Abtak Media Google News

હવાની ગુણવત્તા બગડતા શાળાઓ બંધ કરવાની ફરજ પડી હતી, અમુક અંશે વાહનો અને બાંઘકામ પર પણ પ્રતિબંધ: દિલ્હીના રહેવાસીઓ પ્રદુષિત હવાના કારણે ગુમાવે છે 10 વર્ષનું આયુષ્ય

ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરનાં વાતાવરણમાં તેની માઠી અસર પડતી જોવા મળી રહી છે આ સાથે હવાનું પ્રદૂષણ પણ એટલા જ અંશે વધી રહ્યું છે ત્યારે ફરી દેશની રાજ્ધાની દિલ્હીમાં હવે લોકો માટે શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસે દિવસે વધતા પ્રદૂષણ ને કારણે લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં એર કવોલિટી ઇન્ડેક્ષ (AQI) અત્યંત ખરાબ થયો હતો સોમવારે AQI 354 ખૂબ જ નબળી શ્રેણીમાં નોંધાયો હતો જે વધી ને મંગળવારે 372 AQI નોંધાયો છે. દિલ્હીના વાતાવરણની હવાની ગુણવત્તા બગડતા જ શાળાઓ પણ બંધ કરવાની ફરજ પડી હતી. જોકે AQI ઘટીને રવિવારે 339 અને શનિવારે 381 નોંધાયા હતા. જેથી કેન્દ્ર સરકારે 9 નવેમ્બરથી ફરી પ્રાથમિક શાળાઓ ફરીથી ખોલવાનું નક્કી કર્યું છે જ્યારે પ્રદૂષણ ઘટાડવા માટે 50% સ્ટાફને વર્ક ફ્રોમ હોમ કરવાનું સૂચન આપ્યું છે.

હવામાનશાસ્ત્ર અને આબોહવા પરિવર્તનના ઉપ્રમુખમહેશ પાલવતના મત અનુસાર હજુ પણ આવનારા સમયમાં વાતવરણ ની પરિસ્થિતિ ગંભીર થવાની શક્યતા છે. જો કે, દિલ્હીમાં BS-III  પેટ્રોલ અને BS-IV ડીઝલ ફોર-વ્હીલરના ચલાવવા પર ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના સ્ટેજ 3 હેઠળ પ્રતિબંધ રહેશે, એમ દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું. પ્રતિબંધનું ઉલ્લંઘન કરવા પર 20,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. કટોકટી સેવાઓ માટે તૈનાત વાહનો અને સરકારી અને ચૂંટણી સંબંધિત કામોને મુક્તિ આપવામાં આવી છે.દિલ્હી સરકાર વાહનોના ઉત્સર્જનને ઘટાડવા માટે જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવા માટે “પરીવારણ બસ સેવા” અભિયાન હેઠળ રાજધાનીમાં 500 વધારાની બસો ચલાવશે.દિલ્હી-એનસીઆરમાં હાઈવે, ફ્લાયઓવર, પાવર ટ્રાન્સમિશન અને પાઈપલાઈન જેવા જાહેર પ્રોજેક્ટ્સમાં બાંધકામ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ સાથે SAFAR ( સિસ્ટમ ઓફ એર કવોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રીસર્ચ ) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર આ માહીતી મળી છે. 0 થી 100 નો હવા ગુણવત્તા સુચકાંક “સારો”, 100 થી 200 “મધ્યમ”, 200 થી 300 “નબળો”, 300 થી 400 “ખૂબ જ નબળો” અને 400 થી 500 કે તેથી વધુને ગંભીર મનાય છે. આ સાથે ખેતરમાં આગ લાગવાની ઘટના પણ અવારનવાર બનતી હોય છે. ત્યારે દિલ્હીના પ્રદૂષણમાં થતા ફેલાવામાં પણ એ પણ એક જવાબદાર પરિબળ છે.પંજાબમાં ખેતરમાં આગ લાગવાની ઘટના સોમવારે 2,487 હતી જે મંગળવારે ઘટીને 605 થઈ ગઈ.

કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની આગાહી કરતી સંસ્થા ભારતીય કૃષિ સંશોધન સંસ્થા અને SAFAR  ના ડેટા અનુસાર દિલ્હીના ઙખ2.5 પ્રદૂષણમાં તેમનો હિસ્સો સોમવારે 14 ટકાથી ઘટીને મંગળવારે 9 ટકા થયો હતો. શિકાગો યુનિવર્સિટી (EPIC) ખાતે એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જૂનમાં બહાર પાડવામાં આવેલ એર ક્વોલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દર્શાવે છે કે દિલ્હીના રહેવાસીઓ નબળી હવાની ગુણવત્તાને કારણે 10 વર્ષની આયુષ્ય ગુમાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.