Abtak Media Google News

જિલ્લા તેમજ તાલુકા મથકે અને તમામ 591 ગ્રામ પંચાયતોના વડાપ્રધાન મોદીના સંબોધનનું નિદર્શન

સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાને વિશેષ સંબોધન કર્યું હતું. જિલ્લા તેમજ તાલુકા મથકે અને તમામ 591 ગ્રામ પંચાયતોના વડાપ્રધાન મોદીના આ સંબોધનનું નિદર્શન કરાવવામાં આવ્યું હતું

Advertisement

ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં જ્યારે મુખ્યપ્રધાન તરીકેની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે લોકોના પ્રશ્નોના સમાધાન માટે સ્વાગત સેવાની શરૂઆત કરી હતી. જેને આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સાંજે 4:00 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં સ્વાગત કાર્યક્રમ બાબતે સંબોધન કર્યું હતું.  છેલ્લા 20વર્ષ થી ચાલતા સ્વાગત કાર્યક્રમને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષ થી રાજ્યમાં ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે. જેમાં ગ્રામ સ્વાગત માં તલાટી મંત્રી દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં રજૂઆત આપવાની રહે છે. 10 તારીખ બાદ મળેલ રજૂઆતો બીજા મહિનાના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોકલવામાં આવે છે. જ્યારે તાલુકા સ્વાગતમાં પ્રતિમાસના ચોથા બુધવારે સવારે 11 વાગ્યેથી વર્ગ એકના અધિકારીના અધ્યક્ષ પણ આ હેઠળ આ યોજવામાં આવે છે. બાકી રહેલી અરજી મહિનાની એક થી 10 તારીખ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં રજૂઆત કરવાની રહે છે. જ્યારે જિલ્લા કક્ષામાં પ્રતિમાસના ચોથા ગુરુવારે આ કાર્યક્રમ કલેકટરના અધ્યક્ષ પણ આ હેઠળ યોજાય છે. ત્યારબાદ જે અરજીઓનો નિકાલ ન આવ્યો હોય તેવામાં પ્રતિ માસના ચોથા ગુરુવારે મુખ્યપ્રધાન પોતે મુલાકાતઓને રૂબરૂ સાંભળીને સમસ્યાઓનું નિરાકરણ કરે છે.

કલેકટર પ્રભવ જોશીએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 18 પ્રશ્નો સાંભળ્યા 

Screenshot 7 15

રાજકોટ જિલ્લામાં પ્રજાના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં 18 જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, લેન્ડ ગ્રેબિંગ, જાહેર રોડ પર દબાણ, વરસાદી પાણીના નિકાલ, મંડળીની જમીન બાબતે છેતરપિંડી, જાહેર રસ્તાના સમારકામ વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. કલેકટરશ્રી દ્વારા આ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 વર્ષથી સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું સ્વાગત કરીને સત્વરે નિવારણ લાવી લોકાભિમુખ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી ઝડપી ત્વરિત અને પારદર્શક સેવા પૂરી પાડવા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ એક દીવાદાંડી રૂપ બનીને ઉભરી આવ્યો છે.

છેલ્લા બે દાયકાથી અવિરત ચાલતી જનવિશ્વાસની કડી સમાન સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ આગામી સમયમાં પણ રાજ્યના નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટેનું સબળ માધ્યમ બની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, નાયબ પોલીસ કમિશનર સજનસિંહ પરમાર, રજિસ્ટ્રાર, પ્રાંત અધિકારીઓ, મહાનગર પાલિકા, દફતર ભવન, પોલિસ વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.