Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં 19 દિવસ પછી ફેરફાર કરવામાં આવ્યો

કર્ણાટકની ચુંટણીનું મતદાન હાલ માં જ પૂરું થયું છે અને તેના એક્ઝીટ પોલ માં બધા જ વ્યસ્ત છે ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં 19 દિવસ પછી ફેરફાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા આપતી રાહતને ઓછી કરીને પેટ્રોલ અને ડીઝલને મોંધા કરાયા છે. દિલ્હીમાં પેટ્રોલ 17 પૈસા, જ્યારે ડીઝલ 21 પૈસા મોંઘું થયું છે. કોલકાતા અને મુંબઈ સહિત બાકીના શહેરોમાં પણ પેટ્રોલના ભાવ વધ્યા છે. 24 એપ્રિલ પછી તેલ કંપનીઓએ પહેલીવાર ભાવમાં ફેરફાર કર્યો છે. પહેલેથી જ એવી આશંકા હતી કે કર્ણાટક ચૂંટણી થતાં જ આવું થશે. 12મે ના રોજ ચૂંટણી થઇ ગઇ છે અને તેના એક જ દિવસ પછી તેલના ભાવ વધી ગયા છે. જો કે છેલ્લા ઘણા દિવસથી કાચા તેલમાં ભાવ વધારો આતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા છે પરતું ચુંટણીના કારણે કેન્દ્ર સરકાર ભાવને જાળવી રાક્યો હતો.

Advertisement

કોલકાતા અને મુંબઈ સહિત બાકીના શહેરોમાં પણ પેટ્રોલના ભાવ વધ્યા છે.

58282645જયારે આપણે ત્યાં ગયા વર્ષે ગુજરાત ચૂંટણી પહેલા ઇન્ડિય ઓઇલ કોર્પોરેશન જેવી સરકારી કંપનીઓએ ત્યાં લગભગ 15 દિવસ સુધી સતત 1-3 પૈસાનો ઘટાડો કર્યો હતો. ગુજરાતમાં 14 ડિસેમ્બર, 2017ના રોજ વિધાનસભા ચૂંટણી થઇ હતી. ત્યાં પણ વોટિંગ પછી તેલ કંપનીઓએ ભાવ વધારવા શરૂ કરી દીધા હાલ પણ તેવું જ થયું છે જો કે કર્ણાટક ચુંટણીનું રીઝલ્ટ પણ બહુજ રસપ્રદ આવે તેવી શક્યતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.