Abtak Media Google News

ગુનેગારો, રાજકારણીઓ અને તેમાં ભળેલા પોલીસ અધિકારી, કર્મચારીઓ સામે મોરચો માંડયો !

ખેતીમાં જેમ ખેડૂત સમયસર જમીન બરાબર ખેડી યોગ્ય સમયે વાવણી કરી પારવાનું ઘાંસ કાઢવાનું સમયસર પાણી આપવાનું યોગ્ય સમયે ગોડ-નિંદામણ કરી જંતુઓ અને પશુ પક્ષીથી રક્ષણ કરે તો પરિણામે ફસલ બહુ સારી આવે છે.

તે રીતે પોલીસ ખાતાનું પણ છે. સા‚ બાતમી તંત્ર (નેટવર્ક) જરૂરી અટકાયતી પગલા, જરૂરી પેટ્રોલીંગ નાઈટ રાઉન્ડ, નાકા બંધી અને કોમ્બીંગ, ગુન્હાનું ડીટેકશન અને યોગ્ય તપાસ અને આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહીની અને કાયદા કડક ધાક હોય તો પરિણામ ફસલ રૂપે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજામાં શાંતિ અને રાહત બને ક્રાઈમરેટ ઘટે તેથી પોલીસને પણ યશ અને શાંતિ મળે છે.

પરંતુ જસદણ પોલીસ સ્ટેશનમાં આ અગાઉ ઘણા લાંબા સમયથી કોઈ પોલીસ અધિકારીઓએ ઉપર જણાવેલ પ્રકારની યોગ્ય ખેતી કરેલ નહિ. તેથી જસદણની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડતર ખેતર જેમ ‘ટીટોડી ઈંડા મુકે તેવા’ હોય અને તેમાં ફકત રાંપડુ જ ઉગે છે. (એકપ્રકારનું ઘાંસ) અને રાપડાના ડાભોળીયા ત્યાં આવવા જવા વાળાને પણ વાગે તેવી સ્થિતિ થયેલ હતી. કોમવાઈઝ ગેંગોનો ઉપદ્રવ વધી ગયેલો. ઘણા ગંભીર ગુન્હા ખૂન ખૂનની કોશિષ જેવાના પણ આરોપીઓ પકડવાના ઢગલાબંધ બાકી હતા. તેમાં અમુક આવા આરોપીઓ ગેંગોનાં આશ્રયમાં મોજ મજા કરતા હતા. અને પોલીસને મળતા નહતા. પરંતુ અવળી ગંગા એવી હતી કે ગેંગોના બાતમીદારો સલાહકારો, મદદનીશો જસદણ પોલીસ સ્ટેશનમાં ગોઠવાયેલા હતા.

ફોજદાર જયદેવે આ રીતે જસદણમાં ખેતી શરૂ કરી ખેડવાનું તો ચાલુ કયુર્ંં પરંતુ ડાભોળીયા ધણા હતા. પહેલા તે દૂર કરવાના હતા ગુન્હાના નાસતા ફરતા આરોપીઓની યાદી મોટી હતી તેમાં ઘણા લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓ પૈકી સેશન્સ ટ્રાયલ ખૂનની કોશીષના ગૂન્હાનો નાનજી ઉર્ફે નનકુ ટપુ રહેવાસી સોમપપળીયા વાળો મોખરાના સ્થાને હતો. જયદેવ ને બાતમી મળી કે આરોપી સોમ પીપળીયા તો નથી જ પરંતુ જંગવડ ગેંગના આકા કુરમુર બુસાના આશ્રયે છે અને નનકુ ટપુનો જરૂર પૂરતો ઉપયોગ કરી તેને ફકત સીમ વગડે ખેતીનું કામ કરાવવામાં આવે છે. તેનું માનસ પરિવર્તન કરવા તેને કાયદાની પોલીસ અને જેલનો અને હરીફ ગેંગનો ભયંકર ડર સતત બતાવી ખરાબ રીતે કરવામાં આવ્યું છે. આરોપી સ્વેચ્છાએ જ સીમ વગડે નામ અને ગામનું નામ બદલીને વર્ષોથી રહે છે. સમયાંતરે આ આશ્રયના ગામો સીમ અને ખેતરો પણ બદલાતા રહે છે.

