Abtak Media Google News
ગણેશજીની આરાધનામાં પોલીસ બેડાના અનેક અધિકારીઓની હાજરી

મિલપરામાં પરંપરાગત રીતે ઉજવાતા ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગણેશોત્સવમાં છેલ્લા દિવસે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની ખાસ ઉ5સ્થિતિમાં તેઓએ મહાઆરતી તેમજ દુંદાળાના આશિર્વાદ મેળવ્યા હતા. જે સમગ્ર પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.

ગણેશ ઉત્સવના પૂર્વ નિમિતે પોલીસ બેડાના અધિકારીઓ જેવા કે પ્રવિણ કુમાર મીણા, ભક્તિનગર પીઆઇ ચાવડા તથા ડી-સ્ટાફના કર્મચારીઓએ પણ ગણેશજીની પૂજા-અર્ચના કરીને મહાઆરતીનો લાભ મેળવ્યો હતો તેમજ ભાજપના હેમાંગભાઇ પીપળીયા તથા વોર્ડ પ્રમુખ હાજર રહ્યા હતાં.

‘મિલપરા કા રાજા’ના ઉત્સવ અંતર્ગત પ્રમુખ પદે જગદિશભાઇ ભટ્ટ તથા સહભાગીદારો અને સ્વયંસેવકો કશ્યપભાઇ ભટ્ટ, દેવાંગ ભટ્ટ તથા પંકજભાઇ ભટ્ટ, જયેશભાઇ માવાણી દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું. આમ વિસ્તારના ધાર્મિક પર્વમાં ભાવિકોએ સાથેસાથ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતાં.

આમ પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશ ઉત્સવના બધા દિવસે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ રોજ મહાઆરતી અને પ્રસાદનું આયોજન ગણપતિના સાનિઘ્યમાં સ્વયસેવકો દ્વારા ઉમંગ અને ઉત્સાહભેર ગણપતિમય બનીને કરવામાં આવે છે. આમ, વિસર્જન પણ ધામેધૂમે કરીને જલ્દી જલ્દી પધારવા પ્રાર્થના અર્ચન પણ કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.