અંધશ્રધ્ધા નિવારણ માટે લોકોએ તેની માનસિકતા બદલવી પડશે: જયંત પંડયા

‘અંધશ્રધ્ધાથી દૂર રહો, અને તમારો વિકાસ કરો’

૨૧મી સદી વિજ્ઞાન ટેકનોલોજી સદી છે, ચમત્કાર જેવું કાંઈ હોતુ જ નથી: અપશુકન જેવું પણ ના માનો, આજનો શિક્ષિત વર્ગ પણ અંધશ્રધ્ધામાં માને છે જે દુ:ખદ બાબત છે

આજે ૨૧મી સદીમાં માનવી ચંદ્ર પર પહોચી ગયો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ પ્રગતિ કરી છે. તેમ છતા આપણા દેશમાં અમૂક લોકોમાં હજુ પણ ગેરમાન્યતાઓ અકબંધ છે. અંધશ્રધ્ધાની નાબુદી માટે આજે લોકોએ માનસીકતા બદલવાની જરૂર છે. આ અંગે ભારત જન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા અબતક સાથેની વાતચીતમાં જણાવે છે કે અમે ૧૯૯૨માં વિજ્ઞાન જાથાની શરૂઆત કરેલી અને દેશના ૪૦૦ જિલ્લામાં કામ શરૂ કરેલું વિજ્ઞાન જાથાનો વિધિવત પ્રારંભ ૧૯૯૩માં કરેલો અને ગુજરાતની અંદર પણ અમોએ અંધશ્રધ્ધા નાબુદીનુંકામ ઉપાડયું હતુ. આ સંસ્થા ધર્મવિરોધી નથી તેમ છતા ઘણા લોકો એવુ માને છે કે વિજ્ઞાન જાથા ધર્મ સાથે ચેડા કરે છે. પરંતુ અમારો એક માત્ર ઉદેશ્ય લોકોનો અભીગમ વિજ્ઞાનમય બનાવાનો છે. તેમજ લોકો ખોટા ધાર્મિક છેતરપીંડીનો ભોગ ન બને તે માટે બચાવવાનો છે. ગુજરાતમાં વિજ્ઞાન જાથા છેલ્લા ૩૦ વર્ષથી કાર્ય કરી રહી છે. રાજયમાં અમારી વિવિધ ૧૬ બ્રાંચો છે

જયંત પંડયા વધુમાં જણાવે છે કે, આપણા દેશની કમનસીબી એ છે કે સરકારે અંધશ્રધ્ધા વિરૂધ્ધ હજુ સુધી કોઈ કાયદો બનાવ્યો નથી. લેભાગુઓ લોકોના આરોગ્ય, જીંદગી સાથે ચેડા કરે છે. જે અમારા છેલ્લા અનુભવોને આધારે કહી શકાય.

અમારી સંસ્થાને સફળતા મળેલી છે જેનું કારણ ગુજરાત અને કેન્દ્ર સરકારે અમારી પ્રવૃત્તિને બિરદાવી છે. અને પોલીસનોપણ ખૂબ સહયોગ મળી રહ્યો છે. જેથી અમે રાજયના ગામડા ગામડા સુધી પહોચી શકયા છીએ અને કાર્યક્રમો આપી રહ્યા છીએ.

હજુ ઘણા લોકો ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, વિશે ખોટી માન્યતાઓ ધરાવે છે. આ ગ્રહો પૃથ્વીથી લાખો માઈલ દુર છે. જેના ઘર્સણથી તે કોઈગ્રહણથી માનવજીંદગીને કોઈ અસર થતી નથી. પરંતુ ઘણા લેભાગુ તત્વો લોકોને ઉંધ ચશ્મા પહેરાવે છે. અને ગેરમાર્ગે દોરે છે. સૂતકના નિયમો જે બનેલા છે તે પણ તદ્ન ખોટા છે. વિજ્ઞાન જાથા ચંદ્ર ગ્રહણ, સૂર્યગ્રહણ, સમયે નિર્દેશન કાર્યક્રમો યોજે છે અને લોકોને જાગૃત કરે છે. તેમજ માનવ જીવને કોઈ અસરકરતા નથી જે વિજ્ઞાને પણ સાબીત કરી દીધું છે.

