Abtak Media Google News

ખેડુતોને લાગતી ઘાટી બંધ: આજથી નવી વ્યવસ્થા શરૂ

સૌરાષ્ટ્રના સૌથી મોટા પીઠ્ઠા પૈકીના એક એવા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજથી મગફળીનું વજન પણ ઘોડી કાંટાના બદલે ઈલેકટ્રીક સ્કેલ પર કરવામાં આવશે હવે તમામ જણસીના વજન ઈલેકટ્રીક કાંટાપર થવા લાગ્યા છે.ખેડુતોને પડતી ઘાટી બંધ થઈ જશે.

આ અંગે વધુ માહિતી આપતા રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરાએ જણાવ્યુંં હતુકે રાજકોટ યાર્ડમાં હાલ તમામ પ્રકારની જણસીનું વજન ઈલેકટ્રીક સ્કેલ મારફત કરવામાં આવે છે. એક માત્ર મગફળીનું વજન પરંપરાગત અને જૂના ઘોડી કાંટા દ્વારા કરવામાં આવતું હતુ જેમાં ખેડુતોને સામાન્ય ઘાટી લાગતી હતી. દરમિયાન છેલ્લા 10 દિવસથીમગફળીનું વજન પણ ઈલેકટ્રીક કાંટાથી શરૂ કરવા માટેની ટ્રાયલ ચાલી રહી હતી.

અલગ અલગ પાસાઓની ચકાસણી કર્યા બાદ હવે આજથી વિધિવત રીતે મગફળીનું વજન પણ ઈલેકટ્રીક કાંટા પર કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.જેમાં એક કોથળામાં મગફળી ભરી તેને સ્કેલ પર મૂકી દેવામાં આવે છે.આ નવી સિસ્ટમથી ખેડુતોને લાગતી ફાયદો મળશે અને વજનમાં એકયુરસી જળવાય રહેશે.

યાર્ડના હાલ ઘઉં, વરિયાળી, ધાણા, રાય, રાયડો, મેથી, લસણ, કપાસ, જીરૂ, સુકા મરચા, ચણા, મગફળીની આવક થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.