Abtak Media Google News

વગર પૈસે અને ૫૦% સબસિડી આપે તો યોગ્ય: બાકી છેતરવાની વાત છે

કેન્દ્રની ભાજપની સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બહેનો માટે નફો કરતા નુકસાન કરતા સાબિત થયા હોવાનું પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો.ઉવર્શીબેન પટેલે જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી બહેનોના પ્રશ્ર્નોને વાચા આપતા ડો.ઉવર્શીબેન પટેલે આક્રોશ સાથે જણાવેલ કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોને મદદ થવાને બદલે આકડાઓની માયાજાળ રચી ગુજરાતનો ભાઈ દિલ્હીથી લુંટી રહ્યો હોવાનો વૈદ્યક સવાલ કર્યો છે.

આ અંગે ઉજ્જવલા યોજના અંગે પ્રકાશ પાડતા જણાવેલ કે દરેક બહેનોને પોસ્ટ દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કિટ આપવામાં આવે છે તેવી જાણ કરવામાં આવે છે. આ પોસ્ટ જે બહેનોને મળે છે. તેમાં ૭૫% બહેનો અથવા તેના પતિના નામે ગેસ કિટ ધરાવે છે. આ યોજનામાં બહેનોના પરિવારના ઘરમાં કોઈ ગેસ કનેકશન ન ધરાવતા હોય તો તેને ગેસ કનેકશન આપવામાં આવે છે પણ તેને સબસિડીનો લાભ હાલની તકે આપવામાં આવતો નથી આનો અર્થ એ થયો કે ૩૫૦ ‚પિયાની બોટલના ૭૫૦ લઈ બહેનો પાસેથી સબસિડીના પૈસા લુંટી લેવામાં આવે છે. જો ખરેખર બહેનો મદદ‚પ થવું જ હોય તો ગુજરાતની બહેનના ભાઈ વગર પૈસે ગેસ કિટ આપે અને ૫૦% સબસિડી આપે તો ગુજરાતની બહેનોને મદદ કરી કહેવાય.

વધુમાં ડો.ઉવર્શી પટેલે જણાવેલ કે ગેસ કિટના વિસ્તરણના નામે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ૨૫-૩૦ કિમી દુરના કાર્યક્રમ યોજી તેમાં ધકકા ખવરાવી ખરા અર્થમાં પ્રજાના પૈસાના કાર્યક્રમો યોજી પાણી કરી રહ્યા છે. ભાજપની સરકારને બહેનોને ઉપયોગમાં આવવાની વાત કરીને પોતાની અને પાર્ટીની પ્રસિઘ્ધી કેમ થાય તેમાં જ રસ હોવાનું અંતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ડો.ઉવર્શી પટેલે જણાવેલ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.