનની વ્યવસ્થા માટે અનિરુદ્ધસિંહ જાડેજાને રજૂઆત કરી હતી. જેથી અનિરુદ્ધ સિંહ ચૂંટણી ફરજ પર રહેલા અધિકારીઓને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વ્યવસ્થા મતદાનના ત્રણ દિવસ પૂર્વે જ કરવામાં આવી ગયું છે. પરંતુ આ વ્યવસ્થાથી અજાણ વયોવૃદ્ધ મતદાનથી વંચિત રહ્યા હતા. જેથી તેમની સમસ્યાના સમાધાન માટે અનિરુદ્ધ સિંહ જાડેજા આગબબુલા થયા હતા. અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.