Abtak Media Google News

વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળનાં કેમેરા દ્વારા ટ્રાફિક નિયમભંગનાં કેસોમાં, વર્ષે અંદાજે એકાદ કરોડ રૂપિયાનાં ઈ-ચલણ ઇસ્યુ: પચાસ ટકા જેટલી વસૂલાત બાકી

જામનગરમાં હજુ પણ ઘણાં લોકો એવા વહેમમાં છે કે, તેઓ શહેરમાં રોડ પર વાહન ચલાવતાં હોય છે ત્યારે, પોલીસની તેમનાં પર નજર નથી હોતી ! આ વાહનચાલકો ભૂલી ગયા છે કે, શહેરમાં વિવિધ લોકેશન પર લગાવવામાં આવેલાં કેમેરા તમારી પર સતત વોચ રાખી રહ્યા છે. અને તમારૂં ટ્રાફિક નિયમભંગ બદલનું ઈ-ચલણ જનરેટ થઈ શકે છે !

Img 20230719 Wa0019

શહેરમાં બેડી બંદર રોડ, ગૌરવ પથ, સાત રસ્તા, સુમેર ક્લબ રોડ, ઈન્દિરા રોડ, સુપર માર્કેટ વિસ્તાર સહિતનાં રસ્તાઓ પર કુલ 77 લોકેશન એવાં છે જે રસ્તાઓ પર વાહન ચલાવતી વખતે જો તમે ટ્રાફિક નિયમભંગ કરો છો તો તમારું ઈ-ચલણ જનરેટ થઈ શકે છે. તમારે નિયમભંગનાં મુદ્દે દંડ ભરવો પડી શકે છે. જે વિસ્તારમાં ટ્રાફિક પોલીસ હાજર નથી હોતી તેવા વિસ્તારોમાં પણ તમારે તમારૂં વાહન ટ્રાફિક નિયમો અનુસાર ચલાવવું ફરજિયાત છે. પોલીસની ત્રીજી આંખ તમને તથા તમારા વાહનને જોઈ રહી છે. તમે સર્વેલન્સ હેઠળ હો છો.

જામનગરમાં આ રીતે જુદાં જુદાં 77 લોકેશન પર લગાવવામાં આવેલાં કેમેરાની મદદથી 15-02-2020 થી 29-03-2023 સુધીમાં પોલીસે એટલે કે નેત્રમ પ્રોજેક્ટ હેઠળનાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કુલ 68,836 ઈ-ચલણ જનરેટ થઈ ચૂક્યા છે. અને ટ્રાફિકનાં જુદાં જુદાં નિયમોનાં ભંગના કિસ્સાઓમાં કુલ રૂ. 2,97,37,900 નાં ઈ-ચલણ બની ચૂક્યા છે ! જે પૈકી 33,017 ઇ-ચલણો એવાં છે જેમાં કસૂરવાર વાહનચાલકો દ્વારા સરકારમાં કુલ રૂ. 1,26,96,900 ની રકમ દંડ તરીકે જમા પણ કરાવી દેવામાં આવી છે. જો કે, હજુ પણ 35,819 ઈ-ચલણ એવાં છે જેની કુલ રકમ રૂ. 1,70,41,000 કસૂરવાર વાહનચાલકો દ્વારા સરકારમાં જમા કરાવવાની બાકી છે. આજે નહીં તો કાલે આ વાહનચાલકોએ દંડની આ રકમ સરકારમાં જમા કરાવવાની રહેશે.Img 20230719 Wa0015

રાજ્યનાં તમામ જિલ્લાઓમાં ટ્રાફિક નિયમો નાં ભંગના કિસ્સાઓમાં નિયંત્રણ લાવવા તથા માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ લાવવા વાહનચાલકોને ટ્રાફિક નિયમભંગ બદલ ઈ-ચલણ આપવામાં આવે છે. આ વ્યવસ્થા 15_02_2020 થી અમલમાં મૂકવામાં આવી છે. ઇસ્યુ કરવામાં આવેલાં ચલણની રકમ માંડવાળ કરવા વાહનચાલકો ઓનલાઇન પોર્ટલ પર જઈ શકે છે. જ્યાં તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા ઈન્ટરનેટ બેન્કિંગ અથવા યુપીઆઈ ઓનલાઇન પેમેન્ટ મારફતે તમારાં ચલણની રકમ સરકારમાં જમા કરાવી શકો છો.

આ ઉપરાંત ઓફલાઈન પેમેન્ટ એટલે કે રોકડેથી ચલણ ભરવા દરેક જિલ્લામાં નિયત કરવામાં આવેલાં પોલીસ સ્ટેશનમાં અથવા નેત્રમ સેન્ટર ખાતે પણ નાણાં ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા કાઉન્ટર રાખવામાં આવ્યા છે. જનરેટ થયેલાં ચલણની જાણકારી વાહનમાલિકને મોબાઈલ નંબર મારફતે અથવા સ્પીડ પોસ્ટ મારફતે ઘરે બેઠા મોકલવામાં આવે છે.

ઈ-ચલણની રકમ જો 90 દિવસમાં ચૂકવવામાં ન આવે તો એવા કિસ્સાઓમાં ચલણની વિગતો વર્ચ્યુઅલ કોર્ટને મોકલવામાં આવે છે. આ ચલણ સિસ્ટમ ભારત સરકારનાં વાહન અને સારથિ પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓ કચેરીઓ આ સમગ્ર વ્યવસ્થા સાથે સંકળાયેલા હોય, વાહનોને લગતાં આરટીઓ કચેરીનાં કામકાજ દરમિયાન પ્રથમ તમારી આ ચલણની રકમ વસૂલી લેવામાં આવે છે અને બાદમાં જ આરટીઓ સંબંધિત કામો નિપટાવી શકાય છે.Img 20230719 Wa0016

ડિજિટલ ગુજરાતનો વિશ્વાસ પ્રોજેક્ટ શું છે ?

ગુજરાત સરકારે ડિજીટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગનાં માધ્યમથી તમામ જિલ્લા મથકો, 6 પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં રાજ્યનાં 41 શહેરી વિસ્તારોમાં ટ્રાફિક જંકશન, એન્ટ્રી અને એકઝિટ પોઈન્ટ સહિતના અંદાજે 7,000 થી વધુ લોકેશન પર સીસીટીવી કેમેરા ગોઠવ્યા છે. જેની મદદથી દરેક જિલ્લામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા વાહનો તથા અપરાધીઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે.

આ તમામ કેમેરા પોઈન્ટ ટુ પોઈન્ટ પધ્ધતિએ ફાઈબર કનેક્ટિવિટી થી જોડાયેલા છે. જેનું નિયમન અને નિયંત્રણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નેત્રમ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં આવેલા આ કમાન્ડ સેન્ટર ગાંધીનગર નેત્રમ સેન્ટર સાથે કનેકટેડ છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં one nation one chalan system કાર્યરત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.