Abtak Media Google News

ખંભાળીયાના ભાડથર અને ભારાબેરાજા પ્રાથમિક શાળાના આચાર્ય સામે કાર્યવાહી હાથ ધરાઇ

સરકારી લાભો મેળવવા સરકારી ખાતામાં બદલી કે રજા માટે ખોટા સર્ટી રજુ કરી લોકો લાભ લેવા હોવાનું બહાર આવ્યુ છે ખંભાળીયાના ભાડપર અને ભારાબેરાજા ગામે પ્રાથમીક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દપતિએ વતન રણજીતપુર, મહીસાગર જીલ્લામાં બદલી કરાવવા માટે શિક્ષિણ ખાતામાં જામનગરની જી.જી. હોસ્પિટલ અને અમદાવાદની સરકારી હોસ્પિટલના બોગસસર્ટી બનાવી રજુ કરતા સર્ટી બોગસ હોવાનો ભાડો ફૂટી જતા ખંભાળીયા પોલીસમાં આચાર્ય દંપતી વિરૂધ્ધ ફરિયાદ નોધાઇ છે.

બનાવ અંગની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ખંભાળીયાના રામનગરમાં રહેતા અને તાલુકા પંચાયત ખંભાળીયાના શિક્ષિણ શાળામાં ઇર્ન્ચાજ તાલુકા પ્રાથમીક શિક્ષિણઅધિકારી તરીકે ફરજ બજાવતા રણમલભાઇ અરજણભાઇ કરમુર નામના અધિકારીએ ખંભાળીયા પોલીસમાં ફરિયાદ નોધાવી છે જેમાં આરોપી તરીકે ભાડપર પ્રાથમીક શાળાના આર્ચાય તરીકે ફરજ બજાવતી કોમલબેન વસતભાઇ પટેલ અને ખંભાળીયાના ભારાબેરાજા પ્રાથમીક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા પામીનભાઇ ચીમનભાઇ રૂડાણી સામે ફરિયાદ નોધાવી છે. ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષિણ અધિકારીએ નોધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે આચાર્ય કોમલબેનનું તેના વતન રણજીતપુરામાં બદલી કરાવવા માટે જામનગરની જી.જી.હોસ્પિટલ તથા ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીસીઝ એન્ડ રીચર્સ સેન્ટર અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસનું સોર્ટી કે પોતાને કીડનીની ગંભીર બિમારશી હોય જેથી વતનમાં બદલી કરવા અંગે અરજી કરવામાં આવી હતી તે દરમિયાન કોમલબેનના પતિ પામીનકુમાર પણ આચાર્ય તરીકે ભારાબેરાજા ગામે ફરજ બજાવતા હોય અને પત્નિને આ પ્રકારની કીડનીની ગંભીર બીમારી હોય જેથી તેઓએ પણ વતનમાં બદલી કરાવવા પત્નીનું બિમારીનું સર્ટી રજુ કરી અરજી કરી હોય જેના પગલે સર્ટીની શિક્ષિણ ખાતા દ્વારા કરવામાં આવતા સારૂ કોઇ સર્ટી અમદાવાદની સરકારી હોસ્પિટલમાંથી નીકળતુ ન હોવાનું અને આચાર્ય કોમલબેન બિમારી ન હોય પરતું સરકારી પરિપત્ર હોય કે કોઇ કર્મચારીને ગંભીર પ્રકારની બિમારી હોય તો તેઓ વતનમાં બદલી માગી શકતા હોય જેના પગલે આચાર્ય દંપર્તીએ વતનમાં બદલીઓ કરાવવા બોગસ માદગીનું સર્ટી બનાવ જેના આધારે શિક્ષણ ખાતામાં બોગસ સર્ટી રજુ કરી બદલીઓ કરાવવા પ્રયાસ કર્યો હોવાનું ખુલવા પામતા ખંભાળીયા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.