Abtak Media Google News

શિક્ષણનું રાજકારણ ગરમાયું ભાજપ V/S ભાજપ

ખોટી રીતે મને સિન્ડીકેટપદેથી દુર કરવામાં આવ્યો હોય હું પોલીસ ફરિયાદ કરીશ, જરૂર પડયે કોર્ટના દ્વાર પણ ખખડાવીશ: ડો.કલાધર આર્ય

ખત આતે આતે ઔર એક ખત મીલ ગયાં, ખત આને સે પહેલે ખત મેં ક્યાં લીખા પતા ચલ ગયા…..વિદ્યાર્થીઓના જીવનનું જે ઘડતર થાય તેમાં શિક્ષણની પાઠશાળા સમાન સૌરાષ્ટ્ર યુની.માં અત્યારે શિક્ષણ શાસ્ત્રીઓ કે જેની પાસેથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ સારા-સંસ્કારોની અપેક્ષા રાખતા હોય તેવા શિક્ષણવિદ્ો આજે ગંદા રાજકારણમાં ખદબદી રહ્યાં છે કહેવાય છે કે કાદવમાંથી કમળ ઉગે. અહિં તો યુનિ.માં ખિલેલા કમળને ભાજપના શિક્ષણ વિદ્ રાજકારણીઓ કમળને કાદવથી ખદબદી લેવા મચી પડ્યાં છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો થઇ રહ્યાં જ્યાં જીવનના ઉચ્ચ મૂલ્યો શિખવાના હોય ત્યાં નિમ્ન કક્ષાનું રાજકારણ શિક્ષણવિદ્ો બેફામ ખેલી રહ્યાં છે.

Advertisement

હવે આક્ષેપો પ્રતિઆક્ષેપો બદનક્ષીના ખેલો સુધી રાજકારણ પહોંચી ગયું છે. એક સમયે તળીયા ઝાટક થયેલી યુનિ. કનુભાઇ માવાણી જેવા શિક્ષણવિદ્ો ફિનિક્સ પક્ષીની જેમ મૃતપાય થયેલી યુનિ.ને નાકના ગ્રેડીંગ સુધી પહોંચાડ્યું. આજ નાકના ગ્રેડીંગનું નાક વાઢી લેવા શિક્ષણવિદ્ો યુધ્ધ મેદાનમાં પહોંચી ગયા છે. ભાજપના બંને બડીયા જૂથોની લડાઇમાં કોંગ્રેસ ‘મુક પ્રેક્ષક’ તરીકે જોઇ રહી છે. હવે જોવાનું રહ્યું છે કે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિ.ને નિમ્ન કક્ષાએ લઇ જનાર રાજકારણીઓને શિક્ષણની સાથે સાથે શિસ્તના પાઠ ભાજપનું મોવડી મંડળ ક્યારે આપશે. અત્યારે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સાથે શિક્ષણવિદ્ રાજકારણીઓ ગંદુ રાજકારણ ખેલી રહ્યાંછે અને યુનિ.ની આબરૂના બટ્ટો લગાવી રહ્યાં છે

તાજેતરમાં જ ડો.કલાધર આર્યની પર્ફોમિંગ આર્ટ્સ વિદ્યાશાખામાં થયેલી નિમણુંકને વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ ગેરકાયદે ઠેરવી તેમને બોર્ડના સભ્યપદ, એકેડેમિક કાઉન્સીલના સભ્ય અને સિન્ડિકેટ સભ્ય પદેથી હટાવવા નિર્ણય કર્યો હતો ત્યારે ડો.કલાધર આર્યએ આજે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જામજોધપુર-80 વિધાનસભા અંતર્ગત 5 આંબરડી આવેલ. જેમાં આંબરડી જામ, આંબરડી, દેરી, આંબરડી, ભૂપત, આંબરડી-મેવાસા અને આંબરડી મેઘપર આ પાંચ ગામની મતદારી યાદીમાં 4054 યાદીને જાતે નિહાળી જેમાં આંબરડી જામમાં મતદાર ક્રમાંક નં.-768માં નરેન્દ્રભાઇ નંદાભાઇ કડમૂલ નામના વ્યક્તિને મળતા તેઓએ જણાવેલ કે તેઓ ખેતી કરે છે અને સામાન્ય માણસ છે.

