Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંદીપ શર્મા સાથે ખાસ વાતચીત

આંતરરાષ્ટ્રીય માનવઅધિકાર  સુરક્ષા પરિષદ દ્વારા માનવ અધિકારને લઇ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં માનવ અધિકાર સુરક્ષા પરિષદના સંદીપ શર્મા એ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગ્લોબલ હયુમન રાઇટ પ્રોટેકશન કાઉન્સીલ જે યુનિવર્સલ રાઇટ ઉપર કામ કરે છે., અને જે કેન્દ્ર સરકાર તરફથી રજીસ્ટર્ડ છે. અને સાથે સાથે એનજીઓ પણ છે. માનવ અધિકારનો જે ભંગ થઇ રહ્યો છે. તેના બચાવમાં સંસ્થા કામ કરી રહી છે. લોકોની જીંદગી કેવી રીતે સુધારી શકાય તે પણ હેતુથી સંસ્થા કામ કરી રહી છે. સરકારની જે યોજનાઓ જે હોઇ તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે.સંસ્થામાં ફરજ બજાવતા તમામ લોકોને પૂર્ણ રૂપથી પ્રશિક્ષણ આપવામાં આવે છે, જેથી તેઓ જનતાની સમસ્યાને સમજી શકે અને તેનો હલ પણ કાઢી શકે. માનવ અધિકાર જે ભારતમાં પ્રસ્થાપિત થયું છે. તે ૧૯૯૩માં શરુ થયો હતો. પરંતુ લોકો તેને સમજવા અસફળ રહ્યા છે. જેનું એક માત્ર કારણ આપણી શિક્ષણની નીતિ છે. જો ભણતર સમયે તેમને જણાવવામાં આવે અને શિખવાડવામાં આવે તો તેમને ખ્યાલ આવે કે તેમનો હકક અને તેમનો અધિકાર શું છે. માનવ અધિકારને લઇ શહેરમાં સ્થિત ખુબજ સારી છે. જયારે પછાત અને અંતરીયાળ વિસ્તારમાં લોકોની પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. અને જયાં કાનુનની તોહીન થઇ રહી છે. ત્યારે તેઓ એટલે લોકો માને છે કે કાનુનને પૈસા આપી ખરીદી શકાય છે. ભારત કયાંક કયાંક ને પોતાના વિકાસનું બજેટ રક્ષા ઉ૫ર ખર્ચાઇ છે. કારણ કે બીજા દેશોને રક્ષા માટે બજેટ એટલું નથી ફાળવાનું કારણ કે તેમના મિત્રો દેશો તેમની સાથે હોઇ છે. સત્તામાં કોઇપણ પક્ષ હોઇ પણ તે હંમેશા પ્રજાના હિતમાં જ કામ કરતું હોઇ છે. પરંતુ જરૂર છે કે સરકાર જે તે લોકોના હિતમાં કરાયેલા નિર્ણયને જે તે સ્થળ ઉપર જઇ નિહાળે કે તેઓને સહાય મળે છે કે નહિ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.