Abtak Media Google News

કરૂણા ફાઉન્ડેશન, એનીમલ હેલ્પલાઈન, અર્હમ યુવા ગ્રુપની અવિરત માનવતા વાદી સેવા

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત, યુગ દિવાકર પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળાપીવાનાં પાણીની કુંડી , રામપાતર’નું છેલ્લા ઘણા વર્ષોથી, બારે મહિના નિ:શુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે.

Advertisement

ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઇન તથા અહંમ ગ્રૂપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે 2ફૂટબાય1.5ફુટ, વજન આશરે 30કિલો) જીવદયાપ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘરઆંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે.

“વહેલા તે પહેલા” ના ધોરણે વિનામુલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). સૌ કોઈ પોતપોતાનાં ગામ/શહેરોમાં આ પ્રકારનું વિતરણ,વ્યવસ્થા શરૂ કરાવે.મોટી કવોન્ટીટીમાં કોઈને આવી વસ્તુઓ જોઈતી હોય તો પડતર કિંમતે આ વસ્તુઓ સ્થાનિક તથા બહારગામ પણ ઉપલબ્ધ કરાવવામાં નિમિત્ત થવામાં સંસ્થાને આનંદ થશે.

કુંડા, માળા , કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી, સત્યમ 3- ટાગોર નગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કોટેચા ચોક , કાલાવડ રોડ, રાજકોટ અને “જનપથ”, 2 – તપોવનસોસાયટીકોર્નર, સરાઝા બેકરી પાસે,હોલિડે પ્લાઝા બિલ્ડિંગની સામે, અક્ષર માર્ગ મેઇન રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂ લઈ જઈ શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.