નવલી નવરાત્રિમાં માતાજીને ધરવામાં આવતો પ્રસાદ અને તેનું મહત્વ

હ્રીમ ચિંતના શ્રીજી
hrim.miraclegmail.com

 નવરાત્રિ એટલે માતા ભગવતીની આરાધનાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી એક એવું પર્વ છે જે સનાતન સંસ્કૃતિમાં મહિલાઓના ગરિમામય સ્થાનને શોભાવે છે. એકમથી નોમ ના નવ દિવસો માં આવતી આ નવરાત્રિમાં આસો મહિનાની નવરાત્રિ મા નવ દિવસ સુધી આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની એક વૈદિક પરંપરા છે. આ નવ દિવસોમાં અલગ-અલગ દેવીઓ અને શક્તિઓનું પુજા કરવામાં આવે છે. આ નવ દિવસોમાં તેમની પુજા અર્ચના કરી તેમને અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે. તો ચાલો જાણીએ ક્યાં દિવસે માતાજીને ક્યો ભોગ ધરવામાં આવે છે અને તેના ફાયદા શું છે.

(1) નવરાત્રીના પહેલા દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય લાભ આપે છે. જો તમે નવરાત્રિમાં ઉપવાસ કરો છો, તો તમારે ઉપરોકત નિયમોનું પાલન કરવું જોઈએ.

(2) નવરાત્રિના બીજા દિવસે માતાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે જગત માતાને ખાંડ અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિને જીવનદાન મળે છે.

(3) નવરાત્રીના ત્રીજા દિવસે માતાના ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને દૂધ અર્પણ કરવું જોઈએ અને તે જરૂરિયાતમંદોને દાનમાં આપવું જોઈએ. આમ કરવાથી ધન વધે છે.

(4) નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાનાં ચોથા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને માલપુઆ અને નિવેદ અર્પણ કરી જરૂરિયાતમંદોને દાન આપવું જોઈએ. આ કાર્ય કરવાથી મનોબળ વધે છે.

(5) નવરાત્રીના પાંચમા દિવસે માતાના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વિશ્વ માતાને કેળા અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે.

(6)  કાત્યાણી માતાની પૂજા નવરાત્રના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. આ દિવસે મા ભવાનીને મધ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે.

(7) નવરાત્રિના સાતમા દિવસે માતાના સાતમા સ્વરૂપ કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આ દિવસે મા ભવાનીને ગોળમાંથી બનાવેલ ભોગ અર્પણ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને દુખમાંથી મુક્તિ મળે છે.

(8) નવરાત્રિના આઠમા દિવસે માતાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને નારિયેળ અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી માણસની બધી ઈચ્છાઓ પૂરી થાય છે.

(9) નવરાત્રિના નવમા દિવસે માતાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાએ ઘરે બનાવેલી ખીર-પુરી અને ખીર અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ મળે છે.