Abtak Media Google News

Ipoint Logo For Header 1 1 1 1

Advertisement

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૩૪૨૦૮.૦૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૪૩૩૫.૩૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૪૧૩૬.૩૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૩.૮૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨.૨૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૪૩૧૦.૩૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૦૦૭૧.૯૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૧૦૦૫૭.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૦૦૫૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૯ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૮.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૦૧૦૭.૧૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૪૭૩૯૯ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૪૧૮ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૩૨૮ ના નીચા મથાળે નોંધાવી ૪૫ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૪૭૪૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૪૭૮૭૦ ના મથાળેથી ખુલીને રૂ.૪૭૮૭૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૭૭૬૦ ના નીચા મથાળે નોંધાવી ૩૩ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૭૮૨૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક/વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. ભારત-ચાઈના વચ્ચે સરહદે તનાવાં વચ્ચે દેશભરમાં હવે અનલોક-૨ની તૈયારીમાં લાગી જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયોને આપેલી સૂચનાની પોઝિટીવ અસરે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. ગલવાન સરહદે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલ ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે તંગદિલી વધતાં હવે ચાઈના સાથેના આર્થિક સંબંધોનો અંત આણવાની ભારતે શરૂઆત કરી દઈ દેશના જાહેર ટેલીકોમ સાહસો બીએસએનએલ સહિતને ચાઈનીઝ કંપનીઓના ટેલીકોમ ગીયરનો ઉપયોગ નહીં કરવાના આદેશ આપ્યા સાથે એજીઆર સંબંધિત બાકી લેણાંની ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનિકેશન(ડોટ)ની માંગને પાછી ખેંચી લેવાતાં અને ભારતીય રેલવે દ્વારા પણ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર ઓફ ઈન્ડિયા જાહેર સાહસે બૈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઈન ઈન્સ્ટીટયુટ ઓફ સિગ્નલ એન્ડ કોમ્યુનિકેશન ગ્રૂપને આપેલા કોન્ટ્રેકટસ રદ કરવાનું જાહેર કરતાં લોકલ ફંડોની સાથે ફોરેન ફંડોએ શેરોમાં આજે ખરીદી કરતાં તેજી જોવા મળી હતી. દિગ્ગજ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ લેવાલી જોવા મળી હતી. બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૦૪% વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. વૈશ્વિક શેરબજારમાં આજે મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. અમેરિકન માર્કેટ વાત કરીએ તો ગઇકાલે ડાઉ જોન્સ ૦.૧૫% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જઙ ૫૦૦ ૦.૦૬%ના અને નેસ્ડેક ૦.૩૩% વધીને સેટલ થયા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૦૭૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૫૫૯ અને વધનારની સંખ્યા ૧૪૩૬ રહી હતી, ૭૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, એશિયન ડેવલપમેન્ટ બેન્કના જણાવ્યા અનુસાર નિકાસ અને રોકાણમાં ઘટાડાને પગલે સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં ભારતનો આર્થિક વૃદ્ધિદર ઘટીને ૪.૨% રહ્યો હતો. ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના ચોથા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ ઘટીને ઘટીને ૩.૧% રહી હતી, જે વર્ષ ૨૦૦૩ પછીનો સૌથી ધીમો વૃદ્ધિદર છે. એશિયન ડેવલપમેન્ટ બેન્ક દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતીય અર્થતંત્રનો વૃદ્ધિનો અંદાજ નેગેટિવ રાખ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કના જણાવ્યા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં ૠઉઙ વૃદ્ધિ -૪% રહેશે. ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડી ૫% કર્યો છે, જે અગાઉમાં ૬.૨% હતો. કોવિડ-૧૯થી સૌથી વધુ અસર પામેલા સાઉથ એશિયાની વૃદ્ધિ વર્ષ ૨૦૨૦માં -૩% રહેવાનો અંદાજ છે, વર્ષ ૨૦૨૧માં પણ તેની વૃદ્ધિનો અંદાજ અગાઉના ૬%થી ઘટાડી ૪.૯% કરાયો છે. એડીબી દ્વારા અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ફરી શરૂ થવાની આશંકા પણ વ્યક્ત કરાઇ છે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

કોટક બેન્ક ( ૧૩૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૦૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૨૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ઈન્ડીગો ( ૧૦૨૦ ) :- રૂ.૧૦૦૮ નો પ્રથમ તેમજ રૂ.૯૯૦ ના બીજા સપોર્ટથી એરલાઇન્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!

ઓરબિન્દો ફાર્મા ( ૭૯૧ ) :- ફાર્મા સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૦૮ થી રૂ.૮૧૮ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!

એકસિસ બેન્ક ( ૪૦૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૮ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૩ થી રૂ.૪૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.