Abtak Media Google News

ગુજરાતની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાજપની કોર કમિટીની બેઠકમાં હાજરી આપી: દોઢ કલાકથી વધુ સમય કમલમમાં રોકાણ

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે સાંજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. કોર કમિટીની બેઠકમાં ખાસ ઉ5સ્થિત રહ્યા હતા. તેઓએ કમલમ ખાતે દોઢ કલાકથી વધુ સમય વિતાવ્યો હતો. સંગઠન અને સરકારની કામગીરીની સરાહના કરી હતી. વિધાનસભાની ચુંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્રયા છે. ત્યારે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કોર કમિટીની બેઠક યોજાઈ હતી.

F3768125 9C23 4Af3 Bf0F 7442F4041154

આ અંગે શિક્ષણ મંત્રી અને રાજય સરકારના પ્રવકતા મંત્રી  જીતુભાઈ વાઘાણીજીએ  જણાવ્યું કે,  વડાપ્રધાન જ્યારે દેશના કોઈપણ રાજ્યમાં જાય છે ત્યારે ખાતમુહ્રત અને લોકાર્પણ કરવા માટે જાય છે. ગુજરાતનાં પ્રવાસ દરમ્યાન રાજ્યને ઘણી વિકાસલક્ષી ભેટ આપી છે અને તેની એક એક ક્ષણ ઉત્સાહ માટેની રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશનનું સુત્ર નરેન્દ્રભાઈ મોદીએ  આપ્યું હતું સાથે જણાવ્યું કે માન.નરેન્દ્રભાઈ મોદીની શરૂઆત ગાંધીના ગુજરાતમાં સાબરમતીના તટે થઇ હતી. કચ્છમાં ઘણા પ્રકલ્પોના ઉદ્ઘાટન થયા છે, સુકા રણમાં પાણી પહોંચાડવાનું કામ હોય કે પછી સ્મૃતિવનને ખીલવવાનું તમામ આયામો  નરેન્દ્રભાઈ મોદીના સીધા માર્ગદર્શન નીચે થયેલા કામો પૈકીનાં છે. સુઝુકી નાં 40 વર્ષ અને જાપાનનાં લોકો ભારતમાં આવે, ગુજરાત અને જાપાન એ બંનેના કલ્ચર અને વિકાસની વાત આજે ગુજરાતમાં થઇ છે અને  હજારો કરોડના રોકાણો થશે અને તેનાથી રોજગારી અને લાભ થશે.

કોર કમિટીના સૌ સીનીયર આગેવાનોએ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ  તેમજ  મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ  દ્વારા વડાપ્રધાન ને વિનંતી કરવામાં આવી કે કોર કમિટીને પણ માર્ગદર્શન આપે મળે અને હળવી વાતચીત થાય. વધુમાં જણાવ્યું હતું કે, એ વાતનો આનંદ છે કે,   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી  બીજી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે ત્યારે કમલમમાં આવી ભારતીય જનતા પાર્ટીનાં કામ તેમજ સરકારશ્રીનાં મહત્વના સેવાકીય કાર્યો જનતા જનાર્દન સુધી છેવાડાના માનવી સુધી કઈ રીતે લઇ જઈ શકાય તેનું માર્ગદર્શન તેમના મારફતે અમને  મળ્યું.નરેન્દ્રભાઈ મોદીને સહજ અને સરળતાથી મળવાનો મોકો મળ્યો એ અમારા માટે સૌભાગ્યની વાત છે.

અમારી વિનંતી એમને સ્વીકારી તે બદલ કોર કમિટી વતી, ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી અને ગુજરાતનાં કાર્યકર્તાઓનું કેન્દ્ર સ્થાન વ્યવસ્થાના ભાગ રૂપી કામ કરતા સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ વતી અમે આભાર માનીએ છીએ. વધુમાં જણાવ્યું કે અધ્યક્ષ સી.આર.પાટીલ  તેમજ મુખ્યમંત્રીભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા અનેક સરકાર અને સંગઠન લક્ષી કામગીરી ધ્યાને મૂકી છે. કહેતા આનંદ થાય છે કે બંને કામગીરીને માન.નરેન્દ્રભાઈ મોદીએે સરાહના કરી છે અને વધાવી છે. રાજ્યની સરકાર તેમજ ભારતીય જનતા પાર્ટી, તેના કાર્યકર્તાઓ અને તેનો પરિશ્રમ એના આધાર ઉપર જ્યારે ચુંટણી છે ત્યારે માત્ર વિકાસ એ અમારો એજન્ડા રહ્યો છે. વિકાસમાં તમામ સમસ્યાનું સમાધાન છે અને વિકાસ એ અમારું હૃદય છે. આજે તમામ કમિટીના સભ્યો દ્વારા વિકાસલક્ષી વાતો રજુ કરી છે ત્યારે એક અલગ જ ઉત્સાહ અને આનંદ વધ્યો છે તેમ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.