Abtak Media Google News

મોતનું કારણ ઈન્જેકશન નહીં પણ ગરીબી અને ભુખમરો સામે આવતા ફોજદાર જયદેવનું હૃદય હચમચી ગયું

સવારના અગીયાર વાગ્યે જસદણ ફોજદાર જયદેવ પોલીસ સ્ટેશને હતો ત્યાં વિંછીયાથી સીપીઆઈ ઠાકુરનો ફોન આવ્યો કે જલ્દી જીપમાં જેટલા બની શકે તેટલા પોલીસ ફોર્સને સાથે લઈને વિંછીયા આવી જાવ અને બાકીના જવાનોને એસ.ટી.માં રવાના કરો. વિંછીયામાં મોટાપાયે તોફાનો ચાલુ થયા છે. જયદેવે પૂછયું શું બાબત તોફાનો થયા છે. તો તેમણે કહ્યું કે ‘ગ્રામ્ય વિસ્તારનાં કોઈક બાળકને ખાનગી ડોકટરે ઈન્જેકશન આપતા મરણ થયેલ છે. ગામ આખું બંધ છે. લોકોના બેકાબુ ટોળાઓ ગામ આખામાં હથીયારો વાહનો લઈને ફરે છે. બજારો જડબે સલાક બંધ થઈ ગયેલ છે.

જયદેવને ટેલીફોન ઉપર વાત કરતા કરતા જ ખ્યાલ આવી ગયો હતો કે ફોન વિંછીયા પોલીસ સ્ટેશનમાંથી જ કરેલ છે. અને ઠાકુર તથા ફોજદાર બંને પોલીસ સ્ટેશનમાં જ છે. આથી જયદેવે ઠાકુરને કહ્યું અમે તો આવીએ છીએ પરંતુ જે કહેવાતા ડોકટર છે તેની સલામતી માટે તમે અમો આવીએ ત્યાં સુધી વ્યવસ્થા રાખશો તો ઠીક રહેશે.

જયદેવે આવેલ ટેલીફોનની જ‚રી રજીસ્ટરોમાં નોંધ કરી હાજર જેટલા જવાનો હતા તેમને રાયફલો, લાઠી હેલ્મેટ સાથે જીપમાં બેસવા કહ્યુંં રાયટર હેડ પાસેથી ગેસગન તથા હેન્ડગ્રેનેડ પણ જીપમાં મૂકાવ્યા,બાકી જવાનોને એસ.ટી.માં તાત્કાલીક વિંછીયા રવાના કરાવાનો હુકમ કરી જયદેવે હસુભાઈ જમાદારને સાથે લઈ વિંછીયા તરફ પૂરપાટ ઉપડયો.

જયદેવનું મગજ પણ જીપની ઝડપે ગતિ કતું હતુ કે વિંછીયાની બેકાબુ પરિસ્થિતિ ને કાબુમાં લેવા પહેલુ પગલુ શું લેવું? કાયદા મુજબ તો તોફાનીઓને ચેતવણી, તેનાથી ન માને તો ગેસ છોડવાનો અને તેનાથી કાબુમાં ન આવે તો હળવો લાઠી ચાર્જ અને પછી જોખમી હોય તો ફાયરીંગ કરવું પડે પરંતુ જયદેવ આ કોઈ માથાકૂટમાં પડવા માગતો નહતો તેને એક વિચાર આવ્યો અને જીપ ઉભી રાખી રોડ સાઈડની ઝાડીમાંથી લાકડાની કઠણ સળીઓ લઈ તમામ જવાનોને આપી અને હસુભાઈને કોરો કાગળ આપ્યો અને કહ્યુંં કે વિંછીયા પહોચતા જ જે વાહનો ટોળા લઈને સામે મળે તે વાહન રોકી હસુભાઈનંબર લખશે અને જવાનો વાહનના ટાયરમાંથી આપેલ સળીઓ વડે હવા કાઢી નાખશે.

