Abtak Media Google News

ખેડૂતોને સાવચેત રહેવા તાકીદ: યોગ્ય દવાના છંટકાવથી પાકને બચાવી શકાય છે

અમરેલી જિલ્લામાં ચાલુ ખરીફ ઋતુ બીટી કપાસના પાકમાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ જોવા મળે તો ખેડુતોએ આ સમસ્યાના નિવારણ માટે તકેદારીના પગલા લેવાના રહે છે. આ માટે જિલ્લા ખેતીવાડી શાખાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા વિવિધ ઉપાયો વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ માહિતી અને માર્ગદર્શન અનુસરી બી ટી કપાસમાં થતી ગુલાબી ઇયળનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. આ ઉપાયો મુજબ, અગાઉ પૂરા થઈ ગયા હોય, કપાસના ખેતરમાં ખરી પડેલા ફુલ, કળી અને જીંડવા ભેગા કરી સેન્દ્રીય ખાતર બનાવવા તેનો ઉપયોગ કરવો જોઈએ.

ઉપદ્રવની શરુઆતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેકટરે 40 પ્રમાણે ગુલાબી ઇયળની નર કુદીને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા, કપાસના પાકમાં ફુલ-ભમરી, જીડવાની શરૂઆત થતા અસ્તવ્યસ્ત પધ્ધતિથી 100 કુલ-ભમરી જીંડવા તપાસવા. તે પૈકી પાંચમાં ગુલાબી ઇયળની હાજરી જોવા મળે તો કીટનાશક દવાનો છંટકાવ કરવો, ક્ષમ્યમાત્રાને અનુસરી ક્વિનાલફોસ 25 ઈ.સી 20 મી.લી. અથવા કલોરપાયરીફોસ 20 ઈ.સી. 20 મી.લી. અથવા પ્રોફેનોફોસ 50 ઇ.સી. 10 મી.મી, અથવા સાયપરમેથ્રીન 10 ઈસી 10 મી.લી. અથવા સાયપરમેથ્રીન 25 ઈસી 04 મી.લી અથવા આલ્ફાસાયપરમેથીન 10 ઇ.સી. 10 મી.લી. અથવા સ્પીનોસાઇડ 45 એસ.સી 03 મી.લી. અથવા એમોમેક્ટીન બેનઝોએટ 5 એસ.જી 03 ગ્રામ અથવા ડેલ્ટા મેથ્રીન 1 ટકા, ટ્રાયઝોફેસ 35 ટકા ઇસી 10 મી.લી. અથવા ક્લોરપાયરીફોસ 16 ટકા, આલ્ફાસાયપ્રમેથ્રીન 1 ટકા ઈ.સી 10 મી.લી. અથવા ફેનપ્રોપેથીન 30 ઈસી 1 મી.લી. અથવા થાયોડીકાર્બ 75 ડબલ્યુ પી 10 ગ્રામ કીટનાશક દવા 10 લીટર પાણીમાં ભેળવી વારા ફરતી છંટકાવ કરવો.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારીી, જિલ્લા ખેતીવાડી અધિકારીી, નાયબ ખેતી નિયામકશ્રી અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-180-1551નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યુ છે.

ધ્રાંગધ્રા પંથકમાં ચોમાસામાં કપાસનું વાવેતર ખેડૂતો કરવામા આવ્યુ છે. હાલ કપાસના પાકમાં ગુલાબી ઈયળના રોયથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. હાલ કૃષિ નિષ્ણાત યોગ્ય દવાનો છટકાવ કરી પાકને નુકશાન થતુ બચાવી શકાયની સલાહ આપી છે.

ધ્રાંગધ્રા પંથક પિયત વિસ્તાર હોવાથી બોર અને નર્મદાની કેનાલ સુવિધા હોવાંથી ચોમાસામાં 25 હજાર હેકટરમાં કપાસનુ વાવેતર કરાયુ છે.પરંતુ હાલ કપાસના પાકમાં વરસાદ બાદ ગુલાબી ઈયળ અનેનો રોયનો ઉપદ્રવ જોવા મળી રહયો છે. તેના લીધે પાકને નુકશાન થવાનો અને ઓછો ઉતારો આવવાનો ભફ સતાવતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આ અંગે ખેડૂત ડાયાભાઈ દલવાડીએ જણાવ્યું કે કપાસના પાકનુ વાવેતર કરી સારી કમાણી કરવાની ખેડૂતોને આશા હતી પણ પાક ઉપર આવી ગયો જીંડવા બેસી ગયા છે.જેમાં થોડા દિવસથી ગુલાબી ઈયળ અને રોગનો ઉપદ્રવ વધતા પરેશાન થઈ ગયા છીએ.આમ હાલ ખેડૂતોને મોંમા આવેલ કોળીયો ઝુંટવાઈ જવાની ભીતી સતાવી રહી છે.ચોમાસામાં વરસાદ બાદ રોગના નુકસાનથી ખેડુતોને પડ્યા પર પાટુ જેવા હાલ થયા છે.

આ અંગે કૃષીનિષ્ણાંત ભાઈલાલભાઈ પટેલે જણાવ્યું કે કપાસમા ગુલાબી ઈયળ લઈને નુકશાન થાય છે.તેથી પાકમા માઈકોઝેમ પાવડર અને પ્રોફેનોફોસના દવાનો છંટકાવ કરી નિયત્રણ મેળવી શકાય છે.અને જરૂર જણાય તો કુષીનિષ્ણાંતોને રૂબરૂ મુલાકાત લેવડાવી સલાહ લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.