Abtak Media Google News

‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગનભેદી નાદ સાથે

સમસ્ત જૈન સમાજ અને જૈનમ્ દ્વારા ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવાશે: ફ્લોટ્સમાં રૂ.11,000ની અનુમોદના-ધર્મસભામાં લક્કી ડ્રોનું આયોજન

જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને તા.14-4-2023ને મંગળવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશેે. સવારે 8.00 કલાકે રથયાત્રા રૂટ : સવારે 8.00 કલાકે મણીયાર દેરાસરજીથી પ્રારંભ, સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ, શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, જવાહર રોડ, ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક, શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન-ધર્મસભા પરિવર્તીત થશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સેજલભાઇ કોઠારીએ અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ધર્મયાત્રામાં રાજકોટમાં બિરાજમાન પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.  આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, નાસિક ઢોલની સાથે સાથે મ્યુઝીકલ બેન્ડ સુરાવલી રેલાવતા સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ધર્મસભા બાદ પ્રભાવના માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ વોરા તથા શ્રીમતિ માલાબેન રાજેશભાઈ પારેખ દ્વારા લાભ લીધેલ છે.

ધર્મયાત્રાનું વિશેષ આકર્ષણમાં પ્રહલાદ પ્લોટ યુવક મંડળ અને શ્રમજીવી દેરાસરનું ઉપાસના યુવક મંડળનાં 50થી વધુ ભાઇઓ પુજાની જોડ પહેરીને ભગવાન શ્રી મહાવીર સ્વામીનો રથ ચલાવશે. મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અનુલક્ષે શ્રી મહાવીર સ્વામી (એસ્ટ્રોન ચોક) અને મોટી ટાંકી ચોકને સુશોભીત કરવામાં આવશે.

ધર્મયાત્રાનાં રૂટ ઉપર સર્કિટ હાઉસ પાસે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર દ્વારા, ફૂલછાબ પ્રેસ દ્વારા ફૂલછાબ ચોકમાં વર્ધમાન યુવક મંડળ દ્વારા મોટી ટાંકી ચોકમાં, પંચનાથ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીમડા ચોકમાં, સુખડીયા પરિવાર દ્વારા ત્રિકોણ બાગ ખાતે, જેએસજી એલીટ દ્વારા બાપુના બાવલા પાસે, શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા સ્વ.મુળવંતભાઇ દોમડીયા ચોક ખાતે પાણી તેમજ સરબતની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે.

ફલોટસ બનાવનાર તમામને રૂા.11000 ની અનુમોદના આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂા. 5000, બીજા નંબરને રૂા. 4000,  ત્રિજા નંબરને રૂા. 3000, ચોથા નંબરને રૂા. 2000,  પાંચમા નંબરને રૂા. 1000નો રોકડ પૂરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે. ફલોટ બુકીંગ માટે અમીત દોશી-93274 91973, ઉદય ગાંધી-94266 22122, હેમલ પારેખ-99094 11399, મૌલીક મહેતા-94287 88583 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

શ્રી વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોનાં સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ- સાધ્વીઓ આશિર્વચન ફરમાવશે.

સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપ્સ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, સંગીની મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ, જૈન જાગૃતિ સેન્ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હંમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્યલ ગ્રુપ તેમજ પ્રભાવનાની વ્યવસ્થામાં શ્રી સરદારનગર યુવક મંડળ જોડાશે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે સેજલભાઇ કોઠારી, અમીષભાઇ દેસાઇ, હિતેષ શાહ, નિશાંત વોરા, શૈલેષભાઇ માંઉ, જીતુભાઇ લાખાણી, કિર્તી દોશી, સિલીન શાહ, ઉદયભાઇ ગાંધી, જીગ્નેશ મહેતા, જીતુ કોઠારી સહિતના ઉ5સ્થિત રહ્યા હતાં.

વેશભુષા માટે

ધર્મયાત્રામાં શાસ્ત્રી મેદાન સામે આવેલ ધ ઈમ્પીરીયા બિલ્ડીંગનાં પ્રાંગણમાં જૈન સમાજનાં બાળકો વિધવિધ વેશભુષા સાથે બહોળી સંખ્યામાં જોડાશે. વેશભુષા સ્પર્ધામાં અનુક્રમે 1 થી 5 વિજેતા જાહેર કરી ઈનામો આપવામાં આવશે. તદ્ઉપરાંત ભાગ લેનાર દરેક બાળકને ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. બાળકોની વેશભુષા માટે ઋષભ શેઠ- 93748 39747, અમિષ દેસાઈ-98256 28180, નિપૂણ દોશી-98255 97612નો સંપર્ક કરવાનો રહેશે.

રંગોળી માટે

ધર્મસભાનાં રૂટ ઉપર મનમોહક અને આકર્ષક રંગોળીનું આયોજન કરવામાં આવેલ છે, જેના રંગોળી સ્પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે રંગોળી સ્પર્ધામાં કોઇપણ જ્ઞાતિનાં ભાઈ-બહેનો જોડાય શકે છે. તેનાં રજીસ્ટ્રેશન માટે પારસ શેઠ – 98252 88332, જય મહેતા – 98982 67933, હેમલ શાહ – 98248 22682, ફેનીલ મહેતા – 90337 22482, શૈલેન શાહ – 97254 40005, અક્ષત પારેખ – 94264 01104, જીજ્ઞેશ મહેતા – 98797 81641નો સંપર્ક કરવાનો રહેશે.

ધર્મયાત્રામાં કાર સાથે જોડાવવા માટે

ધર્મયાત્રામાં કાર સાથે જોડાવવાનાં રજીસ્ટ્રેશન માટે જીતુ લાખાણી-93741 01574, વૈભવ સંઘવી – 94269 06727, નિશાંત વોરા – 98252 57899, હિતેશ શાહ – 98243 51533, કિર્તી દોશી – 94290 48728 તેમજ બાઈક રજીસ્ટ્રેશન માટે ઋષી વસા – 99241 15859, સમીપ કોઠારી – 95740 13139, વંદિત દામાણી – 85111 57872, કેવીન ઉદાણી – 81539 39227, આકાશ ભાલાણી – 81402 67267નો સંપર્ક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.