Abtak Media Google News

અસ્મા, બ્રોન્કાઈટીસ, બ્લડપ્રેસર, અનિન્દ્રા સહિતના રોગના નામે પરમીટ લેનારાઓને દારૂને બદલે સારી એલોપથી સારવાર લેવા સલાહ

રાજયમાં જુદા-જુદા રોગોના કારણે દારૂની પરમિટ મેળવનારાઓની તબિયત બગડે તેવા સંકેતો રાજય સરકારે આપ્યા છે, અનિન્દ્રા, માાનો દુ:ખાવો, બેચેની જેવા રોગોમાં સારી મેડિકલ સારવાર ઉપલબ્ધ હોવા છતાં દારૂ પીવાથી આવા રોગોમાં રાહત મળશે. તેવા બહાને નવી પરમીટ ઈશ્યુ કરવામાં તેમજ જૂની પરમીટ રીન્યુ કરવામાં સરકાર સત ર્કતા દાખવા નક્કી કર્યું છે. જેથી તબિયત માટે પરમિટનો દારૂ પિનારાઓની તબિયત બગડે તેવા સંજોગો ઉભા થયા છે.

ગાંધીના ગુજરાતમાં શરાબ શોખીનો આસાનીી દારૂ મળી રહે તે માયે સરકારની માર્ગદર્શિકા મુજબ અસ્મા, બ્રોન્કાઈટીસ, અનિન્દ્રા, હાઈપર ટેન્શન, હાઈ બ્લડપ્રેસર, બેચેની જેવી બિમારીઓને કારણે તબીબી અભિપ્રાય હેઠળ નશાબંધી વિભાગ દ્વારા હેલ્ પરમિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે. ત્યારે સરકારે આ નીતિમાં ફેર બદલ લાવવા નક્કી કર્યું હોવાનું ગૃહ વિભાગનાં સૂત્રો જણાવી રહ્યાં છે. ગૃહ વિભાગના મતે હવેી આવી બિમારીઓમાં સારી એલોપથી સારવાર ઉપલબ્ધ હોય દારૂની પરમિટોની ભલામણ પૂર્વે તમામ પાસાઓની ચકાસણી કરાશે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં ૪૨૨૯૧ લોકો હેલ્ પરમિટ હેઠળ દારૂ પિવાનો પરવાનો ધરાવે છે. જેમાં ગત વર્ષે ૧૦ ટકા વધારા સો ૪૦૦૦ નવા પરમિટ ધારકોનો ઉમેરો થયો છે. દરમિયાન હવે નવી પરમિટ ઈશ્યુ કરવામાં તેમજ જૂની પરમિટ રીન્યુ કરવામાં તમામ પાસાઓની ચકાસણી કરવા ઉપરાંત શંકાસ્પદ કિસ્સામાં તબીબી પરિસ્થિતિ સમિક્ષા માટે ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી હોવાનું ગૃહ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.