Abtak Media Google News

અલગ અલગ ટીમો દ્વારા રાઉન્ડ ધ કલોક પ્રોકિંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકા મથકોમાં આવતીકાલથી જ અમલ વારી ચાલુ કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લાની પસાર થતી કેનાલમાં પર પોલીસના પહેરા બેસાડી દેવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકે પાણી ચોરી અટકાવવા માટેના એક્શન પ્લાન શરૂ કરી આપ્યા છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલ છેવાડાના ગામો જે આવેલા છે ત્યાં સુધી પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની છે અને કેનાલોમાંથી પાણી ની બેફામ ચોરી થતી હોવાનું સરકારના ધ્યાન ઉપર આવતા આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે જેના કારણે ખેડૂતોમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાતો પડયા છે ત્યારે હાલમાં સરકારશ્રીના જાહેરનામાનો અમલ તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે

આમ જનતાની પાયાની જરૂરીયાતો સંતોષાય તે માટે પોલીસ દ્વારા સતત લાગતા વળગતા વિભાગો સાથે સંકલન રાખી કાર્યવાહી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ગામોને પીવાનું પાણી તેમજ સિંચાઈનું પાણી પાઈપલાઈન તેમજ નહેર દ્વારા પહોંચાડવામાં આવે છે. જોકે, અમુક શખ્સો પાણીની અંડરગ્રાઉન્ડ લાઈનમાં પંચર કરી તથા એર વાલ્વમાં ભંગાણ કરીને પાણી ચોરી કરી રહ્યા છે. જેને રોકવા માટે પોલીસે ખાસ અક્શન પ્લાન બનાવ્યો છે. નર્મદા પાણીની અન્ડર ગ્રાઉન્ડ પાઇપલાઇન ઉપર અલગ-અલગ ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ અને ચેકીંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત દ્વારા જિલ્લાનો કાર્યભાર સંભાળ્યા બાદ હંમેશા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ જળવાઇ રહે અને આમ જનતાની પાયાની જરૂરીયાતો સંતોષાય તે માટે સતત ચિંતિત રહી લગતા વળગતા વિભાગો સાથે સતત સંકલન રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પાણી પુરવઠા વિભાગ તથા રેવન્યુ વિભાગ તથા ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ એજન્સી સાથે સતત સંકલન રાખી જિલ્લામાં થતી પાણી ચોરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં અમુક શખ્સો દ્વારા પંચર કરી પીવાના પાણીની ચોરી કરવામાં આવે છે. ત્યારે આ પાણીનો સિંચાઇ કે અન્ય ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં ન આવે તે માટે પોલીસ દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરી ઉપરોકત વિભાગ/એજન્સીની ટીમો સાથે મુળી, સાયલા, ચોટીલા, નાની મોલડી, લખતર, ધ્રાંગધ્રા, તાલુકા વિગેરે પો.સ્ટે. તેમજ ડીવીઝનની ટીમ તથા એલ.સી.બી. – એસ.ઓ.જી.ની એમ અલગ અધિકારી-કર્મચારીઓની ટીમો બનાવી, દરેક ટીમો દ્વારા લગતા વળગતા વિભાગ સાથે સંકલન રાખી, રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખી તથા આકસ્મિક ચેકીંગ હાથ ધરી પાણી ચોરી કરતા ઇસમો શોધી કાઢી તેઓ વિરૂદ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.