જયદેવને આ બાતમી અતિશયકતો ભરી, અટપટી અને ગંભીર પણ લાગી તેથી તેણે જમાદાર હસુભાઈને ખાનગીમાં બોલાવી તેમની સાથે નાનજી ઉર્ફે નનકુ ટપુ રહે સોમપીપળીયા વાળા અંગે ચર્ચા કરતા હસુભાઈ આ હકિકતની સંપૂર્ણ માહિતી ધરાવતા હોય તેવું તેમની વાત ઉપરથી લાગ્યું વધુમાં તેમણે જણાવ્યું કે કુરમુર બુસા રાષ્ટ્રીય પક્ષીનો રાજકારણી છે તે ઉપરાંત ખંધો અને બનેલો ગુનેગાર છે. દરેક કોમમાં જે જે ગૂનેગારો છે તેની જોડે તેનું સંકલન (નેટવર્ક) છે વળી તે દેશની આઝાદી પહેલા અમરેલી બાજુ જે બહારવટીયો રહેમતુલ્લા થઈ ગયો તેનો તેની યુવાનીમાં સાગ્રીત પણ હતો. વળી ભૂતકાળમાં જે જે પોલીસ અધિકારીઓ તેના કહ્યા પ્રમાણે ન ચાલ્યાતેને કેવા બૂરા હાલ કરેલા તેની વાત પણ કરી અને જણાવ્યું કે આ કુરમુર બુસા અંગ્રેજો જેવો કૂટનીતિજ્ઞ છે. આટકોટનો અભયસિંહ જમાદાર તથા સીપીઆઈ ઠાકુર ખાનગીમાં તેની નિયમિત મહેમાનગતી માણે છે. આમ તો અભયસિંહતો તેનો મદદનીશ જ ગણાય તેવી સ્થિતિ છે. હસુભાઈએ જયદેવને સલાહ આપી કે હજુ તમે ખાતામાં નવા છો. નવી ફોજદારી છે. આ બધા કૌરવો જેવા કાગડા છે. તમને કયાંક અભીમન્યુની જેમ કોઈક કોઠામાં ખોટા ફસાવી હેરાન કરી દેશે. એક ઘર ડાકણ પણ પડતુ મુકે છે’ આના પૂરતુ આપણે જતુ કરો. બાકી આ ખટપટીયા ગુનેગારો ઠાકુર અને અભયસિંહની મદદથી ખોટી અરજીઓ ઈન્કવાયરીઓ કરાવશે અને વગર કારણે હેરાન થવાનું થશે.

જયદેવ થોડીવાર વિચારમાં પડી ગયોપણ તેના જાતિગત સ્વભાવ મુજબ ગુનેગાર પાસે કેમ નમતુ જોખવું? તેમ મુંજાયો થોડીવાર વિચારીને હસુભાઈને કહ્યું આપણે તેની સાથે સીધા ઘર્ષણમાં નહિ આવતા ‘શિવાજી નીતિ’ મુજબ પરોક્ષ રીતે પોલીસ ખાતાની કાયદેસરની કાર્યવાહી કરીએ. હસુભાઈ એ તુરત કહ્યું કે મેં પહેલા જ કહ્યું ને કે તે ‘કપટી અંગ્રેજો જેવો’ છે. તેના ગામમાં કોઈ પોલીસ અધિકારી તેને મળ્યા સિવાય કોઈ બીજી કાયદેસરની કાર્યવાહી કરે તો તેને પણ કુરમુર બુસા પોતાનો સામનો અને વિરોધ બરાબર નો વ્યવહાર ગણે છે. છતા જંગવડની વીલેજ ક્રાઈમ નોટ બુકમાં વાંચીલો. જયદેવે કહ્યું વાંચેલી છે. અને વધુમાં કહ્યું કે હવે ‘એકને ગોળ અને એક ને ખોળ’એ નીતિ મારેથી નહિ થાય. ઉંટવડ ગેંગ વિરૂધ્ધ કાર્યવાહી કરી તો હવે વારો તેની નજીકની જંગવડ ગેંગનો જ આવે અને હસુભાઈને સ્પષ્ટ કહ્યું નાનજી ઉર્ફે નાનકુ ટપુને તો પકડયે જ છૂટકો.

જયદેવે બાતમીદારોથી હકિકત મેળવી કે આ નનકુ ટપુ જંગવડ નજીક બાબરા તાલુકાના કોટડાપીઠા નજીકના ખાનપર ગામના સીમાડે આવેલ વાડીમાં નામ બદલીને ત્રણ જણા સાથે રહે છે. જયદેવે મનોમન નકકી કર્યં કે આ વાડીમાં મોડી સાંજે જવું અને ત્રણેય સાથે વાત ચીત કરતા સોમપીપળીયા ગામનું નામ આવે અને જે જે વ્યકિત ચમકે કે હાવભાવ , વાતચીતમાં ફેરફાર થઈ જાય તે વ્યકિતએ ભલે પોતાનું નામ ગમે તે બતાવ્યું હોય પણ તેજ આ નાનજી ઉર્ફે નનકુ ટપુ સમજવો.

