Abtak Media Google News

શહેરમાં ઠેર ઠેર ભયાનક ખાડા, ચેતવણીના બોર્ડને આડશ નહી રખાતા પ્રજા પર ખતરો

ધોરાજી તંત્ર અને કોન્ટ્રેકટરો ની ગાફેલીયત શહેર માં અનેક રોડ રસ્તા પર ભયાનક ખાડા પડયા રોડ રસ્તા રીપેર કરવા તો દુર રહ્યા ખાડા પાસે ચેતવણી ના બોર્ડ કે કોઈ આડશ પણ ઉભા કરાઈ નથી તંત્ર શું કોઈ નો ભોગ લેવાઈ તેની રાહ જોઈ રહયું છે?

2 ધોરાજી માં તંત્ર અને કોન્ટ્રેકટરો ના રોડ રસ્તા ના કામો થતી ગાફેલીયત થી ધોરાજી ની જનતા ને વધારે  વેઠવાનો સમય આવ્યો છે ધોરાજી માં ભૂગર્ભ ગટર ના કામો હોય કે રોડ રસ્તા ના કે પછી ગારો કિચડ ની સમસ્યા પ્રતિ ની મુશ્કેલી ઓ નો અંત આવતો નથી ઉલ્ટી દિન પરતિદીન જનતા જનાદરન ને મુશ્કેલી ઓ વધતી જાય છે ધોરાજી ના રોડ રસ્તા ના પ્રશ્ને લોકો લડત ચલાવનારા જાગૃત સમીતી ના ચંદુ ભાઈ પટેલ એ મીડિયા સમક્ષ જણાવેલ કે ધોરાજી ના રોડ રસ્તા ની કામગીરી અતંયત નબળી કામગીરી થઈ રહી છે નવાં બનેલ રસ્તા કે મેટલીંગ કામો નબળા થયાં ના પુરાવા પ્રજા જનોએ પ્રતયકસ નીહાળી આ છે ધોરાજી ના રોડ રસ્તા ના કોન્ટ્રેકટરો બે લગામ બન્યા છે ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રેકટરો સામે માત્ર ચીમકી ઉચ્ચારે છે જવાબદારો સામે જો કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તો સરકારી તંત્ર પર પ્રજા જનો નો વિશ્વાસ બેસશે ધોરાજી ખાતે આવેલ પ્રવિણ માકડીયા મીડિયા પરમી સમક્ષ કબુલાત કરતાં જણાવેલ કે ધોરાજી ના વિવિધ રસ્તા ઓ પર ખાડા પડવા કે રસ્તા ઓ બેસી ગયા છે જેનાં કારણે માં ભૂગર્ભ ગટર માં ઉંડા ખોદકામ થયાં હોય અને ઉપર થયેલ પુરાણા બાદ પ્રથમ ચાેમાસું હોવાથી અમુક જગ્યાએ રોડ રસ્તા બેસી ગયા છે જેનાં માટે આર એમ ડી ના કાર્યપાલક ઈજનેર ને તાકીદે સુચના અપાઈ છે વહેલાં માં વહેલી તકે રસ્તા પર ના ખાડા ઓમાં તાત્કાલીક અસર થી મેટલીંગ કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી છે જોવાનું એ રહયું કે ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય શ્રી પ્રવિણ માકડીયા એ જે તાકીદ કરી છે તે તાકીદ ને કોન્ટ્રેકટરો કેટલું સાંભળે છે અને આ લોકો ને જે ખાડા અને ખાબડા અને રોડ રસ્તા મુદે તકલીફો પડી રહી છે તે કેટલાં સમય માં રાહત મળે છે અને આ ચોમાસું માં રોડ રસ્તા અને કાદવ કિચડ માંથી મુક્તિ મળે છે કે વધારો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.