તે પ્રમાણે જ થયું વિંછીયા આવતા જ રોડ ઉપર ટોળુ રીક્ષા છકડો લઈને નીકળતા જયદેવે તેને રોકી હસુભાઈને નંબર લખવા કહ્યુંં અને એક કોન્સ્ટેબલે છકડાના આગલા ટાયરમાંથી સળી વાલ્વમાં ભરાવી હવા કાઢી છીરી..રી…રી..ર.. અને જયદેવે કરેલા અનુમાન મુજબ જ ટોળાઓ અને વાહનોની ભાગંભાગ ચાલુ થઈ ! તે પૈકીનાં કોઈએ બજારમાં જઈ સમાચાર આપ્યા કે જસદણ પોલીસ આવી ગઈ છે અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઓપરેશન ચાલુ કરી દીધેલ છે. જયદેવની ટીમે હજુ બે ત્રણ વાહનોની જ હવા કાઢી હશે ત્યાં તમામ બીજા વાહનો અને લોકો ગુમ ! જાહેર કર્યા વગર નો કફર્યંુ લાગી ગયો. મુખ્ય બજારો સુમસામ થઈ ગયા ઠાકુર અને વિંછીયા ફોજદાર પણ ત્યાં આવી ગયા. ઠાકુરે કહ્યું ‘તમારા વગર બધુ નકામુ તમારા આવ્યાના સમાચારથી જ પ્રશ્ર્ન ઉકલી ગયો !’

જયદેવે કહ્યું તેમ હોય તો હવે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી દો અને અમે ગામનો બંદોબસ્ત રાખીએ છીએ ઠાકુરે કહ્યું ‘તે તો વાંધો છે. લોકોને, અમુક આગેવાનોને સ્થાનિક પોલીસ ઉપર વિશ્ર્વાસ નથી’ જયદેવે કહ્યું પહેલા બજારો ખૂલી જાય અને રાબેતા મુજબની પરિસ્થિતિ થઈ જાય તો બહાર ગામથી હટાણુ કરવા આવેલીજનતાને મુશ્કેલી નહિ તેને અગ્રતા આપવી જ‚રી છે. છતા જયદેવે કહ્યું કે ‘બનાવ ના કેસ પેપર્સ હું વિંછીયા ફોજદાર ‚બ‚નાતેમના રાયટર પાસે તૈયાર કરાવું છું જેથી કોઈને અવિશ્ર્વાસ ન રહે’

જયદેવે તટસ્થ વેપારી આગેવાનોને બોલાવવા હસુભાઈને કહ્યું ત્રણ ચાર વેપારી અગ્રણીઓ આવતા જયદેવે કહ્યું જે તપાસ થશે તે કાયદેસર થશે બજારો ખોલી નાખો. આથી તમામ સહમત થતા વેપારી મહાજનના પ્રમુખને રોકાવાનું કહી તમામને બજારો ખોલી નાખવા સૂચના કરી.

મહાજને કહ્યું સાહેબ હવે તમે આવી ગયા કાંઈ નહિ બને. અને વધુમાં કહ્યું કે ‘જો ડોકટર ગુન્હામાં આવતા હોય તો કાયદેસરની કાર્યવાહી થાય અને જો ડોકટરનો કોઈ વાંક ગુન્હો ન હોય તો કાંઈ ખોટુ કરવાનું અમા‚ મંતવ્ય નથી. ડોકટર પણ ગરીબોનીમાનવતાના ધોરણે સામાન્ય ફીમાં સેવા જ કરે છે. તેમને પણ ન્યાય મળવો જોઈએ’ જયદેવે કહ્યું જે થશે તે કાયદેસર જ થશે.

વિંછીયા ફોજદારે એક બાજુ જઈ જયદેવને કહ્યું કે આ મહાજન પણ ખટપટીયો છે ડાહી ડાહી વાતો કરે છે તે બધી ખોટી જયદેવે કહ્યું અત્યારે જે રજૂઆત કરી તે વ્યાજબી છે. છતા ખોટી અપેક્ષા રાખશે તો હું કાંઈ ઉધાર રાખીશ નહિ સત્ય વાત તુરત કરી દઈશ પરંતુ લગભગ તે સમય જ નહિ આવે.

