Abtak Media Google News

ટુંક સમયમાં બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડવાની મુખ્યમંત્રીની ખાતરી

હાલમા ઉનાળાની સીઝન શરુ થતા જ સમગ્ર રાજ્યમા અગન વષીઁ રહી છે તેવામા ઉનાળાના ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા પાણીની અછત પણ વતાઁઇ રહી છે પાણીની અછતના લીધે સૌથી વધુ માલધારીઓ તથા ધરતી પુત્રોને આકરુ લાગે છે. માલધારીઓના પશુઓને અગન જરતા તાપમાન વચ્ચે સુકાભટ પડેલા વગડામા ઘાસચારાનો અભાવ વતાઁય છે. ત્યારે પાણીની અછતના લીધે જ માલધારીઓના ઢોર-ઢાખરને ઘાસચારાની સાથે પાણીની ઉપલબ્ધી કરાવી ખુબજ કઠીન સાબિત થઇ રહી છે .

આ તરફ કેનાલોમા પાણી ન હોવાથી ખેડુતોની પરીસ્થિતી પણ કઇ કમ નથી અખાત્રીજ જતા ખેડુતો દ્વારા પોતાના ખેતરમા મુહુઁત કરાયુ પરંતુ સુકી પડેલી કેનાલોમા પાણી નહિ હોવાથી ખેડુતો હવે મુંઝવણમા મુકાયા છે ત્યારે અગાઉ ખેડુતોની દયનિય પરીસ્થિતીને લઇને ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના પુવઁ ધારાસભ્ય તથા ગ્રામીણ વિકાસમંત્રી જેન્તીભાઇ કવાડીયા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને લેખીત રજુવાત કરી ધ્રાગધ્રા-હળવદની બ્રાન્ચ કેનાલોમા પાણી છોડવા જણાવ્યુ હતુ.

ત્યારે પુવઁ ધારાસભ્યની રજુવાત લોકોએ પણ આવકારી હતી. પરંતુ જો પુવઁ ધારાસભ્ય રજુવાત કરે અને હાલમા જ ધ્રાગધ્રા-હળવદના મતદારોએ ખોબલે અને ધોબલે મત આપી ઐતીહાસીક જીત અપાવી તે ચાલુ ધારાસભ્ય પરશોતમ સાબરીયા રજુવાત ન કરે તો કેમ ચાલે ? જેથી અહિ વિધાનસભાના ધારાસભ્ય પરશોતમ સાબરીયા દ્વારા પણ ગઇકાલે પોતાના ધારાસભ્ય પદના શપથ ગ્રહણ કયાઁ બાદ તુરંત જ પ્રથમ કાયઁ મુખ્યમંત્રીને પાણી પ્રશ્ને રજુવાત કરવાનુ કયુઁ હતુ.

જેમા પરશોતમ સાબરીયા દ્વારા મુખ્યમંત્રી વિજય રુપાણીને અહિના ખેડુતોને વાવેતરનો સમય હોવાથી તાત્કાલિક ધોરણે પાણી મળી રહે તે માટેની સુવીધા કરવા બ્રાન્ચ કેનાલોમા પાણી છોડવા પોતાના લેટર પેઇડ પર રજુવાત કરી હતી. જ્યારે મુખ્યમંત્રી વિજય રુપાણી દ્વારા પુવઁ ધારાસભ્ય તથા મંત્રી અને હાલના ઐતીહાસીક જીત હાસલ કરી આવેલા ધારાસભ્યની લેખીત રજુવાતને ધ્યાને લઇ ટુંક સમયમા ધ્રાગધ્રા-હળવદની બ્રાન્ચ કેનાલોમા પાણી છોડવાની બાહેધરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.