Abtak Media Google News

પૂ.શ્રી ધીરજમૂનિ મહારાજ સાહેબના સાંનિધ્યે

ગરિમાસભર સમારોહમાં ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, કેન્દ્રના ટ્રસ્ટી રજનીભાઈ બાવીસી, મોટાસંઘના દિનેશભાઈ સહિતના રહ્યા ઉપસ્થિત

વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર-રાજકોટના ઉપક્રમે જૈન શાસનના સિતારાઓની સેવાઓને બિરદાવી સન્માન પત્ર સમર્પણ કરવાની શૃંખલામાં ગઈકાલના રોજ ઈન્દ્રપ્રસ્થનગર-મહેતા ઉપાશ્રયે પૂ.શ્રી ધીરજમૂનિ મ.સા.ના મંગલ પાઠ પશ્ચાત્ શ્રી સ્થાનકવાસી જૈન મોટાસંઘ વિરાણી પૌષધશાળાના ટ્રસ્ટી અને પ્રમુખ, ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના માનાર્હ સભ્ય દશા શ્રીમાળી જૈન વણિક બોર્ડીંગના પ્રમુખ વાંકાનેર પાંજરાપોળના ઉપપ્રમુખ, બબલભાઈ મહેતા નેત્ર રક્ષા ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ધાર્મિક-સામાજીક ક્ષેત્રે વિવિધ સંસ્થાઓમાં વર્ષો સુધી કાર્યરત તેમજ વરસીતપ, 16,11 વગેરે ઉપવાસ કરનાર, સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ કરનાર મુરબ્બી ઈશ્ર્વરભાઈ કેશવજી દોશીને શાસનસેવા ઋણ સ્વીકાર મરણોત્તર સન્માન પત્ર સદ્ગતના ધર્મપત્ની જયોતિબેન અને સુપુત્ર ભાવીનભાઈ દોશી તથા પરિવારને સાદગીભર્યા છતા ગરિમાસભર સમારોહમાં કેન્દ્રના ટ્રસ્ટી રજનીભાઈ બાવીસી, મોટાસંઘના દિનેશભાઈ દોશી, અબતકના મેનેજીંગ તંત્રી સતીશકુમાર મહેતા, હરેશભાઈ વોરા, ઈન્દુભાઈ બદાણી, કૌશિકભાઈ વિરાણીના હસ્તે જૈનંજયંતિ શાસનમ્ના જયનાદે અર્પણ કરવામાં આવેલ. કેશવજીભાઈ અને જીવીબેનના ગૃહાંગણે તા. 7-3-1938ના જન્મ ધારણ કરનારા ઈશ્ર્વરભાઈ દોશીએ તા.15-1-2021ના 83 વર્ષની વયે ચિરવિદાય લીધી હતી.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન ભાવીન ઈશ્ર્વરભાઈ દોશીએ જણાવ્યું હતુ કે મોટાસંઘ તરફથી મારા પિતાશ્રી ઈશ્ર્વરભાઈ દોશીને મરણોતર સન્માનપત્ર આપવામા આવ્યું છે. મારા પિતા લગભગ 40 વર્ષથી મોટાસંઘ સાથે જોડાયેલા હતા. તેમની સેવાકીય ભાવના, જૈન સમાજ પ્રત્યે અને જીવદયાના કાર્યો પ્રત્યે ખૂબજ ઉત્કૃષ્ટ હતી. તેઓએ જૈન સમાજની હોય, જીવદયાની હોય, વગેરે પ્રવૃત્તિઓમાં હરહંમેશ માટે સેવાકાર્ય આપવા તત્પર રહેતા.

છેલ્લા 13 વર્ષથી જૈન મોટાસંઘ રાજકોટના પ્રમુખ તરીકે પણ તેમને સેવાકીય કાર્યો કરેલ. તે બદલ આજે તેમને સન્માન પૂજા ધીરજમૂનિ મહારાજ સાહેબ ગુરૂદેવના સાનિધ્યમાં સન્માન કરવામાં આવેલ છે. તે બદલ સમગ્ર દોશી કુટુંબ વતી હું આભાર માનુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.