Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લામા કુલ ત્રણ સબજેલ આવેલી છે જેમા સુરેન્દ્રનગર, લિમડી તથા ધ્રાગધ્રામા કાચાકામના કેદીઓને રાખવામા આવે છે જોકે જીલ્લાની ત્રણ સબજેલોમાથી સુરેન્દ્રનગર તથા ધ્રાગધ્રાની સબજેલ હંમેશા ચચાઁમા રહેતી આવી છે. અહિ વારંવાર મોબાઇલ, સીમકાર્ડ ચાર્જર, સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ ચેકીંગમા ઝડપી લેવાય છે.

ત્યારે ફરી આજરોજ ધ્રાગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધા સહિત જીલ્લાની એસ..જી, એલ.સી.બી, સ્થાનિક સીટી તથા તાલુકા પોલીસના સ્ટાફ સહિતના પોલીસનો મોટા કાફલો સવારના સમયે અચાનક સબજેલમા સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવા આવી પહોચ્યો હતો.

સવારના સમયે અચાનક પોલીસનો મોટો કાફલાે સબજેલમા પ્રવેશ થતાની સાથે જ કેદીઓના મનમા ડર ઉદભવ થયો હતો. જ્યારે ચેકીંગ માટે આવેલા પોલીસે ધ્રાગધ્રા સબજેલની તમામ બેરેકોને ફીંદી નાખી હતી પરંતુ કોઇ પ્રતિબંધીત ચીજવસ્તુઓ હાથ લાગી ન હતી.

જોકે અગાઉ કેટલાક લેભાગુ પોલીસ ગાર્ડ અને જેલરના લીધે આ સબજેલમા આસાનીથી પ્રતિબંધીત ચીજવસ્તુઓ પહોચતી હતી પરંતુ એકસાથે તમામ પોલીસ ગાર્ડની બદલી તથા સબજેલના જેલર સામે લાંચ માંવાના ગૃન્હા હેઠળ કાયદેસરની કાર્યવાહી થતા હવે ધીરેધીરે ધ્રાગધ્રા સબજેલનુ તંત્ર સુધરતુ હોય તેમ નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.