Abtak Media Google News

સિવિક સેન્ટર બોપલ ખાતે એએમસી, ઔડા અને પશ્ર્ચિમ રેલવેના 267 કરોડના વિકાસકામોનું ઇ-લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહએ સીવીક સેન્ટર બોપલ ખાતે એએમસી, ઔડા અને પશ્ર્ચિર રેલવેના 267 કરોડના વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતું. જેમાં બોપલ ખાતે ચાર કરોડના ખર્ચે સીટી સીવીલ સેન્ટર, વિઘાર્થીઓ માટે છ કરોડ નેવું લાખના ખર્ચે પુસ્તકાલય, ગોતા વેજલપુર, વોર્ડમાં અદ્યતન પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી સેન્ટર, વેજલપુર વોર્ડમાં સબ ઝોનલ ઓફીસ, ઘુમાં આજુબાજુ રીંગ રોડ પરના ગ્રામ્ય વિસ્તાર માટે જીલ જીવન મિશન અંતર્ગત નર્મદના પાણી વિતરણની વ્યવસ્થા, અમદાવાદ, ચાંદલોડીયા, આંબલી, ખોડીયાર અને કલોલ રેલવે સ્ટેશન નવીનીકરણ અને યાત્રી સુવિધામાં વધારો જેવી નાગરીકોના સ્વાસ્થ્ય, રોજીંદી સુવિધાઓ, સુખાકારી અને શૈક્ષણિક હેતુ માટેના આયામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ અમિતભાઇ શાહે બોપલ ખાતે ઔડા દ્વારા નવનિમિત લાયબ્રેરી અને વેજલપુર ખાતે એએમસી દ્વારા નવનિર્મિત કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે અમિતભાઇ શાહે જણાવ્યું હતું કે, એએમસી, ઔડા અને પશ્ર્ચિમ રેલવેના કુલ 14 જેટલા વિકાસ કાર્યોનું 267 કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહુર્ત થઇ રહ્યા છે. અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના તેમજ અમદાવાદના નાગરીકોની સુખ-સૃુવિધામાં વધારો થઇ રહ્યો છે. તે મારા માટે હર્ષનો વિષય છે. તેઓએ કહ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકારના અવિરત પ્રયાસો અને રાજયની ભાજપ સરકારના સહકારના પરિણામો કોરોના કાળમાં પણ વિકાસયાત્રા અવિરતપણે આગળ ધપી રહી છે.

આવનારા 30 વર્ષ સુધી ધુમાં અને રીંગરોડ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આબાદી વધવા છતા પુરતું નર્મદાનું શુઘ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ બને તે માટે ઔડા દ્વારા દુરંદેશીતા સાથે આયોજન થયું છે. જે અન્વયે 15 ઓવર હેડ ટાંકીએ અને 100 કિલોમીટર જેટલી પાઇપલાઇનનું નેટવર્ક કાર્યશ્રત કરવામાં આવશે. આ પ્રોજેકટ થકી નાગરીકોને શુઘ્ધ પીવાનું પાણી અવિરતપણે ઉપલબ્ધ થશે.

શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની પ્રગતિ માટે કટીબધ્ધતા વ્યકત કરતા જણાવ્યું હતુકે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રનાં નાગરીકોએ મારા પર વિશ્ર્વાસ મૂકયો છે તે માટે હું તેમનો આભારી છું મારા પર મૂકેલા વિશ્ર્વાસ અને નાગરીકોનાં અપાર સ્નેહ અને ભરોસાના લીધે મારા લોકસભા ક્ષેત્રમાં વિકાસ કાર્યોની યાત્રાનો ઉન્નત શિખર સુધી લઈ જવાની ઉર્જાનો સંચાર થાય છે.

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રામ્ય અને શહેરી એમ બંને પ્રકારનાં વિસ્તારો સમાયેલા છે. આગામી 2024 સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર વિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં અગ્રેસર રહે તેવા સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે.કેન્દ્રની અને રાજયની ભાજપ સરકારે અનેકવિધ યોજનાઓનાં માધ્યમથી નાગરીકોનાં આરોગ્યની સારસંભાળ સુખાકારીમાં વધારો અને જીવન ધોરણમાં બદલાવ માટેના પ્રયત્નો કર્યા છે. આ યોજનાઓનો સુચારૂ અમલ થાય અને લોકોને તેનો મહતમ લાભ મળે તે જોવાની આપણા સૌની સહિયારી જવાબદારીબ ને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.