Abtak Media Google News

શહેરમાં નવી ૯૯૦૮૧ મિલકતો મળી આવી: ટેકસની આવકનો આંક ૧૪૫ કરોડે આંબ્યો

ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરામાં કાર્પેટ એરીયા આધારીત વેરા પધ્ધતિની અમલવારી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ સુધીમાં ૯૯૦૮૧ મિલકતો મળી આવી છે. નામ ટ્રાન્સફરની ૧૧૨૬ અરજીઓ પેન્ડીંગ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગત ૧લી એપ્રીલથી આજ સુધીમાં નામ ટ્રાન્સફર અંગે ૭૮૪૭ અરજીઓ મળી છે જે પૈકી ૬૭૨૧ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને ૧૧૨૬ અરજીઓ આજની તારીખે પેન્ડીંગ છે. કાર્પેટ એરીયાની અમલવારી બાદ આવેલી વાંધા અરજીઓના નિકાલમાં ટેકસનો સ્ટાફ જોતવાઈ ગયો હોવાના કારણે નામ ટ્રાન્સફરની અરજીઓને નિકાલ કરવામાં આવ્યો નથી. શહેરમાં છેલ્લા સાત માસ દરમિયાન ૯૯૦૮૧ મિલકતો મળી આવી છે. ટેકસની આવકનો આંક આજ સુધીમાં રૂ.૧૪૫ કરોડે પહોંચી જવા પામ્યો છે.

શહેરના ૧૮ વોર્ડમાં ૪.૫૭ લાખ મિલકત હોવાનું નોંધાયું છે. હાલ ઓનલાઈન વેરો ભરનાર કરદાતાને વેરામાં ૫ ટકા વળતર આપવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.