Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમવારથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન સૌ પ્રથમ વડાપ્રધાન અંબાજી મંદિરે શીશ ઝુકાવશે અને ત્યારબાદ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 30 ઓક્ટોબરે પીએમ મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. વડાપ્રધાન મોદી ખેરાલુના ડભોડામાં જંગી સભા સંબોધશે. તેમજ તેઓ ધરોઈ વિકાસના વિવિધ પ્રોજેક્ટનું ખાત મુહૂર્ત કરશે. હાલ પીએમ મોદીના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવ્યો છે.

Advertisement

રૂ. 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે વડાપ્રધાન

પ્રાપ્ત વિગત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે સવારે 9.30 એ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી 10.20 કલાકે અંબાજી પહોંચશે. 10.30 કલાકે અંબાજી મંદિરમાં દર્શન કરશે. 11.45 કલાકે ખેરાલુ પહોંચશે અને 12 વાગે જનસભાને સંબોધન કરશે. 2 વાગે ગાંધીનગર પરત ફરશે અને બાદમાં રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવનમાં જ કરશે. તો 31મી ઓક્ટોબરે સવારે તેઓ 6.35એ ગાંધીનગરથી કેવડીયા જવા રવાના થશે. સવારે 8 થી 12.30 વાગ્યા સુધી કેવડીયા એકતા પરેડમાં હાજરી આપશે અને 1 વાગ્યે વડોદરાથી દિલ્હી જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના માદરે વતન આવશે. આગામી 30 ઓક્ટોબર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેરાલુના ડભોડા ખાતે આવશે. જેમાં તેઓ જંગી સભાનં સંબોધન કરશે. હાલ ધરોઈને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી મહેસાણા જિલ્લાના વિવિધ વિકાસકાર્યોનું પણ ખાત મુહૂર્ત કરશે. 4778 કરોડના વિકાસ કાર્યોનું ઈ-ખાત મુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી.

પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ જિલ્લા ભાજપ સંગઠનની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટાયેલા સદસ્યો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી રજની પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેનની અધ્યાક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

પીએમ મોદીના કાર્યક્રમને લઈને તંત્ર એલર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ મહેસાણા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડાપ્રધાન મોદીની સભા સ્થળે 100થી વધુ સીસીટીવી કેમેરા લગાવાશે. સભા સ્થળ, પાર્કિંગ સહિત અલગ-અલગ સ્થળો પર સીસીટીવી લગાવાશે. સૌપ્રથમવાર સીસીટીવી કેમેરાથી તંત્ર ચાંપતી નજર રાખશે. કેમેરાનું મોનિટરિંગ કરવા કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે.

સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા પરેડમાં હાજર રહેશે વડાપ્રધાન

31મીએ પીએમ મોદી કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષથી 31 ઓક્ટોબરના રોજ પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવે છે. એકતા દિવસની આ પરેડમાં સીઆઈએસએફ, બીએસએફ, ગુજરાત પોલીસ અને એનસીસી સહિતની સુરક્ષા એજન્સીઓ ભાગ લેતી હોય છે. અહીં પીએમ મોદી વિઝિટર્સ સેન્ટર, સ્નેકહાઉસ, પબ્લિક સાયકલ શેરીંગ, ઇલેક્ટ્રિક બસ, માર્ગદર્શિકા સેવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નર્મદા ડેમ સુધીની ફૅમિલી બોટ, સ્પીડ બોટ જેવા અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરે તેવી સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.