જયદેવ જયાં બાળક સારવાર દરમ્યાન મરણ ગયે તે દવાખાને આવ્યો. દવાખાનું અને ઘર સાથે જ હતા. દવાખાના બહાર પથ્થર અને રોડાની પથરાણ પડી હતી. આના ઉપરથી નકકી થયું કે દવાખાના ઉપર હુમલો થયો હતો. ડોકટરે પોલીસને જોઈ દરવાજા ખોલ્યા ડોકટર તથા તેમનું કુટુંબ હુમલાથી એકદમ ભયભીત થઈ ગયું હતુ જયદેવે તેમને આશ્ર્વાસન આપ્યું તથા પોલીસ રક્ષણ મુકયું તપાસ શ‚ કરી, મરણ ગયેલ બાળકના કેસ પેપર અને જેટલા સમયથી સારવાર ચાલુ હતી દવા ચાલુ હતી તેનું રેકર્ડ કબ્જે લીધુ ડોકટરનું નિવેદન નોંધી વિંછીયા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત (એ.ડી)ની નોંધ કરાવી ડોકટરની પણ તેમના ઉપર થયેલ હુમલાની ફરિયાદ આપવાનું કહેતા તેઓ ગળગળા થઈ ગયા અને કવિહૃદય હોય તેમ તેઓ બોલ્યા ‘સાહેબ હંમેશા અમે લોકોની ફરિયાદો સાંભળી તેમની ફરિયાદોનો નિકાલ કરીએ છીએ આજે મારે? આતો પેલી ફિલ્મની પંકિત મુજબ માંઝી જબ નાવ ડુબાયે તો ઉન્હે કોન બચાયે? જેવું થાય. મારેકોઈ ફરિયાદ જ નથી!

જયદેવે બાળકનું સરનામું લઈ વેપારી મહાજનના પ્રમુખને સાથે લઈ ગામડે પહોંચ્યો ઘરની તપાસ કરતા ગામની બારોબાર એક માટીનું પીઢોરીયું કુબા જેવું એક ઓરડીનું મકાન હતુ. ફળીયાને ફરતે દિવાલને બદલે કાંટાળી વાડ હતી. અને ઝાંપલી ખૂલ્લી હતી ફળીયામાં ચારેક જણા ડાઘુ બની લાશની અંતિમવિધિની તૈયારી કરતા હતા ઓરડીમાં ત્રણ ચાર મહિલાઓ ધુમટા તાણી ‚દન કરતી હતી. જેમણે પોલીસ આવતા ‚દન બંધ કરી દીધું જયદેવે ઓરડીમાં જઈને જોયું તો‘ ચારેય દિવલો એક સરખી હતી’ ઘરમાં ખાસ કોઈ ઘર વખરી નહતી. ત્રણ અર્ધ નગ્ન દુબળા બાળકો એક બાજુ ગભરાયેલા બેઠા હતા. કદાચ તેમને આ શું થયું તે ખબર નહિ હોય ! એક ખૂણામાં ખાલી ચુલો, ખાલી તપેલા થાળીઓ પડયા હતા.

જયદેવ આ દ્રશ્ય જોઈ ને ઘણી જ બાબતો એક સાથે સમજી ગયો. તેના ‚ંવાડા ઉભા થઈ ગયા તેનું મગજ પણ થોડીવાર થંભી ગયું. જયદેવે ગળુ ખંખેરીને રાયટરને બોલાવ્યો.પ્રથમ બાળકની માતાનું નિવેદન લેવાનું ચાલુ કર્યું. આ મહિલા જુઓ તો જાણે ઈજીપ્તના પીરામીડનું કપડુ પહેરાવેલ ‘મમી’ જાણે જીવતું હાડપીંજર જોઈલો.તેનું આ મરણ જનાર બાળક ચોથુ હતુ. અને તે દસ અગીયાર મહિનાનું હતુ. છેલ્લા ચારેક મહિનાથી બીમાર જ રહેતું હતુ. ધાવણ પૂરતુ આવતું ન હતુ અને બાળક પણ ખાસ કાંઈ ખાઈ શકતુ નહતુ. આ ડોકટરની દવા છેલ્લા બે મહિનાથી ચાલુ હતી. ડોકટરે બાળકને બકરી કે ગાયનું દુધ આપવાનું કહેલ પણ…. અને તે મહિલાથી ડુસકુ નીકળી ગયું અને રડવા લાગી. જયદેવ પણ વધારે પુછી શકયો નહિ.

જયદેવે બંને ગરીબ પતિ પત્નીને આશ્ર્વાસન આપ્યું અને સાથે લાવેલ પંચ મહાજન તથા ગામની એક વ્યકિત ‚બ‚ બાળકની લાશનું ઈન્કવેસ્ટ પંચનામું કર્યું. લાશના મૃત્યુનું કારણ આ પંચનામામાં લખવું જ પડે તેથી જયદેવને મનમાંતો થયું લખાવી નાખુ કે ભૂખમરો મોતનું કારણ છે.

