Abtak Media Google News

રોજ દસ લોકોનું ખાડાને લીધે મોત

સમગ્ર ભારતમાં ઘણા વિસ્તારોમાં ખાડાયુકત રસ્તાઓ આવેલા છે. આ ખાડાઓના લીધે થતાં મૃત્યુઓને લઇને સુપ્રીમે કડક વલણ અપનાવ્યું છે.

ખરાબ રસ્તાઓને લઇને થઇ રહેલા મૃત્યુઓ પર ખેદ વ્યકત કરતા સુપ્રીમે જણાવ્યું હતું કે: આતંકવાદીઓ અને નકસલવાદીઓ દ્વારા મૃત્યુ પામતા લોકો કરતા ખાડાઓના લીધે મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધે તે શરમજનક બાબત છે. તેમજ ખરાબ રસ્તાને લીધે મૃત્યુ પામતા લોકોને વળતર આપવા પણ તંત્રએ વિચારણા કરવી જોઇએ.

વર્ષ ૨૦૧૭ માં ૩૫૯૭ લોકોનું ખાડા કે ખરાબ રસ્તા પર થયેલા અકસ્માતમાં લીધે મોત થયા હતાં. એટલે કે દરરોજ ૧૦ લોકોના મોત ખાડા કે ખરાબ રસ્તાને લીધે થઇ રહ્યા છે. ૨૦૧૬માં ૧૮૦૦ જેટલા લોકોનાં મોત ખાડાને લીધે થયા હતા. તો આ આંકડો ૨૦૧૭માં ડબલ થયો હતો. ૨૦૧૭માં આતંકી હુમલો કે નકસલી હુમલામાં ૮૦૩ લોકોનાં મોત થયા હતા. સુપ્રીમે ઝાટકણી કાઢતા કહ્યું હતું કે આતંકી હુમલા કરતા ખાડાઓના લીધે વધુ મોત થાય તે દેશ માટે શરમજનક બાબત છે.

એટવોકેટ ગૌરવ અગ્રવાલે સુપ્રીમમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, ૧૪,૯૩૬ લોકોનાં મોત છેલ્લા પાંચ વર્ષમાં ખાડાઓ અને ખરાબ રસ્તાને લીધે થવા છે. ત્યારે મહાનગરપાલિકા, રાજય સરકાર કે નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા આ રસ્તાઓનું નિર્માણ થયા બાદ જાળવણી કરવામાં ન આવતા આ મૃત્યુઓ થઇ રહ્યા છે. આ અંગે મૃત્ય પામનારના પરીવારજનોને વળતર આપવાની પણ કાયદામાં જોગવાઇ છે તો આ અંગે તંત્ર વારસોને સુચના આપવા સુપ્રીમમાં રજુઆત કરવામાં આવી હતી.

સૃુપ્રીમે જાહેર વિકાસ વિભાગ એટલે કે પી.ડબલ્યુ.ડી., જીલ્લા પોલીસ વડા, એનએચએઆઇ, જાહેર પરીવહન વિભાગને સુચનો આપીને લોકોને વધુ તકલીફ ન થાય અને મૃત્યુની સંખ્ટા ઘટે તે પ્રમાણે નીતીઓનું નિર્માણ કરવા પણ સુચનાઓ આપવામાં આવી હતી.

સાથે સાથે મૃત્યુના પરિવારજનોને વળતર ચુકવવાના આશયથી નીતીઓનું નિર્માણ કરવા માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. સુપ્રીમે અંતમાં જણાવ્યું હતું કે ખરાબ રસ્તાઓ અને ખાડાઓનાં લીધે મૃત્યુ પામેલા લોકોના અંગે કોણ જવાબદાર છે. આ લોકોને વળતર આપવું એ પણ તંત્રની જવાબદારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.