તેમને કોઇ જ અરજી કરી નથી અને સહિ પણ કરી નથી ત્યારે ડો.કલાધર આર્યએ જણાવ્યું હતું કે આ મામલે આઇપીસીની કલમ 420, 419, 409, 120બી, 465, 468, 471 હેઠળ ફોજદારી ફરિયાદ કરીશ.  પૂર્વ સિન્ડીકેટ સભ્ય ડો.કલાધર આર્યએ જણાવ્યું હતું કે,  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નીતિન પેથાણીએ જેમની નિમણૂકને કાયદેસર અને યુનિવર્સિટીના અધિનિયમ કલમ-26(3) પ્રમાણે કાયદેસર ઠેરવી હતી તે ડો. કલાધર આર્યની નિમણૂકને વર્તમાન કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ ગેરકાયદે ઠેરવી તેમને તમામ પદ પરથી હટાવી દીધા હતા. જામજોધપુરના આંબરડીના નંદાભાઈ કડમૂલે 28 ડિસેમ્બરે કુલપતિને રજૂઆત કરી કે પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીના બોર્ડના સભ્ય તરીકે ડો. આર્યની નિમણૂક યુનિવર્સિટીના એક્ટ વિરુદ્ધ છે. પરંતુ ડો. કલાધર આર્યએ જામજોધપુરના આંબરડીમાં જઈને રૂબરૂ તપાસ કરતા આ નામની કોઈ વ્યક્તિ જ નહીં હોવાનું ખુલ્યું હતું. આ સમગ્ર મામલે તેઓ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે તેમ પણ જણાવ્યું હતું.

શુધ્ધિકરણ થતું હોય તો થોડી બદબૂ આવે: કુલપતિ ભિમાણી

સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશ ભીમાણીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે જ્યારે યુનિવર્સિટી પાસે અરજી આવી ત્યારે તે અરજીની અમે તટસ્થ તપાસ કરી છે અને તેના આધારે જ અમે પગલાં લીધા છે. કોની અરજી છે અને કોણ વ્યક્તિ છે તે જોવાનું કામ યુનિવર્સિટીનું નથી અને જ્યારે કોઇપણ સંસ્થા હોય તેમાં વ્યક્તિ કે વસ્તુનું શુધ્ધિકરણ થતું હોય ત્યારે થોડી તો બદબૂ આવે અને આક્ષેપો થાય. ડો.કલાધર આર્યએ કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે તેની સામે તપાસ બાદ જ તેને સિન્ડીકેટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શુધ્ધિકરણનું કામ યથાવત રહેશે.

આંબરડી ગામના નરેન્દ્ર ઉર્ફે  નંદા ‘અભણ’ નિકળા !

સમગ્ર મામલે  પૂર્વ સીન્ડીકેટ ડો. કલાધર આર્યેએ  અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે કુલપતિ ભીમાણીએ ખોટીરીતે  મને  સીન્ડીકેટ પદપરથી એક અરજીના આધારે  દૂર કર્યો છે. જોકે  આ અરજી  તદન ખોટી હોય અને આ નામના કોઈ વ્યકિત ન હોય. સમગ્ર મામલે મે  જામજોધપુર તાલુકાના  પાંચઆંબરડી ગામની  તપાસ કરી હતી  જયાં  નરેન્દ્ર નામના  કોઈ  જ વ્યકિત જ નથી અને  એક  ગામમાં  નંદાભાઈના  વ્યકિત મળ્યા જેની મે  રૂબરૂ મુલાકાત કરી  અને  તેઓએ જણાવ્યુંં કે મે આવી એક પણ પ્રકારની અરજી કરી નથી. હું ખેતી કામ કરૂ છું મને  શિક્ષણસાથે કોઈ લેવા દેવા જ નથી. મને લખતા પણ પૂરૂ આવડતુ નથી. એટલે આ વાત પરથી સ્પષ્ટ થાય કે આંબરડી ગામના  નરેન્દ્ર ઉર્ફે નંદા અભણ છે. અને તેઓએ  એફીડેવીટ કરીને  જણાવ્યું છે કે  મે આવી એક પણ પ્રકારની અરજી કરી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.