Abtak Media Google News

1 સપ્ટેમ્બર 2014 પહેલા ઇપીએફઓના સભ્ય હોવુ જરુરી, અરજી કકરવા માટેની સમયઅવધિ 3મે સુધી લંબાવાઈ

સરકાર દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં વધુ પેન્શન મેળવવા ઇચ્છનાર કર્મચારી અથવા તો રિટાયર્ડ થયેલા કર્મચારીઓએ તેમના સંસ્થાના  સાથે રહી ભવિષ્ય નિધિ સંગઠન સમક્ષ પૂર્વ મંજૂરી લેવી પડશે એટલું જ નહીં પ્રોવિડન્ટ ફંડ દ્વારા દર મહિને કર્મચારીઓના પગારમાં પીએફ પેટે 15 હજાર રૂપિયા સુધી નિવેશ કરવામાં આવતું હોય છે તેમ છતાં પણ વધુ પેન્શન મેળવવા ઈચ્છતા કર્મચારીઓ હોય તેઓને તેમની બેઝિક સેલેરીમાં વધુ ૧૨ ટકા રકમ જે તે સંસ્થા દ્વારા આપવામાં આવે અને પૂર્વ મંજૂરી લેવાય તેઓ વધુ પેન્શન મેળવવા માટે હક ધરાવશે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ જ્યારથી હાયર પેન્શન માટેનો સરક્યુલર બહાર પાડ્યો છે. ત્યારથી ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. કારણે કે તેમાં નિવૃત કર્મચારીઓની વાત કરવામાં આવી છે. ઘણા લોકોના મનમાં હજુ પણ કેટલાક પ્રશ્નો થઈ રહ્યા છે કે નિવૃત થયા પછી પણ અમે આ હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. ઈપીએસ 95 ને લઈને સુપ્રિમ કોર્ટના આદેશ અને ઇપીએફઓના સરક્યુલરને જોઈ એક વાત બિલકુલ ફાઈનલ થઈ જાય છે કે નિવૃત કર્મચારીઓ પણ વધારે પેન્શન મેળવવાનો મોકો આપ્યો છે.

આવા કર્મચારીઓએ 1 સપ્ટેમ્બર 2014 પહેલા ઇપીએફઓ ના સભ્ય હોવુ જરુરી ઇપીએફઓ દ્વારા થયેલા સરક્યુલર પ્રમાણે નિવૃત થયેલા કર્મચારીઓ પણ ઇપીએસ 95 મુજબ હાયર પેન્શનના હકદાર છે. જો કે તેના માટે તેમણે અમુક શરતોનુ પાલન કરવુ પડશે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2022માં આપેલા નિર્ણયમાં કહ્યું છે કે જેનો પગાર 15 હજારથી વધારે છે, તે કર્મચારીઓ પણ પેન્શન સ્કીમ એટલે કે ઇપીએસનો વિકલ્પ પસંદ કરી શકે છે. પરંતુ આવા કર્મચારીઓએ 1 સપ્ટેમ્બર 2014 પહેલા ઇપીએફઓ ના સભ્ય હોવુ જરુરી છે. જેને બે રીતે સમજી શકાય છે.

એવા કર્મચારીઓ કે જે 2014 પહેલાથી નિવૃત થયેલા છે, તેમને પણ આ વિકલ્પ મળી શકશે. જો કે ઇપીએસ 95 ની સ્કીમ મુજબ ફાયદો ત્યારે થશે જ્યારે વધારે પેન્શન માટે પહેલાથી જ અરજી આપી હશે અને તેને ઇપીએફઓ દ્વારા મંજુર કરવામાં આવી હોય. જો ઇપીએફઓ દ્વારા તેને નામંજુર કરવામાં આવી હોય તો તમારે ફરી અરજી કરવી પડશે. આવા કર્મચારીઓ ઓનલાઈન અને ઇપીએફ ની સ્થાનિક ઓફિસમાં જઈ અરજી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.