Abtak Media Google News

હ્યુન્ડાઇ ક્રેટાનો નવો લુક આવતા વર્ષે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે. વર્તમાન મોડલની સરખામણીએ નવાં મોડલમાં મોટા ફેરફાર થવાની અપેક્ષા છે. નવી ક્રેટાની ડિઝાઇન નવી હ્યુન્ડાઇ ix25 (ક્રેટાનું ચીનમાં વેચાતું મોડલ)માંથી લેવામાં આવશે. અગાઉ આવેલા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે, નવી ix25ની ડિઝાઇન તેના વર્તમાન મોડલથી ખૂબ અલગ હશે. તાજેતરમાં જ લીક થયેલી તસવીરથી સ્પષ્ટ થઈ ગયું છે કે એસયુવીના નવાં મોડેલનો દેખાવ જુના મોડલથી અલગ હશે.

લીક થયેલા ફોટોગ્રાફ્સ પરથી જોવા મળી રહ્યું છે કે, નવી હ્યુન્ડાઇ ક્રેટા ix25નાં ફ્રંટમાં સ્પ્લિટ હેડલેમ્પ હશે. એસયુવીમાં વર્તમાન મોડેલ કરતા મોટી અને વી આકાર એલઇડી ટેલલાઇટ હશે. ટેલલાઇટની ટોચ પર એસયુવીની સંપૂર્ણ પહોળાઈમાં એક સ્ટ્રીપ આપવામાં આવી છે અને તેની વચ્ચે ઘણી એલઇડી લાઇટ્સ છે, જે નવી ક્રેટાને મોડર્ન લુક આપશે.

આ ઉપરાંત, નવી ix25માં ફોકસ સ્કિડ પ્લેસ સાથે નવું રીઅર બંપર મળશે. લીક તસવીરમાં એ પણ જોવા મળ્યું કે, નવી ક્રેટા એટલે કે નવી ix25નાં એલોય વ્હીલ્સ કંપનીનાં તાજેતરમાં જ લોન્ચ થયેલી સબ-કોમ્પેક્ટ એસયુવી વેન્યૂ જેવાં હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.