Abtak Media Google News
  • ત્રણ વર્ષ સુધી લગ્નની લાલચ આપી હોટલમાં આચર્યુ દુષ્કર્મ

Rajkot News

ત્રણ વર્ષથી પ્રેમનો ખેલ ખેલ્યો અંતે લગ્નની ના કહી દીધી યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમીનું હોટેલમાં લઈ જઈ અનેકવાર દુષ્કર્મ શહેરમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી લગ્નની લાલચ આપી પ્રેમનો ખેલ ખેલવામાં આવ્યો હતો અને પ્રેમમાં ફસાયેલી યુવતીને હોટેલમાં લઈ જઈ પ્રેમીએ અનેક વખત બળજબરી આચરી દુષ્કર્મ આચર્યું હતું અને અંતે યુવતી સાથે લગ્ન કરવાની ના કહી સંબંધ તોડી નાખ્યા હતા.

શહેરમાં રહેતી યુવતીએ પ્ર.નગરપોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયદીપ લુભાણીનું નામ આપ્યું હતું .ફરિયાદમાં જણાવ્યું હતું કે, જવફળ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે, ત્રણેક વર્ષ પહેલા જયદીપ લુભાણીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા તેને એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ બંને મોબાઇલ પર વાતચીત કરતા થયા હતા.

વાતો દરમિયાન જયદીપ લુભાણીએ તું મને ખુબ ગમે છે. હું તને પ્રેમ કરૂ છું અને લગ્ન કરવાઇચ્છુ છું તેમ કહી યુવતીને ફસાવીક્ષહતી અને બહાર મળવા માટે બોલાવતો હતો અને એક દિવસ શહેરની એક હોટેલમાં લઇ જઇ ત્યાં યુવતી સાથે બળજબરી કરી શરીર સંબંધ બાંધ્યા હતા, ત્યારબાદ પણ યુવતીને લગ્નના નામે અનેક વખત ધમકાવી હોટેલમાં લઇ જઇ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો, યુવતી લગ્નનું કહે ત્યારે જયદીપ અલગ અલગ બહાના કાઢી લગ્નની વાતો ઉડાવી દેતો હતો અને અંતે લગ્ન કરવાની ના કહી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.