આવું આયોજન કરી જયદેવ એક દિવસ મોડી સાંજે સાદા કપડામા હસુભાઈની જ સાથે લઈ મોટર સાયકલ ઉપર આટકોટ જંગવડ કોટડાપીઠા થઈ ખાનપર ગામે આવ્યો. ખાનપરના સીમાડે આવેલ તે વાડીએ પૂછપરછ કરતા કરતા પહોચી ગયા તે વાડીએ ત્રણ વ્યકિત હાજર હતી તેમના નામ પૂછતા તેમાં કોઈએ પોતાનું નામ નનકુ કે નાનજી બતાવ્યું નહિ. પરંતુ જયદેવે ચતુરાઈ પૂર્વક જણાવ્યું કે અમે તો કુરમુર બુસાના મિત્રો છીએ. અને શિવરાજપૂર થઈ સોમપીપળીયા જવું છે. તેમ કહેતાજ એક જણે પૂછયું સોમપીપળીયા કોને ઘેર જવું છે? જયદેવની વાતનું તીર બરાબર લાગ્યુ અને બીજી આડી અવળી વાતો કરી ઉભા થયા અને શિવરાજપૂર નો રસ્તો બતાવવાનું કહેતા તે પૂછનાર વ્યકિત એજ આગળ ચાલી ખાનપરથી શિવરાજપૂરનો રસ્તો બતાવતા હસુભાઈએ તેને થોડે દૂર સુધી બતાવા સાથે આવવાનું કહેતા તે વાડીના ઝાંપા સુધી સાથે આવ્યો તેથી જયદેવે કંહ્યું એમ કરને તુ ખાનપર સુધી બેસી જ જા અને ખાનપરથી શિવરાજપૂરનો રસ્તો બતાવી દઈશ એટલે હસુભાઈ તને મોટર સાયકલ લઈ વાડી સુધી મૂકી જશે.તેમ કહી મોટર સાયકલ ઉપર ત્રણ સવારી કરી હવે શિવરાજપૂર જવાનું નહતુ મોટર સાયકલ કોટડાપીઠા આવતા નાનજી કહે કયાં જવાનું છે? તેથી જયદેવે કહ્યું ‘નાનજી હવે મામાના ઘેર જવાનું છે શાંતિથી બેઠો રહે. નાનજી બોલ્યો મને પહેલાથી જ પોલીસની શંકા હતી પરંતુ આવી રીતે શાંતીથી પોલીસ વાત કરે તે મને ખબર જ નહતી

આરોપી નનકુ ઉર્ફે ‘નાનજી ટપુ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ આ જૂના સમયના નાસતા ફરતા આરોપીને પકડવા સબબ પોલીસ ખાતા તરફથી જયદેવ તથા હસુભાઈ ને ઈનામ (રીવોર્ડ) પણ મળ્યો પરંતુ સાથે સાથે તેનો જે મોરચો ફકત ગુનેગારો અને ગેંગો સામે જ ખૂલેલ હતોતે હવે તેના ખાતાનાં માણસો અને અધિકારી પણ આ ગુનેગારો સાથે અને રાજકારણી પણે સામેલ થવાના હતા. હસુભાઈની વાત સો ટકા સાચી હતી હવે જયદેવ ને ડગલે અને પગલે મુશ્કેલીઓ નો સામનો કરી બીન જરૂરી રીતે બચી બચીને રહેવાનું હતુ પરંતુ આ પડનાર મુશ્કેલીઓમાંથી પણ તેને જે અનુભવ અને જ્ઞાન મળવાનું હતુ તે ભવિષ્યના મોટા ગંભીર પડકાર રૂપ અને વધુ મુશ્કેલી વાળા સંજોગોની પૂર્વ તૈયારી સમાન ફાયદામાં અને ઉપયોગી જ થવાનું હતુ.

પરંતુનું જે તમામ ગેંગોને વારા ફરતી લક્ષાંક બનાવવાનું નકકી કર્યું હતુ તેમાં આ બીજી ગેંગ જે દસ્તાવેજી રૂપે પણ અતિ ખતરનાક હતી તેનું નિશાન પાર પાડયું હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.