Abtak Media Google News

આજથી ચાર દિવસ ચોમાસુ સત્ર ચાલશે, 9 વિધેયક, 2 સરકારી સંકલ્પ અને એક કલાકની પ્રશ્નોત્તરી: રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાયા

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત યાત્રા અંતર્ગત ગતરોજ મોડી સાંજે તેઓ રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વતીથી તેમના અગ્ર સચિવ રાજેશ માંજુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર કલેકટર હિતેશ કોયા અને ગાંધીનગર પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રવિ તેજા વસમશેટ્ટીએ પણ રાજભવનમાં રાષ્ટ્રપતિજીનું સ્વાગત કર્યું હતું.

આજથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થયુંછે. તેની સાથે સાથે ઇ-વિધાનસભાનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે કરવામાં આવ્યું હતું. વિધાનસભામાં સવારે 10 કલાકે સંબોધન અને રાજભવનથી NEVAનું લોન્ચિંગ કરાયું હતું.વિધાનસભાનું ચોમાસુ સત્ર પેપરલેસ રહેશે. વન નેશન વન એપ્લિકેશન હેઠળ NeVA પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ગુજરાત વિધાનસભા ડિજિટલ અને પેપરલેસ થશે. નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન એટલે NeVA થી ગુજરાતની વિધાનસભા પેપરલેસ થશે.વિધાનસભા કામગીરી સાથે જોડાયેલી બાબતોને એપ્લિકેશનમાં આવરી લેવાઇ. ધારાસભ્ય પણ તમામ માહિતી મેળવી શકશે. ગૃહમાં આવેલા પ્રસ્તાર પર પોતાનો મત અને હાજરી પણ એપ્લિકેશનથી પૂરી શકશે. ભવિષ્યમાં એપ્લિકેશનનો વ્યાપ વધારાશે. લોકોને જોડીને પ્રજાલક્ષી કાર્યો અને પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા પ્રયાસ થશે.

વિધાનસભા સત્રમાં એક દિવસનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે તા. 13 થી 16 સપ્ટેમ્બર સુધી ચોમાસુ સત્ર ચાલશે. 9 વિધેયક, 2 સરકારી સંકલ્પ અને એક કલાકની પ્રશ્નોત્તરી. તેમજ કામકાજ સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સત્રમાં એક દિવસ વધારો કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો. એક દિવસનો વધારો કરવાનો પ્રસ્તાવ સર્વાનુમતે પાસ થયો હતો.

પેપરલેસ બનાવવા માટે વિધાનસભાને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું છે. આ માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરવા અંગે તાલિમ પણ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ગુજરાત ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.નેશનલ ઇ-વિધાન એપ્લિકેશનના ઉપયોગ થકી વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલશે. રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી ટેકનોલોજી આધારિત સમગ્ર કામગીરીમાં જોડાયા હતા.

ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે

આજે રાષ્ટ્રપતિનાં કાર્યક્રમ બાદ બપોરે વિધાનસભાનું સત્ર મળ્યું હતું. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થઈ હતી. જેમાં ગૃહ, સામાન્ય વહીવટી વિભાગ, મહેસુલ, માર્ગ મકાન, પંચાયત, શહેરી વિકાત તથા રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ સહિતની બાબતો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ પ્રશ્નોત્તરી કાળ બાદ શોક દર્શક ઉલ્લેખો રજૂ થયા. વિવિધ વિભાગોનાં અહેવાલો મેજ પર મુકવામાં આવશે. ત્રણ સરકારી વિધેયકો પર ચર્ચા અને મતદાન થશે. તેમજ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક, વર્લ્ડ હેરિટેજ એરીયા મેનેજમેન્ટ ઓથોરીટી વિધેયક. તેમજ ગુજરાત માસ અને સેવા સુધારા વિધેયક અને ગુજરાત કરવેરાને લગતા કાયદા સુધારા વિધેયક પર ચર્ચા અને મતદાન થશે.

કોમન યુનિવર્સીટીનું વિધેયક વિધાનસભામાં રજૂ કરાશે

ચોમાસા સત્ર દરમ્યાન ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક 2023 રજૂ થશે. ત્યારે રાજ્યમાં તમાં યુનિવર્સિટીઓ એક છત નીચે આવશે. રાજ્યની 11 યુનિવર્સિટી એક છત નીચે આવશે. ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક માત્ર યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહિતની બાબતોનાં નિયમો ઘડાયા છે. યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રાધ્યાપકો,  ખાનગી ટ્યુશન કે ક્લાસીસ ચલાવી શકશે નહી.  ગુજરાત પબ્લિક યુનિવર્સિટી અંતર્ગત તમામ નિયમો નિર્દેશ કરાશે. તેમજ કુલપતિની નિમણૂંક, પ્રાદ્યાપકો, કર્મચારીઓની બદલીનાં વિશેષ નિયમો ઘડાયા છે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી. તેમજ સ્થાવર મિલ્કત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. અને અન્ય હેતુ માટે ફંડનો ઉપયોગ કરી શકશે નહી.

આપણા માટે ગર્વની ક્ષણ: શંકર ચૌધરી

પોતાના સંબોધનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ કહ્યું હતું કે આપણા માટે આ ગર્વની ક્ષણ છે. હવે આપણે ફિઝિકલથી ડિજીટલ બન્યા છીએ. ગૃહની કામગીરીમાં ગતિ અને પારદર્શિતા આવશ. દર વર્ષે 25 ટન કાગળ બચશે. ગૃહના તમામ સભ્યોને બે આઈપેડ અપાયા છે. વિધાનસભાની તમામ કામગીરી ઓનલાઈન શરૂ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.