Abtak Media Google News

ડીડીઓની ચેમ્બર ઉપરના માળે હોવાથી દિવ્યાંગ અરજદારોને પગથિયા ચડવા નહીં પડે

રાજકોટ જીલ્લા પંચાયત ખાતે નવનિયુકત જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં જીલ્લા પંચાયત ખાતે દિવ્યાંગ અરજદારો જીલ્લા વિકાસ અધિકારીની મુલાકાત માટે આવે તો તેમને ફોન નં. 0281-2477008 ઉપર સંપર્ક કરવાથી જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી રુબરુ નીચે આવી દિવ્યાંગ અરજદારોની રજુઆત સાંભળશે.

ડી.ડી.ઓ. દેવ ચૌધરી દ્વારા માનવતા વાદી નિર્ણય કરવામાં આવ્યો છે. કોઇપણ દિવ્યાંગ અરજદાર આવે તો તેમને ડી.ડી.ઓ. ની ચેમ્બર બીજા માળે હોવાથી ઉપરના માળે પગથિયા ચડવા ન પડે તે માટે ડી.ડી.ઓ. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અને 0281-2477008 ઉપર સંપર્ક કરવાથી તેઓ રુબરુ નીચે આવી અરજદારોની રજુઆત સાંભળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.