Abtak Media Google News

આજથી ફરી દબાણો હટાવવા ઝુંબેશ: નાની બજાર, પાંજરાપો અને ઉઘોગ ભારતી સહિતના વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું 

નગર પાલીકા દ્વારા શહેરભર મા ડીમોલીશન હાથ ધરી રાજમાર્ગો તથા ફુટપાથો પર સબભુમિ ગોપાલ કી સાથે વેપારીઓ દ્વારા ખડકાયેલા દબાણો હટાવાયા બાદ ત્રણ દિવસ નો વિરામ રાખી દબાણ કારો ને દબાણ હટાવવા તંત્ર દ્વારા તાકીદ કરી સમય અપાયો હતો.હવે આજ થી નગર પાલીકા તથા પોલીસ ટીમ ફરી ફરી દબાણ હટાવવા કાર્યવાહી શરુ કરીછે..

ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યુ કે સવાર થી શહેર ની નાની મોટીબજાર થી ડીમોલીશન શરુ કરાશે.પાંજરાપોળ,ઉદ્યોગ ભારતી ચોક,વિક્રમસિંહજી રોડ,જેલચોક સહિત વિસ્તારો મા દબાણો હટાવવામાં આવ્યા છે.

નાની બજાર અને મોટી બજાર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દુકાનોના ઓટલા, બોર્ડ સહિતના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. જેમાં પાલિકાના કર્મચારીઓ, PGVCL અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં પણ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તેમજ અંગે આ પૂર્વે નોટિસ આપીને ગેરકાયદે બાંધકામ દૂર કરવા પણ જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.