Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા એસ.પી મનોહરસિંહ જાડેજાના સપાટાથી ખનીજ માફીયાઓમાં ફફડાટ

3 ચકરડી ,જેસીબી,ચાર ટ્રેકટર,જનરેટર અને ઇલેક્ટ્રીક મોટર મળી રૂપિયા 40 લાખનો મુદ્દા પર કબજે કરતી એલ.સી.બી:10 શખ્સો સામે નોંધાતો ગુનો

ગીર સોમનાથ જિલ્લા એસ.પી મનોહરસિંહ જાડેજા દ્વારા ગઈકાલે ખનીજ માફીયાઓ પર ઘોસ બોલાવી છે ત્યારે ઉનાની સીમ વિસ્તારમાં માલિકીની જમીનમાં ગેરકાયદે ખનીજ ખનન થતું હોવાની બાતમીના આધારે જીલ્લા કઈઇની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં સ્થળ પરથી ખનીજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ચકરડી, વાહનો, ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજ સહીતનો કુલ 45 લાખનો મુદામાલ પકડી પાડી આ અંગેનો રીપોર્ટ ખાણખનિજ વિભાગને કરતા ખાણખનિજ વિભાગે લાખો રૂપીયાનો દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી 10 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Img 20221108 150438

પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉનાના બાયપાસ નજીક ચાંચકવડ રોડ પર આવેલ સીમ વિસ્તારમાં ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોનની ખનિજ ચોરી થતી હોવાની બાતમી આધારે ગીર સોમનાથ જીલ્લા એલસીબી બ્રાન્ચના એલ.બી. બાંભણીયા, એનવી કછોટ, એસ.એસ.ડોડીયા, પી.જે.વાઢેર, આર.બી. ગઢીયા, તેમજ સંદિપ ઝણકાટ, રાજુભાઇ દેવશીભાઇએ પેટ્રોલીંગ દરમ્યાન ઉના સીમ વિસ્તારમાં દરોડા પાડ્યો હતો. જેમાં સર્વે નં.199 પૈકી 2માં માલિકીની જમીનમાં ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનિજની ચોરી ઝડપાય હતી. જે સ્થળ પરથી 4 ટ્રેકટર, 3 ચકરડી, 1 જનરેટર, 1 જેસીબી, ગેરકાયદે બિલ્ડીંગ લાઇમસ્ટોનની ખનિજ 1644 મેટ્રિક ટન સહીતનો કુલ રૂ.45 લાખનો મુદામાલ કબ્જે કરી પ્રાંત કચેરી ખાતે રાખવામાં હતા.

આ ગેરકાયદે ખનીજ ચોરીમાં ફારૂક મહમદ શેખ, મનુ જોધા ડોડીયા, ભરત કારા કામળીયા, ધર્મેશ રામ, રામ કાળુ વાળા, શાહિલ હનીફ ખુરેશી, મહેબુબ ભીખા શેખ, ફારૂક મહમદ શેખ, પ્રકાશ જીવરાજ રાઠોડ, તેમજ ભીમજી કરશન સરવૈયા આ તમામ દશ શખ્સો વિરૂધ જીલ્લા ઇન્ચાર્જ રોયલ્ટી ઇન્સ્પેક્ટર એન.વી.બારડે પોલીસમાં ફરિયાદી નોંધાવી હતી. આમ ગીર સોમનાથ જીલ્લા એલસીબી ટીમે ખનિજ ચોરો સામે લાંલઆંખ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.