Abtak Media Google News

ચિરાગ વોરા અને દેવકીના અભિનયે  કમાલ કરી: નવધા કલ્ચરલ કલબના નાવિન્ય પ્રયોગને આવકારતા પ્રેક્ષકો

ડિજીટલ કમ્યુનિકેશનના યુગમાં પત્ર લખી મોકલવાની કલ્પના કરવી પણ અશક્ય છે ત્યારે માત્ર પત્ર વાંચનથી જ સંબંધોનું મેઘમનુષ્ય ખીલે એ કેવી રીતે શક્ય બને તાજેતરમાં રાજકોટ આંગણે નાવિન્યસભર કાર્યક્રમો લાવવાની પહેલ કરનાર નવધા કલ્ચરલ કલબ ારા આયોજિત થયેલા પત્રમિત્રો નાટકમાં માત્ર પત્રોના વાંચન થકી જ બે પ્રેમીઓ વચ્ચેના સંબંધોમાં રહેલા વિવિધ ભાવોનું મેઘધનુષ્ય પૂર્ણ રૂપે ખીલી ઉઠે છે.

Advertisement

કારકિર્દીની દોડમાં અલગ-અલગ જગ્યાએ રહેતા બે પ્રેમીઓના પ્રેમાલાપનો આધાર માત્ર પત્રો જ છે. એકબીજાને લખાયેલા પત્રોમાં હૃદયમાંથી ફિલ્ટર થયા વિના નીકળતી લાગણીઓ કાગળ ઉપર પેન વડે લખાતી રહે છે. બંને પ્રેમીઓના ગુસ્સો, ગમો, અણગમો, હૂંફ, પ્રેમ અને લાગણીઓ એ બંને પ્રેમીઓ ારા પત્રો વાંચતી વખતે સંભળાય અને અનુભવાય.

કોઈ જાતની પ્રોપર્ટી વગર કોઈપણ નાટકની પ્રસ્તુતી ખૂબ અઘરી હોય છે. પરંતુ જો નાટકના કલાકારો પોતાના ઉત્કૃષ્ટ અભિનયથી પ્રેક્ષ્ાકોને પોતાની સાથે વણાયેલા રાખે – જોડાયેલા રાખે તો કોઈ જ પ્રોપર્ટી વિના કે કોઈ સ્ટેજ વિના પણ નાટક સુંદર રીતે રજૂ કરી શકાય છે એ આ નાટકના બંને કલાકારો ચિરાગ વોરા અને દેવકીએ પોતાના દમદાર  અભિનય થકી પૂરવાર કરી બતાવ્યું.

એ. આર. ગર્ની લિખીત લવ લેટર્સ પર આધાિરત આ નાટકનું લેખન અને દિગ્દર્શન નૌશિલ મહેતાએ   એવું ચોંટદાર લેખનકાર્ય ર્ક્યુ છે કે સ્ટેજ ઉપર માત્ર બે ખુરશીઓ જ હોય અને એ ખુરશીઓ પર બેસીને બંને કલાકારો માત્ર પત્રોનું વાંચન જ કરતા હોય છતાં પણ પ્રેક્ષ્ાકો આમથી આમ થઈ ન શકે, નાટક સાથે જોડાયેલા જ રહે  પત્રમિત્રોમાં ચિરાગ વોરા અને દેવકીએ એટલો ઉત્કૃષ્ટ અભિનય આપ્યો છે કે ઉપસ્થિત પ્રેક્ષ્ાકોએ નાટકના અંતે આ બંને કલાકારોને  સ્ટેન્ડીંગ ઓવેશન આપ્યું હતું.

રાજકોટ આંગણે નાવિન્યસભર કાર્યક્રમો લાવવાના ભાગરૂપે નવધા કલ્ચરલ  ક્લબ આયોજિત પત્રમિત્રોનો આ નાટય-શો એ આ નાટકનો રાજકોટમાં સૌપ્રથમ શો હતો અને રાજકોટની કલાપ્રેમી જનતાએ આ નાટકને વધાવ્યું હતું     આવનારા સમયમાં પણ નવધા કલ્ચરલ કલબ આ જ પ્રકારના કાર્યક્રમો

અનોખા અને અદ્ભૂત કાર્યક્રમો રાજકોટ આંગણે લાવવાની છે ત્યારે આવા ઉમદા કાર્યક્રમો માણવા માટે આજે જ નવધા કલ્ચરલ કલબની મેમ્બરશીપ મેળવી  શકાય છે. મેમ્બરશીપ વિશે માહિતી મેળવવા માટે ઠડટક્ષ્ ,,,,ક્ષ્ પર સંપર્ક  કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.