જે લોકો વિજ્ઞાનને નથી માનતા તેઓને ક્રિયાકર્મકાંડ કરવુ પડે છે. પૃથ્વીપર દર મીનીટ સારી નરસી ઘટના બનતી રહે છે. પરંતુ એકમાત્ર ભારતમાં જ હિન્દુઓ આ બધા ઘટનાક્રમને અનુસરે છે.

અન્ય દેશોમાં કે અન્ય કોઈ જ્ઞાતિ ધર્મને આ ઘટનાઓથી કાંઈ લાગતુ વળગતું નથી જોકે વર્ષો જુની માન્યતાને સમાજ જલ્દીથી છોડતો નથી જાથાના અનેક કાર્યક્રમો વખતે અમોને ઘણી વખત પ્રજાનો રોષનો ભોગ બની ચૂકયા છીએ.

જાથા ઉપર ચાર વખત મરણતોલ હુમલા થયા છે. લોકો દ્વારા તલવારના ઘા થયા, એસીડ છંટાયું વગેરેનો ભોગ બનવું પડયું છે. પરંતુ અમારૂ મનોબળ મજબુત છે અને સારી બાબત એ છે અને સરકારે હંમેશા સાથ આપ્યો છે.

આજના યુગમાં લોકો વિજ્ઞાન, શિક્ષણને પ્રાધાન્ય આપે તે જરૂરી બન્યું છે. જાથા તર્કને પ્રાધાન્ય આપે છે. આખા દેશમાં ફરીયે છીએ પરંતુ કયાં કોઈ ચમત્કાર જોવા મળ્યા નથી. ચમત્કાર જેવું કાંઈ છે જ નહીં વ્યકિતને ભ્રમ પેદા થતો હોય ત્યારે આભાસ થાય છે..અત્યાર સુધીમાં એકપણ વ્યકિત એવો નથી નીકળ્યો જે જાથાનો પડતાર ઉપાડી શકે.

લોકો સાથે, તેમની ભાવનાઓ સાથે ખીલવાડ થાય છે. અને ખોટી હંબક વાતો થાય છે. જો તમારા પરિવારને સુખી રાખવો હોય તો કયારે ગેરમાન્યતામાં આવવું નહીં અંધશ્રધ્ધા વિકાસ રૂંધે છે. અંતરીયાળ ગામોના લોકોમાંથી ગેરમાન્યતા કાઢવી તે જાથા માટે કઠીન છે. પરંતુ જાથાને સફળતા મળવાનુંકારણ એ છે કે, સંસ્થાએ લોકોમાં વિશ્ર્વાસ ઉભો કર્યો છે.

વિજ્ઞાન જાથાએ જેલમાં, એસઆરપી તાલીમ ભવન, પોલીસ તાલીમ ભવન,તેમ દરેક જગ્યાએ સફળતા કાર્યક્રમો આપ્યા છે. ચમત્કાર એ બીજુ કાંઈ નથી પરંતુ ભૌતીક રાસાયણ, હાથચાલકી અને ગોઠવણ છે. જાથાએ ચળવળથી લોક હૃદયમાં સ્થાન મેળવ્યું છે.

જયંત પંડયા કહે છે કે માનવીએ પોતાની સગવડતા માટે ચોઘડીયા વગેરે બનાવ્યા છે પરંતુ લોકો વિજ્ઞાન પ્રાધાન્ય આપે શિક્ષણને પ્રાધાન્ય આપે તેથી ચોકકસ સફળતા મેળવી શકે. તમે કોઈ અઘટીત બનાવનો ભોગ બનો ત્યારે જયોતિષ કે તાંત્રીક પાસે જવાની કોઈ જરૂર નથી પરંતુ જાતે જ મનન કરો અધ્યન કરો અને જાતે જ પ્રશ્ર્ન ઉકેલો હંમેશાસકારાત્મક વિચારોથી સફળતા મેળવી શકાય છે. નકારાત્મક વિચારોથી નકારાત્મક જ પરિણામ મળે છે.