Abtak Media Google News

ગેડીયા, સિધસર, કામલપુર, કચોલીયા, રામગરી અને ઇંગરોળી ગામને પોલીસે કોર્ડન કરતા નામચીન શખ્સોમાં ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક તરીકેનો હરેશ દુધાતે કાર્યભાર સંભાળ્યા બાદથી આજદિન સુધી સતત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે, ગુજસીટોક હેઠળના તથા અન્ય ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ, પેરોલ જમ્પ થયેલા આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા, જિલ્લાના સક્રિય એમ.સી.આર. તથા એચ.એસ. ઇસમોને ચેક કરી હાલની પ્રવૃતિ અંગે માહીતી મેળવવા, અસરકારક વાહન ચેકીંગ કરી એમ.વી.એકટનો ભંગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા, જિલ્લાના તમામ સુપરવિઝન અધિકારીઓ, એલ.સી.બી. એસ.ઓ.જી. પો.ઇન્સ., થાણા અધિકારીઓને જરૂરી સુચના માર્ગદર્શન કરવામાં આવી છે.

Advertisement

તાજેતરમાં પાટડી તાલુકાના સિધસર ગામે મંદીર ચોરીનો બનાવ બનેલો હોય જેમાં ચોરીમાં ગયેલા મુદામાલ શોધી કાઢવા અને તસ્કરને જિલ્લાના ગુજસીટોક જેવા ગંભીર ગુન્હાના પેરોલ જમ્પ થયેલા આરોપીઓને શોધી કાઢવા, 02 જાન્યુઆરીએ બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોમ્બીંગમાં પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાતની અધ્યક્ષતામાં જે.ડી. પુરોહીત નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝન, એલ.સી.બી. પો.ઇન્સ.  વી.વી.ત્રિવેદી, એસ.ઓ.જી. પો.ઇન્સ. એસ.એમ.જાડેજા તથા પો.સ.ઇ. વી.આર.જાડેજા, તથા એલ.સી.બી./એસ.ઓ.જી. અને પેરોલ ફર્લો સ્કવોર્ડના કર્મચારીઓ તથા ધ્રાંગધ્રા તાલુકા, ધ્રાંગધ્રા સિટી, બજાણા, પાટડી, ઝીંઝુવાડા, દસાડા, લખતર પો.સ્ટે.ના અધિકારીઓ/ કર્મચારીઓ, મહીલા પોલીસ, હોમગાર્ડ/જી.આર.ડી. સહિત કુલ-123 અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ચાર ટીમો બનાવી લાઠી, હેલ્મેટ, ગેસ ગન, ટીયર ગેસ, હથિયારો, ડ્રોન કેમેરા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

કોમ્બીંગ કાર્યવાહી દરમ્યાન 27/12/2022 ના રાત્રીના સમયે સિધ્ધસર ગામે આવેલા રામજી મંદીરના તાળા તોડી મંદીરમાં અંદર પ્રવેશ કરી મંદીરમાં રામ-લક્ષ્મણ જાનકી, ઠાકોરની મુર્તી, ચાંદીના ધનુષ, મંદીરમા રાખેલા ટોકરા, એમ્પલીફાયર વિગેરેની ચોરી થઇ હતી. જે અંગે બજાણા પોલીસમાં ગુનો આચરનાર શંકાસ્પદ ઇસમો બાબતે ગેડીયા, સિધસર, કામલપુર, કચોલીયા, રામગરી, ઇંગરોળી વિગેરે ગામોની સીમ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ચારેય ટીમો દ્વારા અલગ અલગ વિસ્તાર કોર્ડન કરી ઝડતી તપાસ કરી ચોર મુદામાલ શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતાં.

ગેડીયા ગેંગના ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ કરી ફરાર મહમદખાન ઉર્ફે રાજભા હુસેનખાન મલેક, ફીરોઝખાન અલીખાન મલેક તેમજ નાસતા ફરતા સીંકદરખાન અનવરખાન મલેકના રહેણાંક મકાને ઝડતી તપાસ કરી આરોપીઓને પકડી પાડવા પ્રયત્નો કરવામાં આવેલા. ગેડીયા ગામે રહેતા અગાઉ ચોરીઓમાં પકડાયેલ ઉંમરખાન રહેમતખાન મલેક, મનવરખાન અમીરખાન મલેક, ઇમરાનખાન દરીયાખાન મલેક, રીયાઝખાન અયુબખાન મલેક,  સોહરબખાન બીસ્મીલાખાન મલેક વિગેરેના રહેણાંક મકાને ઝડતી તપાસ કરવામાં આવી હતી.

તેમજ લખતર તાલુકાના ઇંગરોળી ગામે ગુજસીટોકના ગુનામાં પેરોલ જમ્પ આરોપીઓ સિરાજખાન રહીમખાન જતમલેક, મોહમંદખાન મલાજી જતમલેક, અમજીતખાન રસુલખાન જતમલેક, અલીભાઇ નથુભાઇ ડફેર નાઓની તેઓના રહેણાંક મકાનો અને તેના મળી આવવાના સંભવિત આશ્રયસ્થાનોએ ઝડતી તપાસ કરી આરોપીઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ ઇંગરોળી ગામે નામચીન શખ્સોને ચેક કરી તેઓની હાલની પ્રવૃતિ બાબતે માહીતી એકત્ર કરવામાં આવી હતી.

મંદિર ચોરી શોધી કાઢવા, ગુજસીટોક જેવા ગંભીર ગુન્હાના પેરોલ જમ્પ આરોપીઓ શોધી કાઢવા, ચારેય ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારને કોર્ડન કરી, શંકાસ્પદ વાહનો ચેક કરેલ, જેમાં મો.સા. ફોરવ્હીલ કાર, ટ્રેકટર, વિગેરેના આર.ટી.ઓ લગત કાગળો ચેક કરી, નંબર પ્લેટ તથા આધાર પુરાવા વગરનુ મો.સા. નંગ-1 મળી આવતા તેને એમ.વી.એકટ હેઠળ ડીટેઇન કરવામાં આવેલ. ઉપરોકત ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનાં ધંધાર્થી, ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સોની તપાસ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.