પરંતુ પોતે એકલો આ બાબતનો નિષ્ણાંતગણાય નહિ ! તેથી પંચોને જ મોતનું કારણ પુછવાનું હોય પંચ નંબર એક મહાજનને પુછયું મૃત્યુનું કારણ શું લખીશું ?તેમણે ઠાવકાઈથી કહ્યું ‘સાહેબ મને શું ખબર પડે તમને ઠીક લાગે તે લખી નાખોને ? પરંતુ ગામના જ પંચ નંબર બે એ કહ્યું ‘સાહેબ બીમારીજ લખી નાખો ને?’ જયદેવ જોઈ રહ્યો ગરીબીમાં પણ કેટલી ગરવાઈ? જયદેવે પંચનામું પૂ‚ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે વિંછીયા સરકારી દવાખાને મોકલવા વ્યવસ્થા કરાવી દરમ્યાન મહાજનને કહ્યું ખીસ્સામાં કેટલા ‚પીયા છે? મહાજનનું પાકીટ ખાલી કરી જયદેવે પોતાના ખીસ્સા જે હતુ તે મૃત બાળકના પિતાને આપી દીધું. જયદેવ દર્દ ભરી રીતે વિચારતો હતો કે આનાથી આ લોકોની આખી જીંદગી થોડી નીકળી જશે?

વિંછીયા સરકારી હોસ્પિટલમાં બાળકની લાશનું પોસ્ટ મોર્ટમ થઈ જતા ડોકટરે કહ્યું આવતી કાલે પોસ્ટમોર્ટમ નોટ મળી જશે. જયદેવે ડોકટરને પૂછયું ‘તમને મૃત્યુનું ખરેખર કારણ શું લાગે છે?’ તેમને બિન્દાસ્ત પણે જવાબ આપ્યો કે ‘સાહેબ સાચુ કારણ તો આ પછાત વિસ્તારનું સામાન્ય કારણ ગરીબી અને ભુખ મરો જ છે. પરંતુ તેવું લખાય થોડું? હું લખીશ કે ‘બીમારી અને અપૂરતા પોષણ ને કારણે’.

જયદેવને મનમાં થયું કે સરકારી નોકરીની પણ કેવી મજબુરી ? ‘બધે સંપૂર્ણ સત્ય’ પણ કાગળ ઉપર ‘અર્ધ સત્ય !’

વિંછીયાનો મુળ પ્રશ્ર્ન તો જયદેવે બસ સ્ટેન્ડમાં બે રીક્ષા છકડા રોકી ટાયરમાંથી હવા કાઢી નાખી ત્યારે જ પૂરો થઈ ગયો હતો. પરંતુ આ કેસની બરાબર તટસ્થ તપાસ થાય તો પાછા કોઈ પ્રત્યાઘાત ન પડે તેથી સાંજ સુધી વિછીયા જ રોકાયો.

જયદેવ સાંજના જસદણ જવા રવાના થતો હતો ત્યાંજ મૃત બાળકને સારવાર કરનાર ડોકટર જયદેવ પાસે આવ્યા અને કહ્યું ‘સાહેબ હું કાલે જ કુટૂંબ સાથે બોટાદ ખાતે રહેણાંક અને પ્રેકટીસ બંને ફેરવી નાખુ છું તેથી તે કહેવા જ આવ્યો છું આ પોલીસ રક્ષણ પણ કેટલા દિવસ ?’

જયદેવ મનમાં વિચારતો હતો કે કોનો વાંક અને કોને ડામ? હવે આ ગરીબોનો ડોકટર પણ જતો રહેશે, પછી બીજી ગરીબ જનતાનો શું વાંક? જયદેવે ડોકટરને આશ્ર્વાસ આપ્યું કે તમારી વિ‚ધ્ધ કાંઈ નથી અને કોઈ વ્યકિતને પણ કાંઈ વાંધો નથી જનતા પણ તમારી સાથે છે. આ બનાવ તો ક્ષણીક આવેગ અને યોગ્ય નેતાગીરીને અભાવે બન્યો છે. હવે કોઈને તમારા પ્રત્યે જરા પણ રોષ કે દ્વેષ નથી આ રહ્યાં મહાજન પ્રમુખ પુછો તેમને. ડોકટર આભાર વશ થઈ ઉભા રહ્યા.

જયદેવ તેનો કાફલો લઈ હીંગોળગઢ જસદણ તરફ રવાના થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.