Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના ૧૭ સહિત રાજયના ૬૨ પ્રિન્સિપાલોને વેતનવધારાનો લાભ મળ્યો : લાખોનું એરિયર્સ ચુકવાશે

રાજયની અનુદાનિત કોલેજના ૬૨ જેટલા પ્રિન્સીપાલો કે જેની નિમણુંક ૧ જાન્યુઆરી ૨૦૦૬ પહેલા કરાઈ છે. તેના વેતનમાં વધારો કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વેતન વધારાના નિર્ણયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના ૧૭ સહિત રાજયભરનાં ૬૨ સીનીયર પ્રીન્સીપાલોને વેતન વધારાનો લાભ મળ્યો છે ઉપરાંત લાખો‚પીયાનું એરિયર્સ પણ ચૂકવવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૩ના નિર્ણય મુજબ ૨૦૦૬ પછી નિમણુંક પામેલા અનુદાનિત કોલેજના પ્રિન્સીપાલ માટે વેતન વધારાની જોગવાઈ કરવામાં આવી હતી જેથી ૨૦૦૬ પહેલા નિમણુંકપામેલા પ્રિન્સીપાલોને અન્યાય થતો હોય તેઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો નહતો. પરંતુ આ મુદાને ધ્યાને લઈને રાજય સરકાર દ્વારા ૧ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો. કે રાજયની અનુદાનિત કોલેજોનાં ૨૦૦૬ પહેલા નિમણુંક પામેલા પ્રીન્સીપાલોને પણ વેતન વધારાનો લાભ મળશે. તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ૨૦૦૬ થી ૨૦૧૮ સુધીનું લાખો રૂપીયાનું એરીયર્સ પણ રાજયની અનુદાનિત કોલેજનાં ૬૨ પ્રીન્સીપાલોને ચૂકવવામાં આવશે.

જે.જે. કુંડલીયા કોલેજના પ્રીન્સીપાલ યજ્ઞેશ જોષીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીસંલગ્ન અનુદાનિત કોલેજના ૧૭ સહિત રાજયભરના ૬૨ જેટલા સીનીયર પ્રીન્સીપાલ કે જેઓ ૨૦૦૬ પહેલા નિમણુંક પામ્યા છે.તેના માટે રાજય સરકાર દ્વારા વેતન વધારાનીજાહેરાત કરી ૪૩ હજારનું ગ્રેડ આપવામાં આવ્યું છે. ૬૨ જેટલા પ્રીન્સીપાલોમાં ૨૦ પ્રીન્સીપાલ હાલ નિવૃત છે. તેઓને પણ આ પગાર વધારાનો લાભ તેમજ ૧૨ વર્ષનું એરીયર્સ ચૂકવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.