Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના પૂ. રાજેશમુનિજી આજ્ઞાનુવતિ

પૂ. પુષ્પાબાઇ મ.સા. આલોચના, નિંદા ગૃહા, પ્રતિક્રમણ આદિ દ્વારા સુઘ્ધીકરણ કરાવીને અનશનની આરાધના કાલે કરશે

ગોંડલ સંપ્રદાયના જશ પરિવારના સ્થવીર ગુરુદેવ પૂજય પ્રેમચંદજી મહારાજ સાહેબના શિષ્યરત્ન અનંત ઉપકારી પરમ પૂજય ગુરુભગવંત બા.બ્ર.  રાજેશ્ર્વરમુનિજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી હિરલ ગુરુણી પરિવારના સુદીર્ઘ સયંમ સ્થવીરા સાધ્વી પ્રમુખા અનંત ઉપકારી પ.પૂ. ગુરુણી ભગવંત બા.બ્ર.  પુષ્પાબાઇ મહાસતીજી દીક્ષા પર્યાયના 60માં વર્ષે (ઉ.વ.83) પણ ખૂબ જ દ્રઢતાપૂર્વક સયંમજીવનનું પાલન કરી રહ્યા છે અને ગુરુણી ભગવંત રૂપે બિરાજમાન છે. ના અનેક સુશિષ્યાઓ મહાસતીજી ભગવંતો જૈન શાસનની શોભા વધારી રહ્યા છે અને ખૂબ શાસન પ્રભાવના કરી રહેલ છે.

સાધ્વી પ્રમુખા ગુરુણી ભગવંત બા.બ્ર. પુષ્પાબાઇ મહાસતીજીને નાની-મોટી અનેક તપશ્ર્ચર્યાઓ તો ઘણા સમયથી ચાલુ જ હતી, પરંતુ હવે શરીરની પરિસ્થિતિને જોઇ આજીવન અનશનની અંતિમ આરાધનાની ભાવના અનંત ઉપકારી પૂ. રાજગુરુભગવંત પાસે રજુ કરેલ  અને પૂ. ગુરુભગવંતે પણ યથાયોગ્ય જાણીને તેમજ પૂ. ગુરુણીભગવંતની ત્રીજો મનોરથ પૂર્ણ કરવાની દ્રઢભાવના આદિને ધ્યાનમાં લઇ શ્રી ઋષભદેવ ઉપાશ્રયની ભવ્ય તપોભૂમીમાં તા. 28 એપ્રીલ ગુરુવારના રોજ સવારે 9.30 કલાક આસપાસ પૂ. ગુરુણી ભગવંત પુષ્પાબાઇ મહાસતીજીને આલોચના, નિંદા, ગૃહા, પ્રતિક્રમણ, પ્રાયશ્ર્ચિત આદિ દ્વારા શુધ્ધીકરણ કરાવીને અનશનની આરાધના 1લી મે રવિવાર સવાર સુધી કરાવી અનંતી કૃપા ઘરસાંવેલ છે.

ગુરુણી ભગવંતની વર્ષોની અંતિમ આરાધનાની ભાવના હતી જે એ સંપૂર્ણ જાગૃત અવસ્થામાં અને શુધ્ધિકરણ સાથે તેમજ સમભાવપૂર્વક પ્રારંભ કરેલ છે. અનંત ઉપકારી રાજગુરુભગવંતના શ્રીમુખે જિનવાણીનું શ્રવણ અંતરના અહોભાવ અને શ્રધ્ધાપૂર્વક કરી રહેલ છે. પૂજયશ્રી ભાવના ભાવતા કે  ભવ્યમુનિજી મહારાજ સાહેબની જેમ મારી અંતિમ આરાધના સંપૂર્ણ જાગૃત અવસ્થામાં અને પૂજય રાજગુરુભગવંતના શ્રીમુખે જિનવાણીનું શ્રવણ કરતા કરતા થાય પૂજય ગુરુભગવંતની અનંતીકૃપાથી પૂજયની આ ભાવના પણ પૂર્ણ થઇ રહી છે.પૂજયએ સુદીર્ઘ સંયમ પર્યાયના 60 વર્ષમાં અનેક પરિષહોને સમતાપૂર્વક સમાધીભાવમાં રહી ક્રોડો કર્મોની ર્નિરા તો કરી જ સાથે સાથે એ પોતાના શિષ્યાઓને પણ માત્ર વચનથી નહીં પણ વિશિષ્ટ આરાધના કરીને સયંમ અને તપમય જીવન જીવીને, અરિહંત પ્રભુની આજ્ઞા અનુસાર સમિતિ ગુપ્તીનું પાલન જીવનના છેલ્લા સમય સુધી કરીને આદર્શ ઉદાહરણ પ્રસ્થાપિત કરી બતાવ્યું.પૂજય ગુરુણીભગવંતને પૂજય રાજગુરુભગવંતે અનંતીકૃપા વરસાવી આજે તા. 30 એપ્રીલ શનિવારના રોજ આવતીકાલ 1લી મે રવિવાર સવાર સુધીના સંથારાના પચ્ચક્રમણ કરાવેલ છે.

અનશન આરાધક પૂજય ગુરુણીભગવંતના દર્શન વંદનનો લાભ સવારે 9.00 થી 12.00 અને બપોરે 4.00 થી 6.00 થવાની સંભાવના હોય છે. સ્થળ ઋષભદેવ સ્થા. જૈન સંઘ,  ઋષભદેવ ઉપાશ્રય, 1-તીરૂપતિનગર, રાજકોટ ફોન નં. 0281-2581695 બહારગામથી પધારતા દર્શનાર્થીઓ માટે રહેવા તથા સાધર્મિક ભક્તિની વ્યવસ્થા માટે મો. 98250 75081, 98245 15097 અને 98982 34349 નો સંપર્ક કરવો.શ્રી ગોંડલ સંપ્રદાયના સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિના પ્રમુખ રમેશભાઇ દુર્લભજીભાઇ વિરાણી, સહપ્રમુખ પરેશભાઇ ચંદ્રકાંતભાઇ પટેલ, સ્થાપક સભ્ય પંકજભાઇ જયસુખભાઇ શાહ,  દિલીપભાઇ જયંતીભાઇ સખપરા  પ્રતિકભાઇ સુરેશભાઇ કામદાર તેમજ   જિનઆજ્ઞા શ્રવિકા મંડળ, જિનમતિ શ્રાવિકા મંડળ, જિનમતિ શ્રાવિકા મંડળ જૈન સંસ્કાર સ્કુલ, આદિના કાર્યકરો તથા સભ્યો  ખૂબ જહેમત ઉઠાવી દર્શનાર્થીઓને શાતા પમાડવા પુરુષાર્થ કરી રહેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.